________________ 328 મહાનિસીહ-દા-૯૦૦ તેણે સુત્ર અને અર્થનું અધ્યયન કર્યું ત્યારે વિષયની પીડા ઉત્પન થઈ ન હતી પણ કુતૂહલથી ચિંતવવા લાગ્યો કે સિદ્ધાન્તમાં આવો વિધિ બતાવેલો છે. તો તે પ્રમાણે ગુરુ વર્ગને ખૂબ રંજન કરીને આઠ ગણું તપ કરવું, “ગુપાત કરવા, અનશન કરવું. ઝેર ખાવું આ વગેરે હું કરીશ, જેથી કરીને મને પણ દેવતા નિવારણ કરશે અને કહેશે કે તું લાંબા આયુષ્યવાળો છે, તારું મૃત્યુ થવાનું નથી. તારી ઈચ્છા પ્રમાણે ભોગો ભોગવ. વેશ રજોહરણ ગુરુ મહારાજને પાછો અર્પણ કરીને કાંઈ બીજા અજાણ્યા દેશમાં ચાલ્યો જ, ભોગફલ ભોગવીને પાછળથી ઘોર વીર તપનું સેવન કરજે. [01-905] અથવા ખરેખર હું મૂર્ખ છું. મારા પોતાના માયાશલ્યથી હું ઘવાયો છું. શ્રમણોને પોતાના મનમાં આવા પ્રકારની ધારણા કરવી યુક્ત ન ગણાય. પાછળથી પણ તેનું પ્રાયશ્ચિત આલોવીને આત્માને હલકો બનાવીશ અને મહાવ્રત ધારણ કરીશ. અથવા આલોવીને વળી પાછો માયાવી કહેવાઈશ. તો દશ વરસ સુધી માસખમણ અને પારણે આયંબિલ, વીશ વર્ષ સુધી બબ્બે મહિનાના લાગલગાટ ઉપવાસ અને પારણે આયંબિલ,પચીશ વર્ષ સુધી ચાંદ્રાયણ તપ. પૂરેપૂરા આઠ વર્ષ સુધી છઠ્ઠ અક્રમ અને ચાર ચાર ઉપવાસ, આવો પ્રકારનું મહાઘોર, પ્રાયશ્ચિત મારી પોતાની ઈચ્છાથી અહિ કરીશ આ પ્રાયશ્ચિત અહિં ગુરુમહારાજના ચરણ કમળમાં રહીને કરીશ. [906-909] મારા માટે આ પ્રાયશ્ચિત શું અધિક ન ગણાય? અથવા તીર્થંકર ભગવંતોએ આ વિધિ શા માટે કલ્પેલ હશે? હું આનો અભ્યાસ કરું છું. અને જેમણે મને પ્રાયશ્ચિતમાં જોડ્યો, તે સર્વ હકીકત સર્વજ્ઞ ભગવંતો જાણે, હું તો પ્રાયશ્ચિતનું સેવન કરીશ, જે કંઈ પણ અહિં દુષ્ટ ચિંતવન કર્યું તે મારું પાપ મિથ્યા થાઓ. આ પ્રમાણે કષ્ટહારી ઘોર પ્રાયશ્ચિત પોતાની મતિથી કર્યું અને તેમ કરીને શલ્યવાળો તે મૃત્યુ પામીને વાણવંતર દેવ થયો. હે ગૌતમ! જો તેણે ગુરુ મહારાજ સમક્ષ વિધિપૂર્વક આલોચના કરી હોત તો અને તેટલા પ્રાયશ્ચિતનું સેવન કર્યું હોતતો નવ રૈવેયકના ઉપરના ભાગના વિમાનમાં ઉત્પન્ન થાત. અમારા આગમસુરાવિભાગ-૩૯મહાનિસીહમાં ભૂલથી ૧૦ને બદલે ૧૦૦૦અનુકમ છપાયો છે. [100-1003 વાણમંતર દેવમાંથી ચવીને હે ગૌતમ ! તે આસડ તિર્યંચ ગતિમાં રાજાના ઘરે ગધેડાપણે આવશે ત્યાં નિરંતર ઘોડાઓની સાથે સંઘના કરવાના દોષથી તેના વૃષણમાં વ્યાધિ ઉત્પન થયોઅને તેમાં કમિઓ ઉત્પન્ન થયા. વૃષણ ભાગમાં કૃમિઓથી ખવાતો હે ગૌતમ ! આહાર મળતો ન હોવાથી વેદનાથી રીબાતો હતો અને પૃથ્વી ચાટતો હતો. એટલામાં દુરથી સાધુઓ પાછા વળતા હતા તેમને દેખીને પોતાને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવનું સ્મરણ કરીને પોતાના આત્માની નિંદા અને ગહ કરવા લાગ્યો. વળી અનસન અંગીકાર કર્યું. 1004-1009 કાગડા કુતરાઓથી ખવાતો હે ગૌતમ ! શુદ્ધ ભાવથી અરિહંતોનું સ્મરણ કરતો કરતો શરીરનો ત્યાગ કરીને કાળ પામી તે દેવેન્દ્રોનો મહાઘોષ નામનો સામનિક દેવ થયો. ત્યાં દિવ્ય ઋદ્ધિ સારી રીતે ભોગવીને ચવ્યો. ત્યાંથી તે વેશ્યા પણે ઉત્પન્ન થયો. જે પેલા કપટ કર્યું હતું તે પ્રગટ ન કર્યું હતું તેથી ત્યાંથી મરીને ઘણા અધમ તુચ્છ અંત-પ્રાન્તકુલોમાં ભટક્યો કાલક્રમે કરીને મથુરા નગરીમાં શિવ-ઈન્દ્રનો દિવ્યજન નામનો પુત્ર થઈને પ્રતિબોધ પામી શ્રમણપણું અંગિકાર કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org