________________ ગાથા -129 લોકની બહાર જિનેન્દ્રો દ્વારા અસંખ્યાત તારા કહયા છે. આ રીતે મનુષ્ય લોક માં જે સૂર્ય વગેરે ગ્રહ કહયા છે તે કદંબ વૃક્ષના ફૂલ ના આકાર ની સમાન વિચરણ કરે છે. આ રીતે મનુષ્યલોકમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર કહ્યા છે જેમાં નામ અને ગોત્ર સાધારણ બુદ્ધિવાળા મનુષ્ય કહી શકતા નથી. [૧૩૦-૧૩૬]મનુષ્ય લોકમાં ચંદ્ર અને સૂર્યની 66 પિટક છે અને એક એક પિટક માં બે-બે ચન્દ્ર અને સૂર્ય છે. નક્ષત્ર આદિની 66 પિટક અને એક એક પિટકમાં પદ નક્ષત્ર છે. મહાગ્રહો 176 છે. એ જ રીતે મનુષ્યલોકમાં ચંદ્ર-સૂર્ય 4-4 પંક્તિઓ છે. દરેક પંક્તિમાં 66 ચંદ્ર, 66 સૂર્ય છે, નક્ષત્રોની પડ પંક્તિ છે અને એક એક પંક્તિમાં 66-66 નક્ષત્રો હોય, ગ્રહોની 76 પંક્તિ હોય છે દરેકમાં 66-66 ગ્રહો * હોય છે. ચંદ્ર, સૂર્ય અને ગ્રહ સમૂહ અનવસ્થિત સંબંધથી તે મેરુપર્વતની પરિક્રમા કરતા બધાં મેરુપર્વતની મંડલાકાર પ્રદક્ષિણા કરે છે. [૧૩-૧૪oએ જ રીતે નક્ષત્રો અને ગ્રહોના નિત્ય-મંડલ પણ જાણવા તે પણ મેરુપર્વતની પ્રદક્ષિણા મંડલ આકારે કરે છે. ચંદ્ર અને સૂર્યની ગતિ ઉપર નીચે હોતી નથી પણ અત્યંતર-બાહ્ય તિછ અને મંડલાકાર હોય છે. ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર આદિ જ્યોતિષ્કોના પરિભ્રમણ વિશેષ દ્વારા મનુષ્યોના સુખ અને દુઃખની ગતિ હોય છે. તે જ્યોતિષ્ક દેવ નજીક હોય તો તાપમાન નિયમ થી વધે છે અને દૂર હોય તો તાપમાન ઘટે છે. તેમનું તાપ ક્ષેત્ર કલબુક પુષ્પના સંસ્થાન ની સમાન હોય છે અને ચંદ્ર-સૂર્યનું તાપક્ષેત્ર અંદરથી સંકુચિત અને બહારથી વિસ્તૃત હોય છે. [૧૪૧-૧૪૬]કયા કારણથી ચંદ્રમા વધે છે અને કયા કારણથી ચંદ્રમાં ક્ષીણ થાય છે ? અથવા કયા કારણથી ચંદ્રની જ્યોત્સના અને કાલિમાં થાય છે? રાહુનું કાળું વિમાન હંમેશા ચંદ્રમા ની સાથે ચાર આંગળ નીચે નિરંતર ગમન કરે છે. શુકલપક્ષમાં ચન્દ્રનો 62-62 મો ભાગ રાહુથી અનાવૃત્ત થતો રોજ વધે છે અને કૃષ્ણ પક્ષમાં તેટલા જ સમયમાં રાહુથી આવૃત થઈને ઘટે છે. ચંદ્રમાંના પંદર ભાગ ક્રમશઃ રાહુના પંદર ભાગોથી અનાવૃત્ત થતા જાય છે અને પછી આવત્ત થતા જાય છે. એ કારણ થી ચંદ્રમાં વૃદ્ધિ ને અને હાસને પામે છે. એ જ કારણે જ્યોત્સના અને કાલિમાં આવે છે, [૧૪૭-૧૪૮]મનુષ્ય લોકમાં ઉત્પન અને સંચરણ કરવાવાળા ચંદ્ર સૂર્ય. ગ્રહ-સમૂહ આદિ પાંચ પ્રકારના જ્યોતિષ્ક દેવ હોય છે. મનુષ્ય લોક બહાર જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, તારા અને નક્ષત્ર છે તેની ગતિ પણ નથી અને સંચરણ પણ નથી તેથી તેને સ્થિર જ્યોતિષ્ક જાણવા. ૧૪૯-૧૫૧]આ ચંદ્ર-સૂર્ય જંબુદ્વીપમાં બે-બે, લવણ સમુદ્રમાં ચાર-ચાર, ધાતકી ખંડમાં બાર-બાર હોય છે, એટલે કે જંબૂઢીપમાં બે ગણા, લવણ સમુદ્રમાં ચારગણા અને ધાતકી ખંડમાં બારગણા હોય છે. ધાતકી ખંડ ના આગળના ક્ષેત્રમાં અથ, દ્વીપ સમુદ્રમાં સૂર્ય ચંદ્રની સંખ્યા ને તેની પૂર્વેના દ્વીપ સમુદ્રની સંખ્યા કરતા ત્રણગુણાકરી તથા તેમાં પૂર્વના ચંદ્ર અને સૂર્યોની સંખ્યા ઉમેરીને જાણવા. (જેમકે કાલોદધિ સમુદ્રમાં ૪૨-૪ર ચંદ્ર સૂર્ય વિચરે છે તે આ રીતે પૂર્વના લવણ સમુદ્રમાં 12-12 છે તો તેના ત્રણ ગુણા એટલે 36 અને તેમાં પૂર્વના 2+4 ઉમેરો તો ૪ર ચંદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org