________________ પદ-૨ 215 વર્ણના છે અને તેઓ સ્થિતલેશ્યાવાળા છે. જેઓ ફરવાના સ્વભાવવાળા છે તેઓ નિરંતર મંડલરૂપે ગતિ કરનારા, પ્રત્યેકના નામના લાંછન વડે મુકુટમાં પ્રકટ કરેલું ચિહ્ન જેઓને છે એવા, મહાદ્ધિવાળા, યાવતુ શોભતા ત્યાંના પોતપોતાની લાખો વિમાના વાસોનું, પોતપોતાના હજારો સામાનિક દેવોનું, પોતપોતાની પરિવાર સહિત અગ્નમહિષીઓનું, પોતપોતાની પાર્ષદોનું, પોત પોતાના સૈન્યોનું, પોતપોતાના સેનાધિ પતિઓનું, પોતપોતાના હજારો આત્મરક્ષક દેવોનું, અને બીજા ઘણા જ્યોતિર્ષિક દેવો અને દેવીઓનું અધિપતિપણે કરતા યાવતું વિહરે છે. અહીં ચન્દ્ર અને સૂર્ય એ બે જ્યોતિષ્કના ઈન્દ્રો અને જ્યોતિષ્કના રાજાઓ રહે છે. તેઓ મહાદ્ધિવાળા, યાવતુ શોભતા પોતપોતાના લાખો જ્યોતિષ્કના વિમાના વાસોનું, ચાર હજાર સામાનિક દેવોનું,પરિવાર સહિત ચાર અમહિષીઓનું, ત્રણ પર્ષદોનું, સાત પ્રકારના સભ્યોનું, સાત સેનાધિપતિઓનું, સોળ હજાર આત્મરક્ષક દેવોનું, ચાવતુ-અન્ય ઘણા જ્યોતિષ્ક દેવો અને દેવો અને દેવીઓનું આધિપતિપણું કરતા યાવતુ-વિહરે છે. [22] હે ભગવન્! પર્યાપ્તા અને અપતિ વૈમાનિકો દેવોના ક્યાં સ્થાનો કહેલાં છે? હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથિવીના બહુ સરખા અને રમણીય ભૂમિભાગથી ઉપર ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓ સંબધી ઘણા સેંકડો યોજન, ઘણા હજારો યોજનો, ઘણા લાખો યોજના, ઘણા ક્રોડ યોજનો ઘણી કોડાકોડી યોજનો ઉપર જઇએ એટલે અહીં સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્ર, બહ્મલોક, લાંતક, મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અશ્રુત, રૈવેયકો અને અનુત્તરોમાં વૈમાનિક દેવોના 8497023 વિમાનાવાયો છે તે વિમાનો સર્વ રત્નમય, સ્વચ્છ, કોમળ, નિષ્પ, ધસેલાં, સાફ કરેલાં, રજરહિત, નિર્મલ, નિષ્પક, નિરાવરણ દીપ્તિવાળાં, પ્રભાસહિત, શોભાસહિત, ઉદ્યોત સહિત, પ્રસન્નતા કરનારા, દર્શનીય, અભિરુપ અને પ્રતિરુપ છે. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા વૈમાનિકો દેવોના સ્થાનો કહેલાં છે. ઉપરાંત, સમુદ્યાત અને સ્વસ્થાન એ ત્રણેને આશ્રીને લોકના અસંખ્યાતમા ભાગમાં છે, ત્યાં ઘણા વૈમાનિક દેવો રહે છે. તે આ પ્રમાણે સૌધર્મઇશાન, સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અશ્રુત, રૈવેયક અને અનુત્તરોપપાતિક, અને તે અનુક્રમે મૃગ, મહિષ, વરાહ, સિંહ, બકરો, દેડકો, ઘોડો, હાથી, ભુજગ- ગેડો. બળદ, વિડિમ મૃગવિશેષ રુપ ચિહ્નો જેઓએ મુકુટમાં પ્રકટ કરેલાં છે એવા, શિથિલ શ્રેષ્ઠ મુકુટ અને કિરીટને ધારણ કરનારા, જેઓએ ઉત્તમ કુંડલો વડે મુખને પ્રકાશિત કર્યું છે એવા, મુકુટવડે શોભા પ્રાપ્ત કરી છે એવા, રક્ત પ્રકાશવાળા, પવના જેવા ગૌર, શ્વેત, શુભ વર્ણ ગંધ અને સ્પર્શવાળા, ઉત્તમ વૈક્રિય શરીરવાળા, શ્રેષ્ઠ વગંધ, માળા અને વિલેપન ધારણ કરનારા મહાદ્ધિવાળ ઈત્યાદિ વર્ણન ભવનપતિ દેવોની જેમ “યાવતુ. વિહરે છે ત્યાં સુધી જાણવું. [27] હે ભગવન્! પર્યાપ્તા અને અયતા સૌધર્મ દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ ! જંબૂદ્વીપ નામે દ્વીપમાં મેરુપર્વતની દક્ષિણે આ રત્નપ્રભા પૃથિવીના બહુ સમ અને રમણીય ભૂમિના ભાગથી યાવત્ ઉપર દૂર ગયા પછી અહીં સૌધર્મ નામે દેવલોક આવે છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. તે અર્ધચંદ્રની આકૃતિ વાળો, ‘કિરણોની માળા અને-કાન્તિના સમૂહના જેવા વર્ણવાળો છે. તે અસંખ્યાતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org