________________ અધ્યયન-૪ 301 સુવાડવાવડે વાવતુ તેમના મૂત્રવડે યાવતુ દુષ્ટ પ્રતિવડે યાવત મલિન શરીરવાળી થયેલી હોવાથી ભોગ ભોગવવા સમર્થ થતી નથી. તેથી હે આયઓ ! તમારી પાસે હું ધર્મ સાંભળવા ઈચ્છું છું. ત્યારપછી તે આયડિઓ સોમા બ્રાહ્મણીને વિચિત્ર પ્રકારનો યાવતુ કેવળી ભગ. વાને પ્રરૂપેલો ધર્મ કહેશે. ત્યારપછી તે સોમા બ્રાહ્મણી તે આયઓની પાસે ધર્મ સાં ભિળી ઉદયમાં ઘારી હૃષ્ટ તુ યાવતુ હૃદયમાં આનંદ પામી તે આયીઓને વંદના કરશે, નમસ્કાર કરશે. વંદના નમસ્કાર કરી તે આ પ્રમાણે બોલશે- “હે આયઓિ ! તે એમ જ છે યાવતુ જે આ ધર્મ તમે કહો છો તે તેમ જ છે. વિશેષ એ કે હે આયઓ ! હું રાષ્ટ્રકૂટની રજા લઉં. ત્યારપછી હું દેવાનુપ્રિય એવી તમારી પાસે મુંડિત થઇને યાવતુ પ્રવ્રુજિત થાઉં. આયઓ કહેશે કે હે દેવાનુપ્રિયા ! તને જેમ સુખ ઉપજે તેમ કર. આ ધર્મના કાર્યમાં પ્રતિ. બંધ ન કર. ત્યારપછી તે સોમા બ્રાહ્મણી તે આયઓિને વંદના કરશે, નમસ્કાર કરશે, ત્યારપછી તે સોમા બ્રાહ્મણી જ્યાં રાષ્ટ્રકૂટ હશે ત્યાં આવશે. તેને બે હાથ જોડી આ પ્રમાણે કહેશે આ પ્રમાણે નિશે હે દેવાનુપ્રિય ! મેં આયઓની પાસે ધર્મ સાંભળ્યો છે. તે ધર્મ મને ઈષ્ટ છે યાવત્ રુચે છે. તેથી હું હે દેવાનુપ્રિય! તમોએ આજ્ઞા આપી સતી સુવ્રતા આયની સમીપે પ્રવ્રજિત થવાને-દશ્ન લેવાને ઈચ્છું છું. ત્યારપછી તે રાષ્ટ્રકૂટ સોમા બ્રાહ્મણીને આ પ્રમાણે કહેશે હે દેવાનુપ્રિય ! તું હમણાં મુંડ થઈને યાવત્ ધ્વજ્યા ગ્રહણ ન કર. હાલ તો પ્રથમ હે દેવાનુપ્રિયા ! મારી સાથે વિસ્તાર વાળા કામભોગને ભોગવે. ત્યારપછી ભોગ ભોગવીને સુવ્રતા આની પાસે મુંડ થઈને યાવત્ પ્રવ્રજ્યા લેજે. ત્યાર પછી તે સોમા બ્રાહ્મણી રાષ્ટ્રકૂટના આ અર્થને અંગીકાર કરશે. ત્યારપછી તે સોમાં. બ્રાહ્મણી સ્નાન કરી વાવતુ શરીરની વિભૂષા કરી દાસી ઓના સમૂહથી પરિવરી સતી પોતાના ધરથી નીકળશે. નીકળીને વિભેલ ગામની મધ્યે થઈને જ્યાં સુવ્રતા આયનો ઉપાશ્રય હશે ત્યાં આવશે. આવીને સુવ્રતા આયને વંદના કરશે, નમસ્કાર કરશે. તેમની પપાસના સેવા કરશે. ત્યારપછી તે સુવ્રતા આયા સોમા બ્રાહ્મણીને વિચિત્ર પ્રકારનો કેવલી ભગવાને પ્રરુપેલો ધર્મ કહેશે કે જે પ્રકારે જીવો કમને બાંધે છે વિગેરે. ત્યારપછી તે સોમા બ્રાહ્મણી સુવ્રતા આર્યો પાસે યાવતુ બાર પ્રકારના શ્રાવક ધર્મ અંગીકાર કરશે. સુવ્રતા આયને વંદન નમસ્કાર કરીને પોતાને ઘેર જશે. ત્યાર પછી સોમા બ્રાહ્મણી શ્રાવિકા થઇ જીવાજીવના સ્વરૂપને જાણીને યાવતું પોતાના આત્માને ભાવિત કરતી વિચરશે. ત્યારપછી તે સુવ્રતા એકદા કદાચિત અનુક્રમે વિહાર કરતી સતી ફરીથી યાવતું. વિભેલ ગામમાં આવશે. ત્યારપછી તે સોમા બ્રાહ્મણી આ કથાનો અર્થ પામી સતી હૃષ્ટ તુષ્ટ થઈ સ્નાન કરી યાવતુ તે જ પ્રમાણે નીકળશે. યાવતુ તેને વંદના કરશે નમસ્કાર કરશે. વાંદી નમસ્કાર કરી ધર્મ સાંભળી પાવતુ કે હું રાષ્ટ્રકૂટની રજા લઉં. પછી તમારી પાસે પ્રવા ગ્રહણ કરું. ત્યારે આ કહેશે કે-જેમ સુખ ઉપજે તેમ કર. ત્યારપછી તે સોમા. બ્રાહ્મણી સુવતા આયને વંદના કરશે નમસ્કાર કરશે. નીકળીને જ્યાં પોતાનું ઘર હશે અને રાષ્ટ્રકૂટ હશે ત્યાં આવશે. આવીને બે હાથ જોડી તે જ પ્રમાણે રજા માગશે યાવતુ હું પ્રવ્રજ્યા લેવા ઈચ્છું છું એમ કહેશે. તે સાંભળી રાષ્ટ્રકૂટ કહેશે કે હે દેવાનુપ્રિયા ! જેમ તને સુખ ઉપજે તેમ કર. વિલંબ ન કર. ત્યાર પછી તે રાષ્ટ્રકૂટ વિસ્તારવાળું અશન તે જ પ્રકારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org