________________ ગાથા - 13 હિતની ગવેષણા કરે છે. તે મનુષ્યો સર્વ દુઃખનો પાર પામે છે. [૧૦૪]સંયમમાં અપ્રમત્ત બની જે પુરૂષ ક્રોધ, માન, માયા, લોભ, અરતિ અને દુર્ગછાને ખપાવી દે છે. તેઓ પરમ સુખને અવશ્ય પ્રાપ્ત કરે છે. ૧૦૫]અત્યન્ત દુર્લભ મનુષ્ય જન્મ મેળવીને પણ જે મનુષ્ય તેની વિરાધના કરે છે. જન્મને સાર્થક બનાવતો નથી, તે વહાણ ભાંગી પડવાથી દુઃખી થતા વહાણવટીઓની જેમ પાછળથી અત્યંત દુઃખી થાય છે. [૧૦]દુર્લભતર શ્રમણધર્મને પામી જે પુરૂષો મન, વચન અને કાયાના યોગથી તેની વિરાધના કરતા નથી, તેઓ દરિયામાં વહાણ મેળવનાર નાવિકની જેમ પાછલથી શોક પામતા નથી. f૧૦૭સર્વ પ્રથમ તો મનુષ્ય જન્મ મળવો દુર્લભ મનુષ્ય જન્મમાં બોધિ પ્રાપ્તિ દુર્લભ છે. બોધિ મળે તો પણ શ્રમણપણું અત્યન્ત દુર્લભ છે. [૧૦૮]સાધુપણું મલવા છતાં શાસ્ત્રોનું રહસ્યજ્ઞાન મળવું ઘણું દુર્લભ છે. જ્ઞાનનું રહસ્ય સમજાવા છતાં ચારિત્રની શુદ્ધિ થવી અતિ દુર્લભ છે. એથી જ જ્ઞાની પુરૂષો આલોચનાદિ કરવા દ્વારા ચારિત્રની વિશુદ્ધિ માટે સતત ઉદ્યમશીલ રહે છે. [૧૦]કેટલાક પુરૂષો સમ્યકત્વગુણની નિયમા પ્રશંસા કરે છે. કેટલાક પુરૂષો ચારિત્રની શુદ્ધિને વખાણે છે તો કેટલાક સમ્યગુ જ્ઞાનને વખાણે છે. [૧૧૦-૧૧૨]સમ્યકત્વ અને ચારિત્ર અને ગુણો સાથે પ્રાપ્ત થતાં હોય તો બુદ્ધિશાળી પુરૂષે તેમાંથી કયો ગુણ પ્રથમ કરવો જોઈએ ? ચારિત્ર વિના પણ સમ્યકત્વ હોય. જેમ કણ અને શ્રેણિક મહારાજાને અવિરતિપણામાં પણ સમ્યક્ત્વ હતું. પણ જેઓ ચારિત્રવાનું છે, તેઓને સમ્યકત્વ નિયમો હોય છે. ચારિત્રથી ભ્રષ્ટ થયેલાએ શ્રેષ્ઠતર સમ્યકત્વને અવશ્ય ધારણ કરી રાખવું જોઈએ. કેમકે દ્રવ્ય ચારિત્રને નહિ પામેલા પણ સિદ્ધ બની શકે છે, પરંતુ દર્શનગુણ રહિત જીવો સિદ્ધ થઈ શકતા નથી. [૧૧૩ઉત્કૃષ્ટ ચારિત્રને પાળનારા પણ કોઈક મિથ્યાત્વના યોગે સંયમ શ્રેણીથી પડી જાય છે, તો સરાગ ધર્મમાં વર્તતા-સમ્યગુદષ્ટિ તેમાંથી પતિત થઈ જાય એમાં શી નવાઈ? . [૧૧૪]જે મુનિની બુદ્ધિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓથી યુક્ત છે. અને જે રાગ દ્વેષ કરતો નથી, તેનું ચારિત્ર શુદ્ધ બને છે. [૧૧૫]તે ચારિત્રની શુદ્ધિ માટે સમિતિ અને ગુપ્તિના પાલન રુપ કાર્યમાં પ્રયત્નપૂર્વક ઉદ્યમ કરો. તેમજ સમ્યગુદર્શન, ચારિત્ર અને જ્ઞાનની સાધનામાં લેશમાત્ર પ્રમાદ ન કરો..! [૧૧]આ રીતે ચારિત્રધર્મના ગુણો-મહાન લાભો મેં ટુંકમાં વર્ણવ્યા છે. હવે સમાધિમરણના ગુણ વિશેષો ને એકાગ્ર ચિત્તે સાંભલો. [૧૧૭-૧૨-જેમ અનિયંત્રિત-ઘોડા ઉપર બેઠેલો અજાણ-પૂરૂષ શત્રુ સૈન્યને પરાસ્ત કરવા કદાચ ઈચ્છે, પરંતુ તે પુરૂષ અને ઘોડો અગાઉ તેવી તાલીમ અને અભ્યાસ નહિ કરવાથી સંગ્રામમાં શત્રુ સૈન્યને જોતાંની સાથે જ નાશી જાય છે, તેમ પૂર્વે સુધાદિ પરીષહો, લોચાદિ કષ્ટો અને તપનો અભ્યાસ નથી કર્યો. એવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org