________________ 21 પદ-૨ ભવનાવાસો વગેરેનું અધિપતિપણું કરતો વિહરે છે. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્ત સુવર્ણકુમાર દેવોના ક્યાં સ્થાનો છે ? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથિવીના વાવતુ મધ્ય ભાગમાં અહીં સુવર્ણકુમાર દેવોના બહોંતેર લાખ ભવનવાસો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં સોળ-ચાવતુ પ્રતિરૂપ છે. ત્યાં પર્યાપ્ત અને અપર્યાપ્તા સુવર્ણકુમાર દેવોના સ્થાનો છે. વાવતુ-તેઓ ઉપપાત, સમુદુધાત અને સ્વ સ્થાન એ ત્રણેને આશ્રય લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા સુવર્ણકુમાર દેવો રહે છે. તે મહાદ્ધિવાળા ઈત્યાદિ યાવહુ-વિહરે છે ત્યાં સુધી કહેતું. અહીં વેણુદેવ અને વેણુદાલી નામે બે સુવર્ણકુમારના ઇન્દ્રો સુવર્ણ કુમારના રાજાઓ રહે છે. તે મહાઋદ્ધિવાળા યાવતુ-વિહરે છે. હે ભગવન્! પતિ અને અપથતા દક્ષિણ દિશાના સુવર્ણકુમારના ક્યાં સ્થાનો છે ? હે ગૌતમ ! આ રત્નપ્રભાના થાવતુ- મધ્ય ભાગમાં અહીં દક્ષિણ દિશાના સુવર્ણકુમારોના આડ ત્રીસ લાખ ભવન વાસો છે એમ કહ્યું છે, તે ભવનો બહારના ભાગમાં ગોળ, વાવતું પ્રતિરૂપ-અત્યંત સુંદર છે. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા સુવર્ણકુમારોના સ્થાનો કહ્યાં છે. ઉપપાત, સમુદુઘાત અને સ્વસ્થાન એ ત્રણેને આશ્રય લોકના અસંખ્યાતમા ભાગ માં છે. અહીં ઘણા સુવર્ણકુમાર દેવો રહે છે. અહીં વેણદેવ નામે સુવર્ણકુમારનો ઇન્દ્ર, સુવર્ણકુમારનો રાજા રહે છે. બાકી બધું નાગકુમારોની પેઠે જાણવું, હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા ઉત્તરના સુવર્ણકુમાર દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથિવીના યાવતુ મધ્ય ભાગમાં અહીં ઉત્તરના સુવર્ણકુમાર દેવોના ચોત્રીસ લાખ ભવનો છે એમ કહ્યું છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ છે-ઈત્યાદિ યાવતું અહીં ઘણા ઉત્તરના સુવર્ણકુમાર દેવો વસે છે. તેઓ મહા ઋદ્ધિ વાળા,યાવત્ વિહરે છે. અહીં વેણુદાલિ નામે સુવર્ણકુમારનો ઈન્દ્ર સુવર્ણકુમારનો રાજા રહે છે. તે મહદ્ધિક છે. બાકી બધું નાગકુમારોની પેઠે જાણવું. જેમ સુવર્ણકુમારની વક્તવ્યકતા કહી છે તેમ બાકીના ચૌદે ઇન્દ્રોની કહેવી.પણ ભવન, ઈન્દ્ર, વર્ણ અને પરિધાનનું ભિન્નપણું ગાથા વડે જાણવું. 206-216 અસુકુમારેન્દ્રના ચોસઠલાખ, નાગકુમારેન્દ્રના ચોરાશીલાખ, સુવર્ણકુમારેન્દ્રના બહોતેરલાખ, વાયુકુમારેન્દ્રના છગુંલાખ, દ્વીપકુમારેન્દ્ર, દિશા કુમારેન્દ્ર, ઉદધિકુમારેન્દ્ર, વિદ્યકુમારેનદ્ર, સ્તનતકુમારેન્દ્ર અને અગ્નિકુમારેન્દ્ર એ છે યુગલના પ્રત્યેકના છોંતેરલાખ ભવનો છે. ચોત્રીસ લાખ, ચુંમાળીસલાખ આડત્રીસ લાખ, પચાસલાખ અને શેષ છ ઈન્દ્રના ચાળીસ લાખ દક્ષિણ દિશામાં ભવનો છે. ત્રીસ લાખ, ચાળીશ લાખ, ચોત્રીસ લાખ, છંતાળીસ લાખ અને શેષ ઈન્દ્રના છત્રીસ લાખ ભવનો ઉત્તર દિશામાં છે. દક્ષિણના અસુરકુમારેન્દ્રના ચોસઠ લાખ, ઉત્તરના અસુર કુમારેન્દ્રના સાઠ લાખ, અસુરકુમારેન્દ્ર સિવાય બાકીના બધા દક્ષિણના અને ઉત્તરના પ્રત્યેકના છ છ હજાર સામાનિક દેવો જાણવા. અને તેથી ચાર ગુણા આત્મરક્ષક દેવો જાણવા. ચમર, ધરણ, વેણુદેવ, હરિકાન્ત, અનિશિખ, પૂર્ણ, જલ કાન્ત, અમિત, વેલંબ, ઘોષ, બલિ, ભૂતાનંદ, હરિસ્સહ, અગ્નિમાનવ, વિશિષ્ટ, જલપથ અરિવાહન, પ્રભંજન, અને મહાઘોષ-એમ ઉત્તર દિશાના ઇન્દ્રો યાવત્ વિહરે છે. અસુરકુમાર કાળા છે, નાગકુમાર અને ઉદયધિકુમાર બન્ને શ્વેતવર્ણના છે, સુવર્ણકુમાર શ્રેષ્ઠ સુવર્ણની કસોટી રેખાના જેવા કંઈક રાતા પીળા વર્ણના છે. દિકકુમાર અને સ્વનિતકુમાર ઉત્તમ કનકના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org