________________ પદ-૨ 213 દશ દિશાઓને ઉદ્યોતવાળી કરતા,શોભતા ત્યાં પોતપોતાના અંસખ્યાતા લાખો ભૂમિસંબંધી નગરાવાસોનું, પોતપોતાના હજારો સામાનિક દેવોનું, પોતપોતાની અગ્રમહિષીઓનું. પોતપોતાની પાર્ષદોનું. પોતપોતાના સૈન્યનું, પોતપોતાના સેનાધિ પતિઓનું, પોતપોતાના હજારો આત્મરક્ષક દેવોનું અને બીજા ઘણા વાણમંતર દેવો અને દેવીઓનું અધિપતિપણે પુરપતિપણું-સ્વામીપણું, ભતપણું, વડીલપણું અને આજ્ઞાવડે ઈશ્વરપણું તથા સેનાપતિપણું કરાવતા, પાલન કરતા નિરંતર ચાલતા નૃત્ય, ગીત અને વગાડેલા વીણા, હસ્તકાલ, કાંસી તથા નિપુણ પુરુષોએ વગાડેલ ઘન મૃદંગના મોટા શબ્દ વડે દીવ્ય ઉપભોગ કરવા લાયક ભોગોને ભોગવતા વિહરે છે. હે ભગવન્! પતિ અને અપર્યાપ્ત પિશાચ દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથિવીના હજાર યોજન જાડા રત્નમય કાંડાના ઉપરના ભાગથી એક સો યોજન જઈને અને નીચે સો યોજન છોડીને વચ્ચેના આઠ સો યોજનમાં પિશાચ દેવોના તીરછા ભૂમિસંબંધી અસંખ્યાતા લાખ નગરો છે એમ કહ્યું છે. તે ભૂમિસંબંધી નગરો બહારના ભાગમાં ગોળ છે -ઈત્યાદિ વર્ણન સામાન્ય ભવન વર્ણન પ્રમાણે યાવતું જાણવું ત્યાં પર્યાપ્તા અને અપર્યાપ્ત પિશાચ દેવોને સ્થાનો કહેલો છે. તેઓ ઉપપાત, સમુદુઘાત અને સ્વસ્થાનને આશ્રીને લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા પિશાચ દેવો રહે છે. તે મહાદ્ધિવાળા-ઈત્યાદિ સામાન્ય વર્ણન વાવતુ-વિહરે છે ત્યાં સુધી જાણવું. અહીં કાલ અને મહાકાલ નામના બે પિશાચના ઇન્દ્રો પિશાચના રાજાઓ રહે છે. તે મહાદ્ધિ વાળા મહાદ્યુતિવાળા યાવતુવિહરે છે. હે ભગવન્! દક્ષિણ દિશાના પિશાચ દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ ! રત્નપ્રભા પૃથિવીના હજાર યોજન ના મધ્ય ભાગમાં આઠસો યોજનમાં તીરછા અસંખ્યાતા લાખ ભૂમિસંબંબ્ધી નગર છે એમ કહ્યું છે. તે ભવનનોનું વર્ણન સામાન્ય ભવનનો વર્ણન પ્રમાણે છે-અહીં દક્ષિણ દિશાના પર્યાપ્ત અને અપર્યાપ્તા પિશાચદેવોના સ્થાનો છે. તેઓ ઉપપાત, સમુદ્રઘાત અને સ્વસ્થાનને આશ્રીને લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા દક્ષિણ દિશાના પિશાચ દેવો રહે છે. યાવ વિહરે છે અહીં કાલ નામે પિશાચનો ઈન્દ્ર અને પિશાચ નો રાજા રહે છે. તે મહાદ્ધિવાળોચાવતું (દશ દિશાઓને) પ્રકાશિત કરે છે. તે ત્યાં તીરછા અસંખ્યાતા. લાખ ભૂમિસંબન્ધી નગરોનું, ચાર હજાર સામાનિક દેવોનું પરિ વારસહિત ચાર અઝમહિષીઓનું, ત્રણ પર્ષદોનું, સાત પ્રકારના સૈન્યનું, સાત સેનાધિ પતિઓનું, સોળ હજાર આત્મરક્ષક દેવોનું, તે સિવાય બીજા ઘણા વાનમંતર દેવો અને દેવીઓનું, અધિપતિપણું કરતો વાવ વિહરે છે. ઉત્તર દિશાના પિશાચો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જેમ દક્ષિણ પિશાચો સંબધે વક્તવ્યતા કહી છે તેમ ઉત્તરના પિશાચો સંબધે પણ કહેવી. પરન્તુ મેરુ પર્વતની ઉત્તર દિશાએ છે. અહીં મહાકાલ નામે પિશા ચોનો ઇન્દ્ર પિશાચોના રાજા વસે છે. યાવતુ-વિહરે છે. એ પ્રમાણે જેમ પિશાચો સંબધે હકીક્ત કહી તેમ ભૂતો સંબંધે વાવતુ-ગધવો સંબધે કહેવી. પરન્તુ ઈન્દ્રો સંબંધે વિશેષતા આ પ્રકારે કહેવી-ભૂતોના સુરૂપ અને પ્રતિરૂપ ઈન્દ્રો છે. યક્ષોના પૂર્ણભદ્ર અને માણિભદ્ર, રાક્ષસોના ભીમ અને મહાભીમ, કિન્નરોના કિન્નર અને ઝિંપુરૂષ, ઝિંપુરૂષોના સત્પષ અને મહાપુરુષ, મહોરગોના અતિકાય અને મહાકાય તથા ગંધર્વોના ગીત રતિ અને ગીતયશ ઇન્દ્રો પાવતુ -વિહરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org