________________ 98 દેવિંદથઓ- [11] સૂર્ય થાય એ રીતે આગળ-આગળ ગણતા જવું) [૧૫]જો તું દ્વીપ સમુદ્રમાં નક્ષત્ર-ગ્રહ-તારા ની સંખ્યા જાણવા ઈચ્છતી હો તો એક ચંદ્ર પરિવારની સંખ્યાથી ગુણા કરવાથી તે દ્વીપ-સમુદ્રના નક્ષત્ર, ગ્રહ અને તારાની સંખ્યા જાણી શકાશે. [૧પ૩-૧૫૬માનુષોત્તર પર્વત ની બહાર ચંદ્ર અને સૂર્ય અવસ્થિત છે ત્યાં ચંદ્રમાં અભિજિત નક્ષત્રના યોગ વાળો અને સૂર્ય પુષ્ય નક્ષત્રના યોગ વાળો હોય છે. સૂર્યથી ચંદ્ર અને ચંદ્રથી સૂર્યનું અંતર 50 હજાર યોજનથી ઓછું હોતું નથી. ચંદ્ર નું ચંદ્ર થી અને સૂર્યનું સૂર્યથી અંતર 1- લાખ યોજન હોય છે. ચંદ્રમાથી સૂર્ય અંતરિત છે અને પ્રદીપ્ત સૂર્યથી ચંદ્રમાં અંતરીત છે. તે અનેક વર્ણના કિરણો વાળા હોય છે. [૧૫૭-૧૫૮]એક ચંદ્રપરિવારના 88 ગ્રહ અને 28 નક્ષત્ર હોય છે. 66975 કોડાકોડી તારાગણ હોય છે. [૧૫૯-૧૬૧]સૂર્ય-દેવોની આયુસ્થિતિ 1 હજાર વર્ષ પલ્યોપમ અને ચંદ્ર દેવોની આયુ સ્થિતિ 1 લાખ વર્ષ પલ્યોપમથી અધિક કહી છે. ગ્રહોની ૧-પલ્યોપમ, નક્ષત્રોની અડધો પલ્યોપમ અને તારાની (14) પા પલ્યોપમ કહી છે. જ્યોતિષ્ક દેવોની જઘન્યસ્થિતિ પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ સ્થિતિસાધિક એક લાખ પલ્યોપમ વર્ષ કહી છે. [૧૬૨મેં ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવોની સ્થિતિ કહી છે. હવે મહાગુ ઋદ્ધિવાળા 12 કલ્પપતિ ઈન્દ્રોનું વિવરણ કરીશ. - 163-168] પહેલા સૌધર્મપતિ, બીજા ઈશાનપતિ, ત્રીજા સનત્કુમાર, ચોથા મહેન્દ્ર, પાંચમાં બ્રહ્મ છઠ્ઠા લાંતક, સાતમા મહાશુક, આઠમાં સહસ્ત્રાર, નવમાં આણત, દશમાં પ્રાણત અગિયારમાં આરણ અને બારમાં અય્યત ઈન્દ્ર હોય છે. આ પ્રકારે આ બાર કલ્પપતિ ઈન્દ્ર કલ્પોના સ્વામી કહેવાયા એમના સિવાય દેવોને આજ્ઞા દેનાર બીજું કોઈ નથી, આ કલ્પવાસીની ઉપર જે દેવગણ છે તે સ્વશાસિત ભાવના થી ઉત્પન્ન થાય છે. કેમકે ગ્રેવેયક માં અન્ય રૂપ અથતું દાસ ભાવ કે સ્વામી ભાવથી ઉત્પત્તિ સંભવ નથી. જે સમ્યક્દર્શન થી પતિત પણ શ્રમણ વેશ ધારણ કરે છે તેમની પણ ઉત્પત્તિ ઉત્કૃષ્ટ રૂપે રૈવેયક સુધી થાય છે. [૧૬૯-૧૭૩અહીં સૌધર્મ કલ્પપતિ શક મહાનુભવના 32 લાખ વિમાનોનું કથન છે. ઈશાનેન્દ્ર ના 28 લાખ, સનકુમાર ના 12- લાખ, મહેન્દ્ર માં 8- લાખ. બ્રહ્મલોક માં 4- લાખ, લાંતક માં પ૦ હજાર, મહાશુક માં 40 હજાર, સહસારમાં છે હજાર, આણત- પ્રાણતમાં 400, આરણ અય્યત માં 300 વિમાનો કહ્યા છે અર્થાત્ આટલી સંખ્યાના વિમાનોનું અધિપતિ પણું તે-તે ઈન્દો ભોગવે છે. [૧૭૪-૧૮૬]આ પ્રકારે હે સુંદરી ! જે કલ્પ માં જેટલા વિમાન કહેવાયા તે કલ્પપતિની સ્થિતિ વિશેષ ને સાંભળી શક મહાનુભાગની બે સાગરોપમ. ઈશાનેન્દ્રની આધિક બે સાગરોપમ, સનકુમારેદ્ર ની સાત સાગરોપમ, માહેન્દ્ર ની સાધિક સાત સાગરોપમ બ્રહ્મલોકેન્દ્રની દશ સાગરોપમ, લાંતકેન્દ્ર ની 14 સાગરોપમ, મહાશુકેન્દ્રની 17- સાગરોપમ, સહસ્ત્રારેન્દ્રની 18 સાગરોપમ, આનત કહ્યું 19 અને પ્રાણત કલ્પે 20 સાગરોપમ, આરણ કલ્પે 21 સાગરોપમ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org