________________ અધ્યયન-૭લિકા-૧ 349 દુઃખના કારણે અતિશય સંવેગ પામેલો, જન્મ, જરા મરણાદિના દુઃખથી ભય પામેલો, ચારગતિ રૂ૫ સંસારના કર્મ બાળવા માટે નિરંતર હંમેશા આ પ્રમાણે દયમાં ધ્યાન કરતો હોય છે. [1366-1368] જરા, મરણ અને કામની પ્રચુરતાવાળા રોગ કલેશ આદિ બહુવિધ તરંગવાળા, આઠકમાં ચારકષાયો રૂપ ભયંકર જળચરોથી ભરપુર ઉંડાણવાળા ભવસમુદ્રમાં આ મનુષ્યપણામાં સમક્યત્વજ્ઞાનચારિત્રરૂપ ઉત્તમ નાવજહાજ પામીને જો તેમાંથી ભ્રષ્ટ થયો તો દુઃખનો અંત પામ્યા વગરનો હું પાર વગરના સંસાર સમુદ્રમાં લાંબા કાળ સુધી આમ તેમ અથડાતો કુટાતો ભ્રમણ કરીશ. તો તેવો દિવસ ક્યારે આવશે કે જ્યારે હું શત્રુ અને મિત્ર તરફ સમાન પક્ષવાળો, નિઃસંગ, નિરંતર શુભધ્યાનમાં રહેનારો બનીને વિચરીશ. તેમજ વળી ફરી ભવ ન કરવો પડે તેવા પ્રયત્ન કરીશ. [1369-1371] આ પ્રમાણે લાંબા કાળથી ચિંતવેલા મનોરથોની સન્મુખ થયેલો તે રૂપ મહાસંપત્તિના હર્ષથી ઉલ્લસિત થએલો, ભક્તિના અનુગ્રહથી નિર્ભર બની નમસ્કાર કરતો, રોમાંચ ખડા થવાથી રોમ રોમ વ્યાપેલાં આનંદ અંગવાળો, 18 હજાર શિલાંગ ધારણ કરવા માટે ઉત્સાહપૂર્વક ઉચા કરેલા ખભાવાળો, છત્રીસ પ્રકારના આચાર પાલન કરવા માટે ઉત્કંઠિત થયેલો, નાશ કરેલા સમગ્ર મિથ્યાત્વવાળો, મદ, માન, ઈધ્યા ક્રોધ વગેરે દોષથી મુક્ત થએલો મમતા અને અભિમાન રહિત બનેલો, પ્રવજ્યા અંગીકાર કરીને હે ગૌતમ ! વિધિ પૂર્વક આ પ્રમાણે વિચરે. [૧૩૭ર-૧૩૭૩] પક્ષી માફક કોઈ પદાર્થ કે સ્થાનની મમતા વગરનો, જ્ઞાન, દર્શન, અને ચારિત્રમાં ઉદ્યમ કરનાર, ધન સ્વજનાદિના સંગ વગરનો, ઘોર પરિષહ ઉપસગદિકને પ્રકષપણે જીતતો, ઉગ્ર અભિગ્રહ પ્રતિમાદિકને સ્વીકારતો, રાગ દ્વેષનો દુરથી ત્યાગ કરતો, આર્ત, રૌદ્ર ધ્યાનથી રહિત બનેલો. વિકથા કરવામાં અરસિક બનેલો હોય. [1774-1375 જે કોઈ બાવનાચંદનના રસથી શરીર અને બાહુ ઉપર વિલેપન કરે. અથવા કોઈ વાંસળાથી શરીર છોલે, કોઈ તેના ગુણોની સ્તુતિ કરે, અથવા અવગુણોની નિંદા કરે તો તે બન્ને ઉપર સમાન ભાવ રાખનારો, એ પ્રમાણે બળ, વીર્ય, પુરુષાર્થ પરાક્રમને ન છૂપાવતો, તૃણ અને મણિ, ઢેફાં અને કંચન તરફ સમાન મનવાળો, સ્ત્રી, પુત્ર, સગાંવહાલાં, સ્વજનો, મિત્ર, બંધવો, ધનધાન્ય. સુવર્ણ, હિરણ્ય, મણિ રત્ન, શ્રેષ્ઠ ભંડારને ત્યાગ કરનાર, અત્યન્ત પરમ વૈરાગ્ય વાસનાને, ઉત્પન કરેલા શુભ પરિણામના કારણે સુંદર ધર્મશ્રદ્ધાયુક્ત અકિલષ્ટ નિષ્કલુષ અદીન માનસવાળો, વ્રત, નિયમ, જ્ઞાન, ચારિત્ર, તપ આદિ સમગ્ર ભુવનમાં અદ્વિતીય, મંગલ સ્વરૂપ, અહિંસા લક્ષણયુક્ત ક્ષમા-વગેરે દશ પ્રકારના ધર્માનુષ્ઠાન વિષે એકાંત સ્થિર લક્ષણવાળો, સર્વ આવશ્યક છે તે કાલે કરવા યોગ્ય સ્વાધ્યાય ધ્યાનમાં ઉપયોગવાળી, અંસખ્યાતા અનેક સમગ્ર સંયમ સ્થાનકો વિષે અમ્મલિત કરણવાળો, સમસ્ત પ્રકારે પ્રમાદના. પરિહાર માટે પ્રયત્નવાળો-વતનાવાળો અને હવે પછી ભૂતકાળના અતિચારોની નિંદા અને ભવિષ્યમાં સંભવિત અતિચારોનો સંવર કરતો તે અતિચારોથી અટકેલો, એ કારણે વર્તમાનમાં અકરણીય તરીકે પાપકર્મનો ત્યાગ કરનાર, સર્વ દોષોથી રહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org