________________ 214 પન્નવણા - 2224 “કાલ અને મહાકાલ, સરુપ અને પ્રતિરૂપ, પૂર્ણભદ્ર અને મણિભદ્ર, ભીમ અને મહાભીમ, કિન્નર અને ફિંપુરૂષ, સન્દુરુષ અને મહા પુરુષ, અતિકાય અને મહાકાય તથા ગીતરતિ અને ગીતયશ.” હે ભગવન્! અણપત્રિક દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવનું અણપત્રિક દેવો ક્યાં રહે છે ? હે ગૌતમ! આ રત્ન પ્રભા પૃથિવીના હજાર યોજન જાડા રત્નમય કાંડાની ઉપર અને નીચે સો સો યોજન મૂકીને વાવ-આઠસો યોજનમાં અણપત્રિક દેવોના તીરછા અસંખ્ય લાખ ભૂમિ સંબન્ધી નગરો છે એમ કહ્યું છે. તે નગરો યાવતુ-પ્રતિરૂપ છે. ત્યાં અણપત્રિક દેવોના સ્થાનો છે. તે ઉપપાત, સમુદ્રઘાત અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમાં ભાગને વિષે છે. ત્યાં ઘણા અણપનિક દેવો રહે છે. તેઓ મહાદ્ધિવાળા ઇત્યાદિ વર્ણન પિશાચોની જેમ જાણવું. અહીં સન્નિહિત અને સામાન્ય એ બે અણ પત્રિકોના ઈન્દ્ર અને અણપત્રિક દેવોના રાજા રહે છે. તેઓ મહાદ્ધિવાળા-એ પ્રમાણે જેમ દક્ષિણના અને ઉત્તરના પિશાચના ઈન્દ્ર કાલ અને મહાકાલ સંબંધે કહ્યું છે તેમ સંનિહિત અને સામાન્ય ઈન્દ્ર સંબંધે પણ કહેવું. “અણ પત્રિક, પણપત્રિક, ઋષિવાદી, ભૂતવાદી, કંદિત, મહાકંદિત, કોહંડ અને પંતગ એ વાન વ્યત્તર દેવો છે. તેઓ ના આઈન્દ્રો સબ્રિહિત, સામાન્ય, ઘાતા, વિધાતા, ઋષિ, ઋષિપાલ, ઈશ્વર, મહેશ્વર, સુવત્સ, વિશાલ, હા, હાસતિ, શ્વેત, મહાશ્વેત, પતંગ, અને પતંગપતિ એ અનુક્રમથી જાણવા. [225 હે ભગવન્! પર્યાય અને અપયત જ્યોતિષિક દેવોના સ્થાનો ક્યાં છે? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથિવીના અત્યંત સમસરખા અને રમણીય ભૂમિના ભાગથી સાતસો નેવું યોજન ઉપર જઈએ એટલે એકસો દસ યોજન પહોળા અને તીરછા અંસખ્યાતા યોજન પ્રમાણ ક્ષેત્રમાં જ્યોતિર્ષિક દેવોના-નિવાસ છે. અહીં જ્યોતિષિક દેવોના તીરછા અસંખ્યાતા લાખ જ્યોતિ ષિક વિમાનો છે એમ કહ્યું છે. તે વિમાનો અરધા કોઠાની આકૃતિવાળા, સર્વસ્ફટિકમય, અમ્યુક્મતા- ઉનૃતા-પ્રભા વડે ધોળાં વિવિધ પ્રકારના મણિ, કનક અને રત્નોની રચના વડે વિચિત્ર, વાયુ વડે કંપિત થયેલી વિશ્વની સૂચક વૈજયન્તી નામે પતાકા અને ઉપર રહેલા છત્રો વડે યુક્ત, ઉંચા ગગનતલનું ઉલ્લંઘન કરનારા જેઓના શિખરો છે એવાં, જાળીઓના વચ્ચેના ભાગમાં રત્નો ઓને છે એવાં, તથા પાંજરાથી બહાર કાઢેલા હોય તેવા શું મણિ અને કનકના સ્કૂપિકા- શિખરો જેઓનાં છે એવાં, વિકસિત-ખીલેલા શતપત્રો, પુંડરીકો, તિલકો અને રનમય અર્ધ ચન્દ્રો વડે વિચિત્ર અનેક પ્રકારની મણિમય માળાઓ વડે સુશોભિત. અંદર અને બહાર કોમળ, તપનીય સુવર્ણની મનહર વાલુકોના પ્રસ્ત ભૂમિપીઠ જેઓને વિષે છે એવાં, સુખકર સ્પર્શવાળા, શોભાયુક્ત, સુંદર રૂપવાળાં, પ્રસન્નતા ઉત્પન્ન કરનાર, દર્શનીય, અભિરુપ અને પ્રતિરુપ છે. અહીં પ્રયતા અને અપયા જ્યોતિષિક દેવોના સ્થાનો કહેલાં છે. તેઓ ઉપપાત,સમુદ્યાત અને સ્વ સ્થાન-એ ત્રણેની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા જ્યોતિર્ષિક રહે છે. તે આ પ્રમાણે-બૃહસ્પતિ, ચન્દ્ર, સૂર્ય શુક્ર, શનૈશ્વર, રાહુ, ધૂમકેતુ, બુધ, અંગારક મંગળ, તેઓ તપાવેલા તપનીય-સુવર્ણના જેવા વર્ણવાળા છે. ઈત્યાદિ જે ગ્રહો જ્યોતિશ્ચક્રમાં ફરે છે, ગતિમાં પ્રીતિવાળા કેતુઓ તથા અઠયાવીશ પ્રકારના નક્ષત્ર દેવગણો છે તે બધા અનેક પ્રકારની આકૃતિવાળા છે. તારાઓ પાંચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org