________________ પન્નવણા - 2-2 27 કોટાકોટી યોજન લાંબો અને પહોળો છે. તથા તેની પરિધિ અસંખ્યાતા કોટકોટી યોજના છે. તે સર્વ રત્નમય, સ્વચ્છ યાવતુ-પ્રતિરૂપ છે. ત્યાં સૌધર્મ દેવોના બત્રીશ લાખ વિમાનો છે તે વિમાનો સર્વ રત્નમય, યાવતુ પ્રતિરૂપ છે. તે વિમાનોના બરોબર મધ્ય ભાગમાં પાંચ અવતંસક વિમાનો કહ્યાં છે.- અશોકાવાંસક, સતપણાંવ તંસક, ચંપકા વતંક, ચૂતાવાંસક,અને તેઓના મધ્યભાગમાં સૌધમવતંસક છે, તે અવતંસક વિમાનો સર્વ રત્નમય, સ્વચ્છ યાવતુમ્રતિરૂપ છે. અહીં પતિ અને અપ યતા સૌધર્મ દેવોના સ્થાનો છે. તેઓ ત્રણેને-ઉપપાત, સમુદુઘાત અને સ્વસ્થાનને આશ્રીય લોકના અસંખ્યાતમાં ભાગે છે. ત્યાં ઘણા સૌધર્મ દેવો રહે છે. મહાદ્ધિવાળા યાવતું પ્રકાશિત કરતા તેઓ પોતપોતાના ત્યાં રહેલા લાખો વિમાનોનું, પોતપોતાના હજારો સામાનિક દેવોનું પોતપોતાના ત્રાયસ્ત્રિશક દેવોનું, એ પ્રમાણે જેમ સામાન્ય દેવોનું વર્ણન કર્યું તેમ સૌધર્મ દેવોનું પણ જાણવું. અહીં દેવેન્દ્ર દેવનો રાજા શક્ર રહે છે. જેણે હાથમાં વજ ધારણ કરેલું છે એવા, પંરદર, શતકતું, સહસ્ત્રાક્ષ, મધવા, પાકશાસન અને લોકના દક્ષિણાર્ધનો અધિપતિ છે. તે બત્રીસ લાખ વિમાનોનો અધિપતિ, એરાવણવાહનવાળો, દેવોનો ઇન્દ્ર, તથા ૨જરહિત આકાશના જેવા સ્વચ્છ વસ્ત્રોને ધારણ કરનાર, જેણે માળા અને મુકુટ પહેરેલા છે એવો, નવા સુવર્ણના જેવા સુંદર, અદભુત અને ચંચલ કુંડલો વડે જેના ગંડસ્થળો ઘસાય છે એવા, મહાઋદ્ધિવાળો, યાવત્ દસ દિશાઓને પ્રકાશિત કરતો ત્યાં બત્રીસ લાખ વિમાનોનું, ચોરાશી હજાર સામાનિક દેવોનું, તેત્રીશ ત્રાયસ્ત્રિક દેવોનું, ચાર લોકપાલોનું, પરિવાર સહિત આઠ અગ્રમહિષીઓનું, ત્રણ પરિષદોનું, સાત સેનાઓનું, સાત સેનાધિપતિ ઓનું, સોળ હજાર આત્મરક્ષક દેવોનું તથા બીજા અન્ય સૌધર્મકલ્પવાસી દેવો અને દેવીઓનું અધિપતિપણું કરતો વિહરે છે. [228] હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા ઇશાન દેવોના ક્યાં સ્થાનો છે ?હે ગૌતમ! જંબૂદ્વીપ નામે દ્વીપમાં મેરુપર્વતની ઉત્તરે આ રત્નપ્રભા પૃથિવીના બરોબર સમ અને રમણીય ભૂમિ ભાગથી ઉપર ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓ સંબંધી સેંકડો યોજન, હજારો યોજન યાવતુ ઉપર જઈને અહીં ઈશાન નામે દેવલોક આવેલા છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ અસંખ્યાતા યોજનપ્રમાણ છે-ઈત્યાદિ સૌધર્મ કલ્પ સંબન્ધ કહ્યું છે તેમ ત્યાં ઈશાન દેવોના અઠયાવીસ લાખ વિમાનો છે તે વિમાનો સર્વ રત્નમય યાવતુ-પ્રતિરૂપ છે. તેઓના બરોબર મધ્ય ભાગમાં પાંચ અવતસક વિમાનો કહ્યાં છે.- અંકાવતંક, સ્ફટિકાવવંસક, રત્ના વતંક, જાતરૂપાવતુંસક અને તેઓના મધ્યભાગમાં ઈશાનવતંસક છે. તે અવ તંસક વિમાનો સર્વ રત્નમય યાવતુપ્રતિરૂપ છે. અહીં પયપ અને અપર્યાપ્ત ઈશાન દેવોના સ્થાનો કહેલાં છે. તેઓ ઉપપાત, સમુદ્યાત અને સ્વસ્થાન એ ત્રણેને આશ્રીને લોકના અસંખ્યાતમા ભાગમાં છે. બાકી બધું સૌધર્મદિવલોક સમ્બન્ધ કહ્યું છે તેમ જાણવું. અહીં ઇશાન નામે દેવેન્દ્ર અને દેવરાજ રહે છે. જેણે હાથમાં શૂલ ધારણ કરેલું છે એવો, અને જેનું વાહન વૃષભ છે એવા, લોકના ઉત્તર અર્ધભાગનો આધિપતિ અને 28 લાખ વિમાનોનો સંવામી છે. તે રજહતિ આકાશના જેવા (સ્વચ્છ) વસ્ત્રો ધારણ કરે છે. બાકી બધું શક્ર સંબંધે કહ્યું છે તેમ જાણવું તે ત્યાં અઠ્યાવીશ લાખ વિમાનોનું,એશી હજાર સામાનિકો દેવોનું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org