________________ અધ્યયન-૧, 225 અશુધ્ધિ આ સર્વે સુકૃત પુણ્યનો નાશ કરનાર અને પાર ન પામી શકાય તેવી દુર્ગતિમાં ભ્રમણ કરાવનાર થાય, તેમજ શારીરિક-માનસિક દુઃખપૂર્ણ અંતરહિત સંસારમાં અતિ ઘોર વ્યાકુળતા ભોગવવી પડે, કેટલાંકને રૂપની કદરૂપતા મળે, દાક્રિય, દુભગતા, હાહાકાર કરાવનારી વેદના, પરાભવ પામે તેવું જીવીત, નિર્દયતા, કરુણાહીન, કુર,દયાદિન, નિર્લજતા, ગૂઢહૃદય, વક્રતા, વિપરીતચિતતા, રાગ, દ્વેષ, મોહ, ઘનઘોર મિથ્યાત્વ. સન્માર્ગનો નાશ, અપયશપ્રાપ્તિ, આજ્ઞાભંગ, અબોધિ, શલ્યરહિતપણું આ બધુ ભવોભવ થાય છે. આ પ્રમાણે પાપ-શલ્યના એક અર્થવાળા અનેક પયય કહ્યા. [27-30] એક વખત શલ્યવાળું હૃદય કરનારને બીજા અનેક ભવોમાં સર્વે અંગો અને ઉપાંગો વારંવાર શલ્ય-વેદનાવાળા થાય છે. તે શલ્ય બે પ્રકારનું કહેલું છે. સૂક્ષ્મ અને બાદર. તે બંનેના પણ ત્રણ ત્રણ પ્રકારો છે. ઘોર, ઉગ્ર અને ઉગ્રતર.... ઘોર માયા ચાર પ્રકારની છે. જે ઘોર ઉગ્ર માનયુકત હોય તેમજ માયા, લોભ અને કોંધ યુક્ત પણ હોય. એજ રીતે ઉગ્ર અને ઉગ્રતર ના પણ આ ચાર ભેદો સમજવા. સૂક્ષ્મ અને બાદર ભેદ- પ્રભેદ સહિત આ શલ્યોને મુનિ એકદમ ઉદ્ધાર કરી જી કાઢી નાખે. પરંતુ ક્ષણવાર પણ. મુનિ શલ્યવાળો ન રહે. [31-32 જેમ સર્પનું બચ્ચું નાનું હોય, સરસવ પ્રમાણ માત્ર અગ્નિ થોડો હોય અને જો વળગે તો પણ વિનાશ પમાડે છે. તેનો સ્પર્શ થયા પછી વિયોગ કરી શકાતો નથી. તે જ રીતે અલ્પ કે અલ્પતર પાપ-શલ્ય ઉદ્ધરેલ ન હોય તો ઘણો સંતાપ આપનાર અને ક્રોડો ભવની પરંપરા વધારનાર થાય છે. 3i3 -37] હે ભગવન્! દુઃખે કરીને ઉદ્ધરી શકાય તેવું તેમજ દુઃખ આપનાર આ પાપશલ્ય કેમ ઉદ્ધરવું તે પણ ઘણા જાણતા નથી. હે ગૌતમ ! આ પાપશલ્ય સર્વથા મૂળમાંથી ઉખેડી નાખવાનું કહેલું છે. ગમે તેટલું અતિ દુર્ધર શલ્ય હોય તેને સર્વ અંગઉપાંગ સહિત ભેદી નાખવાનું જણાવેલું છે. પ્રથમ સમ્યગ્દર્શન બીજું સમ્યજ્ઞાન, ત્રિીજું સમ્યફચારિત્ર આ ત્રણે જ્યારે એકરૂપ એકઠાં થાય, જીવ જ્યારે શલ્યનો ક્ષેત્રીભૂત બને અને પાપ-શલ્ય અતિ ઊંડાણ સુધી પહોંચેલું હોય, દેખી શકાતું પણ ન હોય, હાડકાં સુધી ગયેલું હોય અને તેની અંદર રહેલું હોય. સર્વે અંગ-ઉપાંગમાં ખેંચી ગયેલું હોય, અંદર અને બહારના ભાગમાં પીડા કરતું હોય તેવા શલ્યને મૂળમાંથી ઉખેડી નાખવું જોઈએ. 3i8 -40] ક્રિયા વગરનું જ્ઞાન નિરર્થક છે તેમજ જ્ઞાન વગરની ક્રિયા પણ સફળ થતી નથી. જેમ દેખાતો લંગડો અને દોડતો આંઘળો દાવાનળમાં બળી માં. માટે હે ગૌતમ ! બંનેનો સંયોગ થાય તો કાર્યની સિધ્ધિ થાય. એક ચક્ર કે પૈડાથી રથ ચાલતો નથી. જ્યારે આંધળો અને લંગડો બંને એક રૂપ બન્યા અથત લંગડા એ માર્ગ બતાવ્યો અને આંધળો તે રીતે ચાલ્યો તો તે બંને દાવાનળવાળા વનને પસાર કરી ઇચ્છેલા નગર નિર્વિબે સહી સલામત પહોંચ્યા. તેમ જ્ઞાન પ્રકાશ આપે છે, તપ આત્માની શુધ્ધિ કરે છે, અને સંયમ એ ઈદ્રિય અને મનને આડેમાર્ગે જતા રોકે છે. આ ત્રણેનો યથાર્થ સંયોગ થાય તો હે ગૌતમ! મોક્ષ થાય છે. અન્યથા મોક્ષ થતો નથી. [41-42] ઉકત-તેકારણથી નિઃશલ્ય થઈનેસર્વશલ્યનો ત્યાગ કરીને જે કોઈ નિઃશલ્યપણે ધર્મનું સેવન કરે છે, તેનું સંયમ સફળ ગણેલું છે. એટલું જ નહીં પણ જન્મ [15] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org