________________ 210 પજવણી - 2-202 હે હે ગૌતમ! જેબૂદ્વીપનામે દ્વીપમાં વાવતુ મધ્ય ભાગમાં અહીં ઉત્તરના અસુર કુમાર દેવોના ત્રીસ લાખ ભવનવાસો છે એમ કહ્યું છે તે ભવનો બહારના ભાગમાં ગોળ અને અન્દરના ભાગમાં સમચોરસ છે. બાકીનું દક્ષિણ દિશાના અસુર કુમાર સંબંધે કહ્યું છે તેમ યાવતું - વિહરે છે ત્યાં સુધી જાણવું. અહીં વૈરોચન્દ્ર વૈરોચન રાજા બની રહે છે. તે કાળો, અત્યંત કાળી વસ્તુના જેવો વાવતું શોભતો વિહરે છે. તે બલીન્દ્ર ત્યાં ત્રીશ લાખ ભવનાવાસોનું, સાઠ હજાર સામાનિક દેવોનું, તેત્રીસ ત્રાય ત્રિશ દેવોનું, ચાર લોકપાલોનું, પાંચ પરિવારસહિત અગ્રમહિષીઓનું, ત્રણ પર્ષદોનું, સાત પ્રકારના સૈન્યોનું, સાત સેનાધિપતિઓનું ચાર ગુણ સાઠ હજાર આત્મરક્ષક દેવોનું અને તે સિવાય બીજા ઘણા ઉત્તરના અસુરકુમાર દેવો અને દેવીઓનું અધિપતિ પણું અને અગ્રેસરપણું કરતો વિહરે છે. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા નાગકુમાર દેવોના ક્યાં સ્થાનો કહેલાં છે? હે ભગવન્! નાગકુમાર દેવો ક્યાં રહે છે ? હે ગૌતમ ! એક લાખ અને એશી. હજાર યોજન જાડી આ રત્નપ્રભા પૃથિવીના યાવતું મધ્ય ભાગમાં અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા નાગકુમાર દેવોના ચોરાશી લાખ ભવનાવાસો છે એમ કહ્યું છે. તે ભવનો બિહારના ભાગમાં ગોળ અને અંદરના ભાગમાં સમચોરસ યાવતું પ્રતિરુપ-અત્યંત સુંદર છે. ત્યાં પર્યાપ્તા અને અપર્યાપ્તા નાગકુમાર દેવોના સ્થાનો કહેલાં છે. ઉપરાંત, સમુદ્યાત અને સ્વસ્થાન-એ ત્રણેને આશ્રય લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. ત્યાં ઘણા નાગકુમાર દેવો રહે છે. યાવતુ-વિહરે છે અહીં ધરણ અને ભૂતાનંદ એ બે નાગકુમારના રાજા ઓ રહે છે. તે મહાદ્ધિવાળા-ઇત્યાદિ હે ભગવનું ? દક્ષિણના નાગકુમાર દેવો ક્યાં વસે છે ? હે ગૌતમ ! જંબુદ્વીપનામે દ્વિીપમાં મેરુ પર્વતની દક્ષિણ દિશામાં એક લાખને એંશી હજાર જાડી આ રત્નપ્રભા પૃથિવીના. યાવતુ મધ્ય ભાગમાં દક્ષિણ દિશાના નાગકુમાર દેવોના ચુમ્માલીસ લાખ ભવનો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ, વાવતુ પ્રતિરુપ-સુંદર છે. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્ત દક્ષિણ દિશાના નાગકુમાર દેવોના સ્થોનો કહ્યાં છે. તેઓ ઉપપાત, સમુદ્રઘાત અને સ્વસ્થાન એ ત્રણને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગને વિષે છે. અહીં દક્ષિણના નાગકુમાર દેવો રહે છે. વાવતુ- 'વિહરે છે અહીં નાગકુમા રોના ઇન્દ્ર અને નાગકુમારોનો રાજા ધરણ રહે છે. તે મહાદ્ધિવાળો-ઇત્યાદિ યાવતું શોભતો વિહરે છે. તે ત્યાંના ચુંમાળીસલાખ ભવનાવાસોનું, છ હજાર સામાનિક દેવોનું, તેત્રીસ ત્રાય સ્વિસ દેવોનું, ચાર લોકપાલોનું પરિવાર સહિત છ અગ્રમાહિષીઓનું, ત્રણ પર્ષદોનું, સાત પ્રકારના સૈન્યનું, સાત સેનાધિપતિઓનું, ચોવીસ હજાર આત્મરક્ષક દેવોનું, અને તે સિવાય બીજા ઘણા નાગકુમાર દેવો અને દેવીઓનું અધિપતિપણું, અગ્રેસરપણું કરતો વિહરે છે. હે ભગવનું ! ઉત્તરના પતિ અને અપર્યાપ્ત નાગકુમાર દવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! જંબુદ્વીપના નામે દ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર દિશામાં એક લાખને એશી હજાર યોજન જાડી લાવતુ ભાગમાં અહીં ઉત્તરના નાગકુમાર દેવોના ચાળીસ લાખ ભવનાવાયો છે એમ કહ્યું છે. તે ભવનો બિહારના ભાગમાં ગોળ છે-ઈત્યાદિ યાવત્ વિહરે છે. અહીં ભૂતાનંદ નામે નાગકુમારનો ઇન્દ્ર નાગકુમારનો રાજા રહે છે. તે મહાદ્ધિવાળો યાવતું શોભતો ચાળીસ લાખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org