________________ 348 મહાનિસીહ- દા-૧૩૪૯ માનુષ્યપણું, આર્યપણું, ઉત્તમકુળમાં જન્મ થવો. સાધુનો સમાગમ, શાસ્ત્રનું શ્રવણ તીર્થંકરના વચનની શ્રદ્ધા, આરોગ્ય, પ્રવજ્યા વગેરેની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. આ સર્વ દુર્લભ વસ્તુઓની પ્રાપ્તિ થવાં છતાં શુળ, સર્પ, 2, વિશુચિકા, જળ, શસ્ત્ર, અગ્નિ, ચકી વગેરેના કારણે મુહૂર્તમાત્રમાં જીવ મૃત્યુ પામીને બીજા દેહમાં સંકમણ કરે છે. [૧૩પ૦-૧૩૫૪] જ્યાં સુધી આયુષ્ય થોડું પણ ભોગવવાનું બાકી છે, જ્યાં સુધી. હજુ અલ્પ પણ વ્યવસાય કરી શકો છો, ત્યાં સુધીમાં આત્મહિત સાધી લો. નહિતર પાછળથી પશ્ચાત્તાપ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. ઈન્દ્ર ધનુષ્ય, વિજળી દેખતાંજ ક્ષણમાં અદશ્ય થાય તેવા સંધ્યાના રાગો અને સ્વપ્ન સરખો આ દેહ છે જે કાચા માટીના ઘડામાં ભરેલા જળની જેમ ક્ષણવારમાં પીગળી જાય છે. આટલું સમજીને જ્યાં સુધીમાં આવા પ્રકારના ક્ષણભંગુર દેહથી છૂટકારો ન થાય ત્યાં સુધીમાં ઉગ્ર કટકારી ઘોર તપનું સેવન કરો, આયુષ્યનો ક્રમ ક્યારે તૂટશે તેનો ભરોસો નથી હે ગૌતમ ! હજાર વર્ષ સુધી અતિવિપુલ પ્રમાણમાં સંયમનું સેવન કરનારને પણ છેલ્લી વખતે કંડરિકની જેમ ક્લિષ્ટભાવ શુદ્ધ થતો નથી. કેટલાંક મહાત્માઓ જે પ્રમાણે શીલ અને શ્રામણ્ય ગ્રહણ કર્યું હોય તે પ્રમાણે પુંડરિકમહર્ષિની જેમ અલ્પકાળમાં પોતાના કાર્યન સાધે. [૧૩પપ-૧૩પ૬ જન્મ જરા અને મરણના દુઃખથી ઘેરાયેલા આ જીવને સંસારમાં સુખ નથી, માટે મોક્ષ જ એકાન્ત ઉપદેશ-ગ્રહણ કરવા લાયક છે. હે ગૌતમ! સર્વ પ્રકારે અને સર્વિભાવોથી મોક્ષ મેળવવા માટે મળેલો મનુષ્યભવ સાર્થક કરવો. છઠ્ઠાઅધ્યયનની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ અધ્યયનઃ ૭-પ્રાયશ્ચિત સૂત્ર ચૂલિકાઃ ૧-એગંત નિર્જરા [૧૩પ૭-૧૩પ૯] હે ભગવંત ! આ દૃષ્ટાન્તથી પહેલા આપે કહ્યું હતું કે પરિપાટી - ક્રમ પ્રમાણે (તે) પ્રાયશ્ચિત આપ કેમ મને કહેતા નથી? હે ગૌતમ! જો તું તેનું અવલંબન કરેતો પ્રાયશ્ચિત તે ખરેખર તારો પ્રગટ ધર્મ વિચાર છે અને સુંદર વિચાર કરેલો ગણાય. ફરી ગૌતમે પૂછયું ત્યારે ભગવંતે કહ્યું કે - જ્યાં સુધી દેહમાં આત્મામાં સંદેહ હોય ત્યાં સુધી નક્કી મિથ્યાત્વ હોય અને તેનું પ્રાયશ્ચિત ન હોય. [1360-1361 જે આત્મા મિથ્યાત્વથી પરાભવિત થયેલો હોય. તીર્થકર ભગવંતના વચનને વિપરીતપણે બોલે, તેમના વચનનું ઉલ્લંઘન કરે તેમ કરનારની પ્રશંસા કરે તો તેવો વિપરીત બોલનાર ઘોર ગાઢ અંધકાર અને અજ્ઞાનપૂર્ણ પાતાલમાં નરકમાં પ્રવેશ કરનારો થાય છે. પરંતુ જેઓ સુંદર રીતે એવી વિચારણા કરે છે કે - તીર્થકર ભગવંતો પોતે આ પ્રમાણે કહે છે અને તે પોતે તે પ્રમાણે વર્તે છે. 1362-133] હે ગૌતમ એવા પણ પ્રાણિઓ હોય છે કે જેઓ જેમ તેમ પ્રવજ્યા અંગીકાર કરીને તેવી અવિધિથી ધર્મનું સેવન કરે છે કે જેથી સંસારથી મુક્ત ન થાય. હે ભગવંત! તે વિધિના શ્લોકો ક્યા છે? હે ગૌતમ ! તે વિધિ શ્લોકો આ પ્રમાણે જાણવા. [1363-1365 ચૈત્યવંદન, પ્રતિક્રમણ, જીવાદિક તત્ત્વોના સદૂભાવની શ્રદ્ધા, પાંચસમિતિ, પાંચ ઈન્દ્રિયોનું દમન, ત્રણગુપ્તિ, ચારેકષાયનો નિગ્રહ તે સર્વમાં સાવધાની રાખવી. સાધુપણાની સામાચારી તથા કિયા કલાપ જાણીને વિશ્વસ્ત થએલો, લાગેલા દોષોની આલોચના કરીને શલ્યરહિત થએલા, ગભવાસાદિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org