________________ 102 દેવિંદાઓ –પર શરીર સ્વાભાવિક તો આભુષણ રહિત હોય છે. પણ તે પોતાની ઈચ્છા અનુસાર વિકુર્વેલા આભુષણ ધારણ કરે છે. સૌધર્મ-ઈશાન ના આ દેવો માહાત્મય, વર્ણ, અવગાહના પરિમાણ અને આયુ મર્યાદા આદિ સ્થિતિ વિશેષ માં હંમેશા ગોળ સરસવ ની સમાન એક રૂપ હોય છે. આ કલ્પોમાં લીલા, પીળા, લાલ, શ્વેત અને કાળા વર્ણવાળા પાંચસો ઊંચા પ્રાસાદ શોભે છે. ત્યાં સેંકડો મણિઓ જડીત ઘણાં પ્રકારના આસન, શય્યા. સુશોભિત વિસ્તૃત વસ્ત્ર, રત્નમય માળા અને અલંકાર હોય છે. રિપ૩-૨પપાસાનકુમાર અને મહેન્દ્રકલ્પમાં પૃથ્વી ની જડાઈ 2600 યોજન છે. તે પૃથ્વી રત્નોથી ચિત્રિત . ત્યાં લીલા, પીળા, લાલ, સફેદ અને કાળા એવા 600 ઊંચા પ્રાસાદ શોભે છે. સેંકડો મણીઓથી જડિત, ઘણા પ્રકારના આસન-શવ્યા-સુશોભિત વિસ્તૃતવસ્ત્ર, રત્નમયમાળા અને અંલકાર હોય છે. [૨૫૨૫૮]બ્રહ્મ અને લાંતક કલ્પમાં પૃથ્વીની જાડાઈ 2500 યૌજન હોય છે. તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે. સુંદર મણીની વેદિકા થી યુક્ત, વૈર્ય મણિઓની સ્તુપિકા યુક્ત, રત્નમય માળા અને અલંકારો થી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદ આ વિમાનો માં હોય છે. ત્યાં લાલ, પીળા અને સફેદ વર્ણવાળા 700 ઊંચા પ્રાસાદ શોભે છે. [૨પ૯-૨૬૨]]શક અને સહસ્ત્રાર કલ્પમાં પૃથ્વીની જાડાઈ 2400 યોજન હોય છે તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે. સુંદર મણી અને વેદિકા, વૈડુ મણિની સ્તુપિકા, રત્નમય માળા અને અલંકારો થી યુક્ત એવા ઘણાં પ્રકારના પ્રાસાદ હોય છે. પીળા અને સફેદ વર્ણવાળા 800 ઊંચા પ્રાસાદ શોભે છે. ત્યાં સેંકડો મણિથી જડીત ઘણાં પ્રકારના આસન, શય્યા સુશોભિત વિસ્તૃત વસ્ત્ર, રત્નમયમાળા અને અલંકાર હોય છે. [૨૬૨-૨૫]આણત-પ્રાણત કલ્પમાં પૃથ્વીની જાડાઈ 2300 યોજન હોય છે. તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે. સુંદર મણિઓની વેદિકા, વૈડૂર્ય મણિની સ્તુપિકા, રત્નમય માળા અને અલંકારો થી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદ ત્યાં હોય છે. શંખ અને હિમ જેવા શુકલ વર્ણના 900 ઊંચા પ્રાસાદ શોભે છે. [266-268] રૈવેયક વિમાનોમાં 2200 યોજન પૃથ્વીની જાડાઈ હોય છે અને તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે. સુંદર મણીની વેદિકા, વૈડૂર્ય મણીની સ્તુપિકા, રત્નમય માળા અને અલંકારો થી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદ ત્યાં છે. તેમજ શંખ અને હિમ જેવા શ્વેત વર્ણવાળા 1000 ઊંચા પ્રાસાદ થી શોભે છે. [૨૬૯-૨૭૨]પાંચ અનુત્તર વિમાનોમાં 2100 યોજન પૃથ્વીની જાડાઈ હોય તે પૃથ્વી રત્નોથી ચિત્રિત છે. સુંદર મણીની વેદિકા, વૈડૂર્ય મણિની તૃપિકા, રત્નમયમાળા અને અલંકારોથી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદ ત્યાં છે. તેમજ શંખ અને હિમના જેવા શ્વેત વર્ણવાળા 1100 ઊંચા પ્રાસાદ શોભે છે. સેંકડો મણિથી જડીત ઘણાં પ્રકારના આસન, શય્યા, સુશોભિત વિસ્તૃત વસ્ત્ર, રત્નમય માળા અને અલંકાર હોય છે. રિ૭૩-૨૭૮ સવર્થ સિદ્ધ વિમાન ના સૌથી ઊંચા સ્તૂપના અંતે બાર યોજના ઉપર ઈષત્ પ્રાત્મારા પૃથ્વી હોય છે. તે નિર્મળ જલકણ, હિમ, ગાયનું દૂધ, સમુદ્રના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org