________________ અધ્યયન-૪ 29 અશ્વેગન વિગેરે કરતી સતી યાવતુ પૌત્રીની પિપાસાને અનુભવતી વિચરવા લાગી રહેવા લાગી. ત્યારપછી તે સુભદ્રા આયએ પાસત્યા એટલે શિથિલ આચારવાળી, પાસત્ય વિહારવાળી.એજ પ્રમાણે ઓસન્ના એટલે સંયમ પાળવામાં કાયર, સત્ર વિહારવાળી, કુશીલા એટલે દુરાચારવાળી, કુશીલ વિહારવાળી, સંસક્ત એટલે જ્ઞાના દિકની વિરાધના કરવાવાળી, સંસક્ત વિહારવાળી, યથાશ્ચંદા એટલે ઈચ્છા પ્રમાણે વર્તવાવાળી અને યથાશ્ચંદ વિહારવાળી થઈ ધણા વર્ષો સુધી ચારિત્ર પયરય પાળ્યો, પાળીને અર્ધ માસની સંખના વડે છેદીને તે અનાચારના સ્થાનકની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાળસમયે કાળ કરીને સૌધર્મકલ્પ નામના પહેલા દેવલોકમાં બહુપત્રિકા નામના વિનામમાં ઉપપાતસભામાં દેવશધ્યાને વિષે દેવદૂષ્ય વસ્ત્રની અંદર અંગુલના અસંખ્યાતા ભાગમાત્રની અવગાહનાએ બહુપત્રિકાદેવીપણે ઉત્પન્ન થઈ. પાંચ પ્રકારની પતિએ યાવતુ ભાષાપતિ અને મનપયાતિવડે પરિપૂર્ણ થઈ. આ. પ્રમાણે નિશે હે ગૌતમ! બહુપુત્રિકા દેવીને તે દિવ્ય દેવઋદ્ધિ યાવતુ પ્રાપ્ત થઈ છે. ગૌતમસ્વામી પૂછે છે તે-“હે ભગવાન!ક્યા અર્થે કરીને આ પ્રમાણે બહુપત્રિકા દેવી બહુપુત્રિકા દેવી નામે કહેવાય છે? હે ગૌતમ! બહુપુત્રિકા દેવી જ્યારે જ્યારે શક્ર દેવેંદ્ર દેવરાજની સભામાં નાટક કરાવા જાય છે ત્યારે ત્યારે તે ધણા દારક, ઘરિકા, હિંભ અને હિંભકાઓને વિદુર્વે છે. વિક્ર્વને જ્યાં શક્ર દેવેંદ્ર દેવરાજ હોય છે ત્યાં આવે છે. આવીને શક્ર દેવેંદ્ર દેવરાજને તે દિવ્ય દેવદિને દિવ્ય દેવહુતિને અને દિવ્ય દેવપ્રભાવને દેખાડે છે, તેથી તે અર્થે કરીને હે ગૌતમ ! આ પ્રમાણે બહુપુત્રિકા દેવી બહુપુત્રિકા નામની જ દેવી કહેવાય છે. હે ભગવાન! બહુપુત્રિકા દેવીની કેટલો કાલ સ્થિતિ કહી છે? હે ગૌતમ ! ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. હે ભગવાન!બહુપત્રિકા દેવી તે દેવલોકથી આયુષ્યને ક્ષયે, સ્થિતિને ક્ષયે અને ભવને ક્ષયે તરત જ આવીને ક્યાં જશે ? કયાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! આ જ જેબૂદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રને વિષે વિંધ્ય પર્વતના મૂળ માં વિભેલ નામના ગામમાં બ્રાસ્કાના કુળમાં પુત્રીપણે ઉત્પન્ન થશે. ત્યારપછી તે પુત્રી ના માતાપિતા અગ્યાર દિવસ વીતી જશે,યાવતું બાર દિવસ વીતી જશે ત્યારે આવા પ્રકારનું તેણીનું નામ પાડશે કે અમારી આ પુત્રીનું સોમા એવું નામ હો.. ત્યારપછી તેણીના માતાપિતા બાલ્યપણાથી મુક્ત થયેલી, પરિણતમાત્ર ઉપ ભોગના જ્ઞાનવાળી અને યૌવન અવસ્થાને પામેલી તે સોમા પુત્રને પ્રતિકૂજિત શુલ્ક કરીને એટલે કહેલા દ્રવ્યે કરીને અથતિ ઘણું એવું પણ વાંછિત દ્રવ્ય આપીને અને ઘણા આભરણાદિકથી ભૂષિત કરીને તથા પ્રતિરુપે કરીને એટલે આ મારી પત્રી પ્રિયભાષ પણાએ કરીને તમારે યોગ્ય છે ઈત્યાદિક અનૂકુલ વિનયે કરીને પોતાના ભાણેજ રાષ્ટ કૂટને ભાયપણે આપશે. તે તેની ભાયી થશે. કેવી ? ઈટા-વહાલી, કમનીયપણું હોવાથી કાંતા, યાવતુ ગ્રહણ કરવા લાયક હોવાથી આભરણના કડીયા સમાન. તૈલકેલ એટલે સૌરાષ્ટ્ર દેશમાં પ્રસિદ્ધ એવું તેલ ભરવાનું માટીનું વાસણ, તેને ભાગી જવાના ભયથી. અને લોટવાના ભયથી સારી રીતે રક્ષણ કરવામાં આવે છે તેની જેવી આ પણ રક્ષણ કરાશે, વસ્ત્રની પેટીની જેમ સારાં સારાં વસ્ત્રોથી શોભિત રહેશે, ઈદ્રનીલાદિક રત્નના કરંડીયાની જેમ સારી રીતે રક્ષણ કરાશે અને આને શીત વિગેરે યાવત વિવિધ પ્રકારના રોગાતકો સ્પર્શ કરો એમ ધારીને સારી રીતે સંગોપિત કરશે. ત્યારપછી તે સોમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org