________________ ૭ર ગચ્છાચાર-[૭૭] જાણવો. ૭િ૮]વળી જે ગચ્છમાં અપવાદમાર્ગથી પણ હમેશાં પ્રાશક- નિર્જીવ પાણી સમ્યફપ્રકારે આગમવિધિએ ઈચ્છાય, તેને હે ગૌતમ ! ગચ્છ જાણવો. [૭૯-૮૦]ળ વિશુચિકા આદિમાંનો કોઈપણ વિચિત્ર રોગ ઉત્પન્ન થએ, જે ગચ્છમાં મુનિ અગ્નિ આદિ ન સળગાવે, તેને ગચ્છ જાણવો, પરતુ અપવાદપદે સારૂપિક આદિ અથવા શ્રાવકાદિ પાસે યતનાથી તેવું કરાવે. [૮૧-૮૨)પુષ્પ, બીજ, ત્વચા વિગેરે વિવિધ પ્રકારના જીવોનો સંઘટ તથા પરિતાપ આદિ જે ગચ્છમાં મુનિઓથી જરાપણ ન કરાતો હોય તે ગચ્છ જણવો. તથા હાંસી, ક્રીડા, કંદર્પ નાસ્તિકવાદ, અકાળે કપડાં ધોવાં,વંડી, ખાડા આદિ ઠેકવા, સાધુ શ્રાવક ઉપર ક્રોધાદિકથી લાંઘણ કરવી, વસ્ત્ર પાત્રાદિ પર મમતા અને અવર્ણવાદનું ઉચ્ચારણ એ વિગેરે જે ગચ્છમાં ન કરાય તે સમ્યગુ ગચ્છ જાણવો. ૮૩-૮૪]જે ગચ્છની અંદર કારણ ઉત્પન્ન થાય તો પણ વસ્ત્રાદિકનું અત્તર કરીને સ્ત્રીના હાથ આદિનો સ્પર્શ દ્રષ્ટિવિલ સર્પ અને જવલાયમાન અગ્નિની પેઠે તજી દેવાતો હોય તે ગચ્છ જાણવો. બાલિકા, વૃદ્ધા, પુત્રી, પૌત્રી, અથવા ભગિની, વિગેરેના શરીરનો સ્પર્શ થોડો પણ. જે ગચ્છમાં ન કરાય, હે ગૌતમ ! તેજ ગચ્છ છે. [૮૫-૮૬સાધુના વેષને ધરનાર, આચાર્યાદિ પદવીથી યુક્ત એવો પણ મુનિ જો સ્વયં સ્ત્રીના કરનો સ્પર્શ કરે, તો હે ગૌતમ જાણવું કે જરૂર તે ગચ્છ મૂળગુણથી ભ્રષ્ટ ચારિત્રહીન છે. અપવાદપદે પણ સ્ત્રીના કરનો સ્પર્શ આગમમાં નિષેધ્યો છે, પરન્તુ દીક્ષાનો અંત આદી થાય એવું કાર્ય ઉત્પન્ન થાય તો આગમોક્ત વિધિ જાણનારાએ સ્પર્શ કરાય તે ગચ્છ જાણવો. [૮૭અનેક વિજ્ઞાનાદિ ગુણયુક્ત, લબ્ધિસંપન્ન, અને ઉત્તમકૂળમાં જન્મેલ એવો પણ મુનિ ને પ્રાણાતિપાતવિરમણ આદિ મૂળગુણોથી રહિત હોય તેને ગચ્છમાંથી બહાર કાઢી મૂકાય તેને ગચ્છ જાણવો. [88-89] જે ગચ્છમાં સુવર્ણ, રૂપું, ધન, ધાન્ય, કામું તાંબુ, સ્ફટીક, પલંગ આદિ શયનીય. ખુરશી આદિ આસન અને સચ્છિદ્ર વસ્તુનો ઉપભોગ થતો હોય, તેમજ જે ગચ્છમાં મુનિને યોગ્ય શ્વેતવસ્ત્ર મૂકીને રાતાં તથા લીલાં પીળાં વસ્ત્રોનો ઉપયોગ થતો હોય તે ગચ્છમાં મર્યાદા કયાંથી હોય? []વળી જે ગચ્છમાં કારણે કોઈ ગૃહસ્થ આપેલ બીજાનું પણ સોનું રૂપું, ' અર્ધ નિમેષમાત્ર પણ હાથે સ્પર્શે નહિ. [૧]જે ગચ્છમાં આયઓએ મેળવેલ વિવિધ ઉપકરણ અને પાત્રા વિગેરે સાધુઓ કારણવિના પણ ભોગવે, તેને કેવો ગચ્છ કહેવો ? [૨]બળ અને બુદ્ધિને વધારનાર, પુષ્ટિકારક, અતિદુર્લભ એવું પણ ભૈષજ્ય સાધ્વીએ પ્રાપ્ત કરેલું સાધુઓ ભોગવે, તો તે ગચ્છમાં મદદ ક્યાંથી હોય? ૩િ]જે ગચ્છમાં એકલો સાધુ એકલી સ્ત્રી અથવા સાધ્વી સાથે રહે તેને હે ગૌતમ ! અમે વિશેષે કરીને મયદારહિત ગચ્છ કહીએ છીએ. ૪]દઢચારિત્રવાળી, નિલભી, ગ્રાહ્યવચના, ગુણ સમુદાયવાળી, એવી પણ મહત્તરા સાધ્વીને જે ગચ્છમાં એકલો સાધુ ભણાવે છે, તે અનાચાર છે, ગચ્છ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org