________________ આથા - 225 101 [૨૨પ-૨૩૨ હે સુંદરી ! અનુત્તર વિમાનવાસી દેવોને 33 હજાર વર્ષ પુરા થાય ત્યારે આહારની ઈચ્છા થાય છે. મધ્યવતી આયુ ધારણ કરનાર દેવને ૧૬પ૦૦ વર્ષ પુરા થયે આહાર ગ્રહણ હોય છે. જે દેવ 10 હજાર વર્ષના આયુને ધારણ કરે છે. તેનો આહાર એક એક દિવસના અંતરે હોય છે. હે સુંદરી ! 1 વર્ષ સાડાચાર મહિને અનુત્તરવાસી દેવોને શ્વાસોશ્વાસ હોય છે. હે સુતનું ! મધ્યમ આયને ધારણ કરવાવાળા દેવતાઓને આઠ માસ અને સાડાસાત દિને શ્વાસોશ્વાસ હોય છે. જઘન્ય આયુ ને ધારણ કરવાવાળા દેવોનો શ્વાસોશ્વાસ સાત સ્તોક પૂર્ણ થતા હોય છે . દેવોને જેટલા સાગરોપમની જેની સ્થિતિ તેટલા જ પખવાડીયે શ્વાસોશ્વાસ હોય છે. , અને એટલા જ હજાર વર્ષે તેને આહારની ઈચ્છા થાય છે. આ રીતે આહાર અને શ્વાસોશ્વાસ મેં વર્ણવ્યો હે સુંદરી ! હવે જલ્દી તેના સૂક્ષ્મ અંતર ને હુ ક્રમશઃ કહીશ. ૨૩૩-૨૪olહે સુંદરી ! આ દેવોનો જે વિષય જેટલી અવધિનો હોય છે તેનું હું આનુપૂર્વી ક્રમથી વર્ણન કરીશ. સૌધર્મ અને ઈશાન દેવ નીચે એક નરક સુધી સનકુમાર અને માહે બીજી નરક સુધી, બ્રહ્મ અને લાંતક ત્રીજી નરક સુધી, શુક્ર અને સહસ્ત્રાર ચોથી નરક સુધી, આનત અને પ્રાણત, આરણ અને અશ્રુત દેવ પાંચમી નરક સુધી નીચે અને મધ્યવર્તી રૈવેયક દેવો છઠ્ઠી નરક સુધી, ઉપરના રૈવેયક સાતમી નરક સુધી અને પાંચ અનુત્તરવાસી સંપૂર્ણ લોકનાડીને અવધિ જ્ઞાનથી જુએ છે. અડધા સાગરોપમથી ઓછા આયુષ્ય વાળા દેવો અવધિજ્ઞાનથી તિર્ણ સંખ્યાત યોજન, તેનાથી અધિક પચ્ચીશ સાગરોપમવાળાનો અવધિ વિષય પણ જઘન્ય થી સંખ્યાત યોજન હોય છે. તેનાથી વધારે આયુવાળા દેવો તિછું અસંખ્યાત દ્વીપ-સમુદ્ર સુધી જાણે છે. ઉપર બધાં પોતાના કલ્પની ઊંચાઈ સુધી જાણે છે. અબાહ્ય અથતિ જન્મથી અવધિજ્ઞાનવાળા નારકી, દેવ, તીર્થંકર પૂર્ણપણે જુએ છે અને બાકીના અવધિજ્ઞાની દેશથી જુએ છે. મેં સંક્ષેપથી આ અવધિજ્ઞાની વિષયક વર્ણન કર્યું. હવે વિમાનોના રંગ, જાડાઈ અને ઊંચાઈ કહીશ. [૨૪૧-૨૪૬સૌધર્મ અને ઈશાન કલ્પમાં પૃથ્વીની જાડાઈ ર૭૦૦ યોજન છે અને તે રત્ન થી ચિત્રિત જેવી છે. સુંદર મણીની વેદિકાથી યુક્ત, વૈડુર્વમણિના સ્તુપોથી યુક્ત, રત્નમય માળા અને અલંકારો થી યુક્ત એવા ઘણાં પ્રાસાદ આ વિમાનમાં હોય છે. તેમાં જે કૃષ્ણ વિમાન છે તે સ્વભાવથી અંજન ધાતુસમાન તથા મેઘ અને કાક સમાન વર્ણવાળા છે. જેમાં દેવતાઓ વસે છે. જે લીલા રંગના વિમાન છે તે સ્વભાવથી મેદક ધાતુ સમાન અને મોરની ગર્દન જેવા વર્ણવાળા છે જેમાં દેવતાસો વસે છે. જે દીપશિખા ના રંગવાળા વિમાન છે તે જાસુદ પુષ્પ, સૂર્ય જેવા અને હિંગલ ધાતુ ના સમાન વર્ણવાળા છે તેમાં દેવતાઓ વસે છે, તેમાં જે કોરંટક ધાતુ સમાન રંગવાળા વિમાન છે તે ખિલેલા ફૂલની કર્ણિકા સમાન અને હળદર જેવા પીળા રંગના છે જેમાં દેવતાઓ વસે છે. [૨૪૭-૨પ૨]આ દેવતાઓ કદી ન મુરઝાનારી માળા વાળા, નિર્મળ દેહવાળા, સુગંધિત શ્વાસવાળા, અવસ્થિતવયવાળા, સ્વયં પ્રકાશમાન અને અનિમિષ આંખવાળા હોય છે. બધાં દેવતા 72 કળામાં પંડિત હોય છે. ભવ સંક્રમણની પ્રક્રિયામાં તેનો પ્રતિપાત હોય છે તેમ જાણવું. શુભ કર્મોના ઉદયવાળા તે દેવોનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org