________________ ગાથા -95 [૯૫-૯૬]મેઘની ગર્જના અશ્વ હૃદયગત વાયુ-અને વિદ્યુતની જેમ દુગ્રંહ્ય ગૂઢહૃદયવાળી આર્થીઓ જે ગચ્છમાં અટકાવ રહિત કાર્ય કરે છે, જે ગચ્છની અંદર ભોજન સમયે સાધુની મંડળીમાં સાધ્વીઓ આવે છે, તે ગચ્છ નથી પણ ઢિયા રાજ્ય છે. [૭]સુખે બેઠેલા પંગુ માણસની જેમ જે મુનિના કષાયો બીજાના કષાયોવડે પણ ઉદ્દીપન ન થાય, તેને હે ગૌતમ ગચ્છ જાણવો. ૯િ૮]ધર્મના અત્તરાયથી ભય પામેલા અને સંસારની અંદર રહેવાથી ભય પામેલા મુનિઓ મુનિના ક્રોધાદિ કષાયોને ઉદીરે નહિ તે ગચ્છ જાણવો. ૯િ]કદાચ કોઈ કારણથી અગર કારણવિના મુનિયોને કષાયનો ઉદય આવે, અને ઉદયને રોકે, અને તદનન્તર ખમાવે, તેને હે ગૌતમ ! ગચ્છ જાણવો. [120]દાન-શીલ-તપ-અને ભાવના, એ ચાર પ્રકારના ધર્મના અન્તરાયથી ભય પામેલા ગીતાર્થ સાધુઓ જે ગચ્છમાં ઘણા હોય, તેને હે ગૌતમ! ગચ્છ કહેલ છે. ૧૦૧-૧૦૨]વળી હે ગૌતમ ! જે ગચ્છમાં ઘંટી-ખાંડણીયો-ચૂલો-પાણીયારૂઅને સાવરણી, આ પાંચ વધસ્થાનોમાનું એક પણ હોય, તો તે ગચ્છ મન-વચનકાયાથી તજીને અન્ય સારા ગચ્છમાં જવું. ખાંડવા વિગેરેના આરંભમાં પ્રવર્તેલા અને ઉજ્વળવેશ ધારણ કરનારા ગચ્છની સેવા ન કરવી, પણ જે ગચ્છ ચારિત્રગુણોથી ઉજવળ હોય તેની સેવા કરવી. 103 વળી જે ગચ્છની અંદર મુનિયો ક્રયવિક્રય આદિ કરે-કરાવે ને અનુમોદે તે મુનિયો સંયમભ્રષ્ટ જાણવા. હે ગુણસાગર ગૌતમ ! તેવાઓને વિશ્વની પેઠે દૂરથી જ તજી દેવા જોઈએ. [104-105 આરંભમાં આસક્ત, સિદ્ધાન્તમાં કહેલ અનુષ્ઠાન કરવામાં પરાશ્મુખ અને વિષયોમાં લંપટ એવા મુનિઓનો સંગ મૂકીને હે ગૌતમ ! સુવિહિત મુનીઓના સમુદાયમાં વસવું. સન્માર્ગ પ્રતિષ્ઠિત ગચ્છને સખ્યપ્રકારે જોઈને તેવા સન્માર્ગગામી ગચ્છમાં પક્ષ-માસ-અથવા જીવનપર્યન્ત વસવું, કેમકે હે ગૌતમ ! તેવો ગચ્છ સંસારનો ઉચ્છેદ કરનાર છે. [૧૦૬-૧૦જે ગચ્છની અંદર ક્ષુલ્લક-અથવા નવદીક્ષિત શિષ્ય-અગર એકલો યુવાન યતિ ઉપાશ્રયનું રક્ષણ કરતો હોય, તે ગચ્છમાંઅમે કહીએ છીએ કે મયદા કયાંથી હોય ? જે ગચ્છમાં એકલી ક્ષુલ્લક સાધ્વી, નવદીક્ષિત સાધ્વી, અગર એકલી યુવાન સાધ્વી ઉપાશ્રયનું રક્ષણ કરતી હોય, તે વિહારમાં ઉપાશ્રયમાં હું ગૌતમ ! બ્રહ્મચર્યની શુદ્ધિ કેવી હોય? અથતું ન હોય. [૧૦૮]જે ગચ્છની અંદર રાત્રિએ એકલી સાધ્વી બે હાથ માત્ર પ્રમાણ પણ ઉપાશ્રયની બહાર નીકળે ત્યાં ગચ્છની મર્યાદા કેવી હોય ? ન જ હોય. [૧૦૯ીજે ગચ્છની અંદર એકલી સાધ્વી પોતાના બંધુ મુનિ સાથે બોલે, અગર એકલો મુનિ પોતાની ભગિની સાધ્વી સાથે વાતચીત પણ કરે, તો હે સૌમ્ય ! તે ગચ્છને ગુણહીન જાણવો. [૧૧જે ગચ્છની અંદર સાધ્વી જ કાર મકારાદિ અવાચ્ય શબ્દો ગૃહસ્થની સમક્ષ બોલે છે, તે સાધ્વી પોતાના આત્માને પ્રત્યક્ષ રીતે સંસારમાં નાખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org