________________ અધ્યયન-5 329 નિવણ પામ્યો. હે ગૌતમ! આ પ્રમાણે કપટથી ભરેલા આસડનું દ્રષ્ટાન્ત તને જણાવ્યું. જે કોઈ પણ સર્વજ્ઞ ભગવંતે કહેલા વચનને મનથી પણ વિરાધે છે, વિષયની પીડાથી નહિ, પરંતુ કુતુહલથી, પણ વિષયની અભિલાષા કરે છે. અને પછી, સ્વેચ્છાએ ગુરને નિવેદન કર્યા વગર પ્રાયશ્ચિતો સેવે જ છે. તે ભવની પરંપરામાં ભ્રમણ કરનારો થાય છે. [1010) આ પ્રમાણે જાણનારને એક પણ સિદ્ધાંતના આલાપકની ઉન્માર્ગની પ્રરૂપણા ન કરવી, એમ જાણવું. 1011) જો કોઈ સર્વ શ્રુતજ્ઞાન કે તેના અર્થ કે એક વચનને જાણીને માગનુસારે તેનું કથન કરે તે પાપ બાંધતો નથી. આટલું જાણીને મનથી પણ ઉન્માર્ગે પ્રવૃત્તિ ન કરવી. આ પ્રમાણે ભગવંતના મુખથી સાંભળેલું હું તમને કહું છું. [1012-1015] હે ભગવંત! અકાર્ય કરીને અગર અતિચાર સેવન કરીને જો કોઈ પ્રાયશ્ચિતનું સેવન કરે તેના કરતાં જે અકાર્ય ન કરે તે વધારે સુંદર ગણાયા? હે ગૌતમ! અકાર્ય સેવન કરીને પછી હું પ્રાયશ્ચિત સેવન કરીને શુદ્ધિ કરી લઈશ. એ પ્રમાણે મનથી પણ તે વચન ધારણ કરીને રાખવું યોગ્ય નથી. જે કોઈ આવા વચન, સાંભળીને તેની શ્રદ્ધા કરે છે. કે તે પ્રમાણે વર્તન કરે છે તે સર્વ શિલભ્રષ્ટોનો સાર્થવાહ સમજવો. હે ગૌતમ! કદાચ તે પ્રાણ સંદેહના કારણભૂત એવું આકરું પણ પ્રાયશ્ચિત કરે તો પણ જેમ પતંગીયો દીવાની શિખામાં પ્રવેશ કરે છે, તે તેના મૃત્યુ માટે થાય છે તેમ આજ્ઞાભંગ કરવા રૂપ તે દીપશિખામાં પ્રવેશ કરીને અનેક મરણવાળો સંસાર ઉપાર્જે છે. [1016-1019 હે ભગવંત! જે કોઈ પણ મનુષ્ય પોતાનામાં જે કોઈ બળ-વીર્ય પુરુષકાર પરાક્રમ હોય તેને છૂપાવતો તપ સેવે તેનું શું પ્રાયશ્ચિત આવે ? હે ગૌતમ ! અશઠ ભાવવાળા તેને આ પ્રાયશ્ચિત હોઈ શકે. કારણ કે વૈરિનું સામર્થ્ય જાણીને પોતાની છતી શક્તિ હોવા છતાં પણ તેણે તેની ઉપેક્ષા કરી છે. જે પોતાનું બલ વિર્ય સત્વ પુરુષકાર છૂપાવે છે, તે શઠ શીલવાળો નરાધમ બબણો પ્રાયશ્ચિતી બને છે. નીચગોત્ર, નારકીમાં ઘોર ઉત્કૃષ્ટ સ્થિતિવાળું દુઃખ ભોગવતો તિર્યંચગતિમાં જાય અને ત્યાર પછી ચારે ગતિમાં તે ભ્રમણ કરનાર થાય છે. [1020-1024] હે ભગવંત! મોટું પાપકર્મ વેદીને ખપાવી શકાય છે. કારણકે કર્મ ભોગવ્યા વગર તેનો છૂટકારો કરી શકાતો નથી. તો ત્યાં પ્રાયશ્ચિત કરવાથી શો લાભ? હે ગૌતમ! અનેક ક્રોડો વર્ષોથી એકઠાં કરેલાં પાપ કર્મો સૂર્યથી જેમ તુષાર-હમ ઓગળી જાય તેમ પ્રાયશ્ચિત રૂપી સૂર્યના સ્પર્શથી ઓગળી જાય છે. ઘનઘોર અંધકારવાળી રાત્રિ હોય પરન્તુ સૂર્યના ઉદયથી અંધકાર ચાલ્યો જાય છે. તેમ પ્રાયશ્ચિતરૂપી સૂર્યના ઉદયથી અંધકાર સરખા પાપકર્મો ચાલ્યા જાય છે. પરન્તુ પ્રાયશ્ચિત સેવન કરનારે જરૂર એટલો ખ્યાલ રાખવો જોઈએ કે જે પ્રમાણે શાસ્ત્રમાં કહેલ હોય તે પ્રમાણે પોતાના બળ-વીર્ય પુરુષકાર પરાક્રમને છૂપાવ્યા વગર અશઠભાવથી પાપશલ્યનો ઉદ્ધાર કરવો જોઈએ. બીજું સર્વથા આ પ્રમાણે પ્રાયશ્ચિત કરી તે પણ જે આ પ્રમાણે બોલતો નથી, તેણે શલ્યનો થોડો પણ કાચ ઉદ્ધાર કર્યો હોય તો પણ તે લાંબા કાળ સુધી ચારે ગતિમાં ભ્રમણ કરે છે. [1025-1027] હે ભગવંત! કોની પાસે આલોચના કરવી જોઈએ. પ્રાયશ્ચિત કોણ આપી શકે? પ્રાયશ્ચિત કોને આપી શકાય? હે ગૌતમ! સો યોજન દૂર જઈને કેવળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org