________________ 74 ગચ્છાચાર-(૧૧૦). [111] જે ગચ્છમાં રુષ્ટ થએલી એવી પણ સાધ્વી ગૃહસ્થના જેવી સાવધ ભાષાથી બોલે છે, તે ગચ્છને હે ગુણસાગર ગૌતમ ! શ્રમણગુણથી રહિત જાણવો. ૧૧૨]વળી જે સાધ્વી પોતાને ઉચિત એવાં શ્વેત વસ્ત્રો તજીને વિવિધરંગી, વિચિત્ર વસ-પાત્ર સેવે છે, તેને સાધ્વી નથી કહેલી. [૧૧૩જે સાધ્વી ગૃહસ્થ વિગેરેનું શીવવું તુણવું-ભરવું વિગેરે કરે છે અથવા પોતાને પર તેલ આદિનું ઉદ્વર્તન કરે છે. તેને પણ સાધ્વી નથી કહી. [૧૧૪-૧૧૫]વિલાસયુક્ત ગતિથી ગમન કરે, રૂ આદિથી ભરેલ તળાઈમાં ઓશીકાપૂર્વક પલંગ આદિમાં શયન કરે, તેલ આદિથી શરીરનું ઉદ્વર્તન કરે, અને જે સ્નાનાદિકથી વિભૂષા કરે, તેમજ ગૃહસ્થોના ઘેર જઈને કથા-વાત કહે, યુવાન પુરૂષોના આગમનને અભિનંદે તે સાધ્વીને જરૂર શત્રુ સમાન જાણવી. [૧૧]વૃદ્ધ અગર યુવાન પુરૂષોની આગળ રાત્રિએ જે સાથ્વી ધર્મ કહે તે સાધ્વીને પણ ગુણસાગર ગોતમ ! ગચ્છની શત્રુ તુલ્ય જાણવી. [૧૧૭]જે ગચ્છમાં સાધ્વીઓ પરસ્પર કલહ ન કરે અને ગૃહસથના જેવી સાવદ્ય ભાષા ન બોલે, તે ગચ્છને સર્વ ગચ્છોમાં શ્રેષ્ઠ જાણવો. [૧૧૮-૧૨૨]દેવસી –રાઈ -પાક્ષિક -ચાતુમાસિક અથવા સાંવત્સરિક જે અતિચાર જેટલો થએલો હોય તેટલો તે ન આલોચે અને મુખ્ય સાધ્વીની આજ્ઞામાં ન રહે, નિમિત્ત આદિનો પ્રયોગ કરે, ગ્લાન તથા નવદીક્ષિતને ઔષધ-વસ્ત્ર આદિવડે પ્રસન્ન ન કરે, અવશ્ય કરવાલાયક ન કરે, ન કરવા યોગ્ય અવશ્ય કરે, યતનારહિત ગમન કરે, પ્રામાન્તરથી આવેલ પ્રાહુણા સાધ્વીઓનું નિદૉષ અન્ન-પાનાદિવડે વાત્સલ્ય ન કરે, વિવિધ રંગી વસ્ત્રો સેવે તેમજ વિચિત્ર રચનાવાળા રજોહરણ વાપરે. ગતિ-વિભ્રમ આદિવડે સ્વભાવિક આકારનો વિકાર એવી રીતે પ્રગટ કરે કે જેથી યુવાનોને તો શું, પરન્તુ વૃદ્ધોનો પણ મોહોદય થાય. મુખ, નયન, હાથ, પગ, કક્ષા વિગેરે વારંવાર ધૂએ અને વસંતાદિ રંગના સમૂહથી બાળકોની પણ શ્રોત્રાદિ ઈન્દ્રિયોને હરણ કરે. આવી સાધ્વીઓ સ્વેચ્છાચારી જાણવી. " [123 ગચ્છમાં સ્થવિરા પછી તરૂણી અને તરૂણી પછી સ્થવિરા એમ એકએકના અંતરે સૂએ. તે ગચ્છને હે ગૌતમ ! ઉત્તમજ્ઞાન તથા ચારિત્રનો આધારરૂપ જાણવો. [૧૨૪-૧૨૬જે સાધ્વી કંઠપ્રદેશને પાણીથી ધૂએ. ગૃહસ્થોના મોતી વિગેરે પરોવે. બાળકો માટે વસ્ત્ર આપે, અથલા ઔષધ જડીબુટ્ટી આપે ગૃહસ્થોની કાર્યચિન્તા કરે, જે સાધ્વી હાથી, ઘોડા, ગધેડા આદિના સ્થાને જાય, અથવા તેઓ તેના ઉપાશ્રયે આવે, વેશ્યા સ્ત્રીનો સંગ કરે અને જેનો ઉપાશ્રય વેશ્યાના ગૃહસમીપે હોય તેને સાધ્વી ન કહેવી. તથા સ્વાધ્યાયયોગથી મુક્ત, ધર્મકથા કહેવામાં વિકથા કરે, ગૃહસ્થોને વિવિધ પ્રેરણા કરે, ગૃહસ્થના આસનપર બેસે અને ગૃહસ્થોનો પરિચય કરે તેને હે ગૌતમ સાધ્વી ન કહેવી. [૧૨૭-૧૨૮]પોતાની શિષ્યાઓ તથા પ્રાતીચ્છિકાઓને સમાન ગણનાર, પ્રેરણા કરવામાં આળસરહિત, અને પ્રશસ્ત પુરુષોને અનુસરનારી મહત્તરા સાધ્વી ગુણસંપન્ન જાણવી.સંવેગવાળી, ભીત પર્ષદાવાળી, કારણ પચ્ચે ઉગ્ર દંડ આપનારી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org