SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ 212 પન્નવણા- 2-216 વર્ણ જેવા છે, વિઘકુમાર, અગ્નિકુમાર, અને દ્વીપકુમાર શ્યામ વર્ણના છે અને વાયુ કુમાર પ્રિયંગુવક્ષના જેવા વર્ણના જાણવા. અસુરકુમારના લાલ વસ્ત્રો,નાગકુમાર અને ઉદધિકુમારના શિલિન્દ પુષ્પની પ્રભા જેવા લીલા વસ્ત્રો, સુવર્ણકુમાર, દિકકુનમાર અને સ્વનિતકુમાર-અશ્વિના મુખમાં રહેલ ફીણના જેવા વસ્ત્ર ધારણ કરનારા છે. વિઘુકુમાર, અગ્નિકુમાર અને દ્વીપકુમારો નીલવર્ણ ધેરા લીલા વર્ણના વસ્ત્રોવાળા અને વાયુકુમારો સંધ્યાના રંગ જેવા વસ્ત્રોવાળા જાણવા. [217-224] હે ભગવન્! પતિ અને અપયા વાનમંતર દેવોના ક્યાં સ્થાનો છે ? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથિવીના એક હજાર યોજન પ્રમાણ જાડા રત્નમય કાંડાના ઉપરથી સો યોજન પ્રવેશ કરી અને નીચે સો યોજન છોડીને મધ્યના આઠસોયોજનમાં અહીં વાનમંતર દેવોના તીરછાભૂમિ સંબંધી અસંખ્યાતા લાખો નગરો છે એમ કહ્યું છે. તે ભૂમિ સંબંધી નગરો બહારના ભાગમાં ગોળ, અંદરના ભાગમાં સમચોરસ અને નીચે કમળની કર્ણકાના આકારવાળા છે. ઈત્યાદિ વર્ણન ભવનવાસીના દેવોના ભવનોના સામાન્ય વર્ણન પૂર્વસૂત્ર પ્રમાણ જાણવું. અહીં પયપ્તા અને અપર્યાપ્તા વાનમંતર દેવોના સ્થાનો કહ્યા છે. ઉપરાત, સમુઘાત અને સ્વસ્થાન એ ત્રણેને આશ્રીને લોકના અસંખ્યાતમાં ભાગે છે. ત્યાં ઘણા વાનમંતર દેવો રહે છે. તે આ પ્રમાણે પિશાચ. ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંમપુરુષ, ભુજગપતિ મહાકાય મહોરગો, નિપુણ ગાન્ધવોંના ગાયનને વિષે પ્રીતિવાળા ગન્ધર્વગણો. અણપત્રિક, પણપત્રિક, ઋષવાદિક, ભૂતવાદિક, કદિત, મહાકંદિત, કુહંડ અને પતંગદેવો છે. તે બધા ચંચલ અને અત્યંત ચપલ ચિત્તવાળા તથા કીડા અને હાસ્ય પ્રિય જેને છે એવા, ગંભીર હાસ્ય, ગીત અને નૃત્યને વિષે પ્રતિવાળા, વનમાલામય -શેખર, મુકુટ, કુંડલ તથા સ્વચ્છેદપણે વિકુર્વેલા આમરણો વડે સુંદર ભૂષણ- ધારણ કરનારા, સર્વ ઋતુમાં થવાવાળા સુગંધી પુષ્પો વડે સારી રીતે રચેલી લાંબી લટકતી શોભતી પ્રિય વિકસિત અને અનેક પ્રકારની વિચિત્ર નવમાલા વક્ષ:સ્થલમાં એઓએ પહેરેલી છે એવા, સ્વચ્છાએ ગમન કરનારા, સ્વેચ્છા વડે રૂપ વાળા શરીરને ધારણ કરનારા, અનેક પ્રકારના વર્ણ રૂપ રંગવાળા, પ્રધાન, અભૂત, વિચિત્ર અને દેદીપ્યમાન વસ્ત્રોને પહેરનારા, વિવિધ પ્રકારના દેશી વેલો વડે જેઓએ પહેરવેશ ધારણ ક્યાં છે એવા, પ્રમુદિત તથા કંદર્પ, કલહ, કીડા અને કોલાહલને વિષએ પ્રીતિ વાળા, પુષ્પક હાસ્ય અને કોલાહલ કરનારા, તલવાર, મુદ્ગર, શક્તિ અને ભાલાઓ જેના હાથમાં છે એવા, અનેક પ્રકારના મણિ અને વિવિધ રત્નો વડે યુક્ત, વિચિત્ર ચિહ્નોવાળા,મહા અદ્ધિવાળા, મા કાંતિવાળ, મહા યશવાળા,મહા બલવાળા, મહા સામથ્રયવાળા, મહાસુખવાળા, હાર વડે સુશોભિત વક્ષસ્થલ જેઓનું છે એવા, કડા અને તુટિત બાહુરક્ષક બાજુબંધ વડે જેની ભુજાઓ અકકડ છે એવા, અંગદ, કુંડલ અને કપોલ પ્રદેશનો સ્પર્શ કરનાર કણપીઠ-કણભરણને ધારણ કરનાર, વિચિત્ર માલાઓ મસ્તકમાં ઘારણ કરનારા, કલ્યાણ કરનાર શ્રેષ્ઠ વસ્ત્રો જેઓએ પહેરેલા છે એવા, કલ્યાણકારી શ્રેષ્ઠ માલા અને વિલેપન ધારણ કરનારા, દેદીપ્યમાન શરીરવાળા, લાંબી લટકતી વનમાલાને ધારણ કરનારા, દીવ્ય, વર્ણ, દીવ્ય સ્પર્શ, દીવ્ય સંઘયણ, દીવ્ય સંસ્થાન, દિવ્યા ઋષિ, દિવ્ય ધુતિ, દિવ્ય પ્રભા, દીવ્ય છાયા દીવ્ય અર્પી દિવ્ય તેજ અને દીવ્ય લેશ્યા- વડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005075
Book TitleAgam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy