________________ 84 ચંદાવે×યં– [20] મુનિ મરણ સમય પ્રાપ્ત થતાં શરીર ઉપર આવતા પરીષહો-ઉપસગો તથા વેદનાઓને સમતા પૂર્વક સહી શકતો નથી. પૂર્વે તપ આદિનો અભ્યાસ કરનાર તથા સમાધિની કામનાવાળો એવો મુનિ જો વૈષયિક- સુખોની ઈચ્છાને રોકે તો પરીષહોને અવશ્ય સમતાપૂર્વક સહન કરી શકે છે. 121] પૂર્વે શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિગઈ ત્યાગ. ઉણોદરી ઉત્કૃષ્ટ તપ આદિ કરીને ક્રમશઃ સર્વ આહારનો ત્યાગ કરનાર મુનિ મરણ કાલે નિશ્ચયનયરુપ પરશુના પ્રહાર વડે પરીષહની સેનાને છેદી નાખે છે. ૧૨૨]પૂર્વે ચારિત્ર પાલનમાં પ્રબળ પ્રયત્ન નહિ કરનાર મુનિને મરણ સમયે ઈન્દ્રિયો પડે છે. સમાધિમાં બાધા- ઉત્પન્ન કરે છે. આ રીતે તપ આદિનો પૂર્વ અભ્યાસ ન કરનાર મુનિ અંતિમ આરાધના વખતે કાયર ભયભીત બની મુંઝાય છે. [123] આગમનો અભ્યાસી મુનિ પણ ઈન્દ્રિયોની લોલુપતાવાળો બને, તો તેને મરણ વખતે સમાધિ કદાચ રહે યા ન પણ રહે, શાસના વચનો યાદ આવે તો સમાધિ રહે પણ ખરી પરન્ત ઈન્દ્રિયરસની પરવશતાને લઈને શાસ્ત્રવચનની સ્મૃતિ અસંભવિત હોવાથી પ્રાયઃ કરીને સમાધિ રહેતી નથી. [૧૨૪]અલ્પદ્યુતવાળો મુનિ પણ તપ વગેરેનો સુંદર અભ્યાસ કરેલો હોય તો સંયમ અને મરણની શુભ પ્રતિજ્ઞાને વ્યથા- વિના-સુંદર રીતે નભાવી શકે છે. [125) ઈન્દ્રિય સુખ-શાતામાં વ્યાકુલ ઘોર પરીસહોની પરાધીનતાથી ઘેરાયેલો,તપ વગેરેનો અભ્યાસી કાયરપુરૂષ અંતિમ આરાધનાના કાળે મુંઝાય છે. 126 પ્રથમથી જ સારી રીતે કઠોર તપ-સંયમની સાધના કરવા દ્વારા સત્ત્વશીલ બનેલા મુનિને મરણ સમયે વૃતિબળથી નિવારણ કરાયેલી પરીષહની સેના કંઈ પણ કરવા સમર્થ બની શકતી નથી. [૧૨૭]પ્રારંભથી જ કઠોર તપ-સંયમની સાધના કરનાર બુદ્ધિમાન મુનિ પોતાના ભાવિ હિતનો સારી રીતે વિચાર કરીને નિદાન-પૌગલિક સુખની આશંસાથી રહિત બની, કોઈપણ દ્રવ્ય-ક્ષેત્રાદિ વિષયક પ્રતિબંધ- નહિ રાખનાર એવો તે સ્વીકાર્યસમાધિ યોગને સારી રીતે સાધે છે. [૧૨૮]ધનુષ્યને ગ્રહણ કરીને, એના ઉપર ખેંચીને બાણ ચડાવી દઈને લક્ષ્ય પ્રત્યે સ્થિર મતિવાળો પુરૂષ પોતાની શિક્ષાને વિચારતો -રાધા વેધને વિંધે છે. [129 પરંતુ તે ધનુર્ધર પોતાના ચિત્તને લક્ષ્યથી અન્યત્ર લઈ જવાની ભૂલ * કરી બેસે તો પ્રતિજ્ઞાબદ્ધ હોવા છતાં રાધાના ચંદ્રક રુપ વેધ્યને વીંધી શકતો નથી. [૧૩]ચંદ્રકવેધ્યની જેમ મરણ સમયે સમાધિ પ્રાપ્ત કરવા માટે પોતાના આત્માને મોક્ષ માર્ગમાં અવિરાધિગુણવાળો અથર્ આરાધક બનાવવો જોઈએ. [૧૩૧]સમ્યગદર્શનની દઢતાથી નિર્મલ બુદ્ધિવાલા, તેમજ સ્વકૃત પાપોની આલોચના નિંદા-ગહ કરનારા, અંતિમ સમયે વર્તતા મુનિનું મરણ શુદ્ધ થાય છે. [૧૩]જ્ઞાનદર્શન અને ચારિત્રના વિષયમાં મારાથી થયેલા જે અપરાધોને, શ્રી જિનેશ્વર ભગવંતો સાક્ષાત જાણે છે, તે સર્વ અપરાધોની સર્વ ભાવથીઆલોચના કરવા હું ઉપસ્થિત થયો છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org