________________ પદ-૨ 209 વાળ, કાળા કેશવાળા, ડાબા ભાગે એક કુંડલને ધારણ કરનારા, આઈ ચંદન વડે જેણે શરીરનું વિલેપન કર્યું છે એવા, કંઈક શિલિ% પુષ્પના જેવા વર્ણવાળા સંક્લેશ નહિ ઉત્પન્ન કરે એવા સૂક્ષ્મ અને શ્રેષ્ઠ વસ્ત્રો, જેણે પહેરેલાં છે એવા, પ્રથમ કુમારાવસ્થાને ઓળંગી ગયેલા અને બીજી મધ્યમ વયને નહિ પ્રાપ્ત થયેલા, ભદ્ર-પ્રશસ્ત યૌવનમાં વર્તતા, તલભંગતુટિત અને બીજા શ્રેષ્ઠ ભૂષણોમાં રહેલાં નિર્મલમણિ અને રત્નો વડે સુશોભિત ભુજાવાળા, દસ મુદ્રિકા વડે જેના હસ્તના અગ્રભાગો અલંકૃત છે એવા, વિચિત્ર ચૂડામણિ રત્ન જેઓના ચિન્હરૂપે રહેલું છે એવા, સુરપાઃ ઈત્યાદિ યાવતુ “દીવ્ય ભોગવવા લાયક ભોગો ભોગવતા વિહરે છે' અહીં ચમર અને બલી-એ બે અસુર કુમારના ઇન્દ્રો અસુરકુમારના રાજાઓ રહે છે. તેઓ કાળા, અત્યંત કાળી વસ્તુઓના જેવા, ગળીના ગુટિકા પાડાના શીંગોડા અને અળસીના પુષ્પ જેવા વર્ણવાળા, વિકસિત કમળના જેવાં નિર્મલ ધોળા અને લાલ નેત્રોવાળા, ગરડના જેવી લાંબી સીધી અને ઉંચી નાસિકાવાળા, ઉપચિત- પ્રવાલશિલા અને બિંબફળના સમાન અધરોષ્ઠ જેઓ ના છે એવા, ઘોળા અને કલંક રહિત ચન્દ્રના ખંડ, નિર્મલ ઘનરૂપ થયેલું દહીં, શંખ, ગાય નું દૂધ, મોગરાના ફુલ, પાણીના કણો અને મૃગાલિકા- જેવી ધોળી દન્ત શ્રેણી જેઓની છે એવા, અગ્નિમાં તપાવેલા અને નિર્મલ થયેલા તમ સુવર્ણની જેવા રાતા હાથપગના તળીયાં તાલ અને જીભ જેઓના છે એવા, અંજન અને મેઘની જેવા કાળા અને રૂચક રત્નના જેવા રમણીય તથા સ્નિગ્ધ કેશો જેઓના છે એવા, ડાબા ભાગમાં એક કુંડલને ધારણ કરનારા ઈત્યાદિ અસુરકુમારના વર્ણન પ્રમાણે દીવ્ય ભોગવવા યોગ્ય ભોગોને ભોગવતા વિહરે છે.' હે ભગવન્! પર્યાપ્તા અને અપક્ષ દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોના ક્યાં સ્થાનો કહેલા છે? હે ગૌતમ ! જેબૂદીપ નામના દ્વીપને વિષે મેરુ પર્વતની દક્ષિણ દિશાએ એક લાખને એંશી હજાર યોજન પ્રમાણ જાડી રત્નપ્રભા પૃથિવી છે, યાવતું મધ્ય ભાગમાં દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોના ચોત્રીસ લાખ ભવનો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ અને અંદરના ભાગમાં સમચોરસ છે - ઈત્યાદિ વર્ણન યાવત પ્રતિરુપ-અત્યંત સુંદર છે ત્યાં સુધી જાણતું. અહીં પર્યાપ્ત અને અપર્યાપ્તા દક્ષિણ દિશા ના અસુરકુમાર દેવોના સ્થાનકો કહ્યો છે. તે ઉપરાત, સમુદ્યાત અને સ્વસ્થાન એ ત્રણેની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગે છે. ત્યાં ઘણા દક્ષિણ દિશાના અસુરકુમાર દેવો અને દેવીઓ રહે છે. તેઓ કાળા તેઓના ઓષ્ઠ લોહિતાક્ષ રત્ન અને બિંબીલના જેવા રાતા છે - ઇત્યાદિ પૂર્વોક્ત યાવતું દિવ્ય ભોગો ભોગવતા વિહરે છે’ ત્યાં સુધી જાણવું. ભવનવાસી અસુરકુમારનો ઇન્દ્ર અસુરકુમારનો રાજા ચમર અહીં રહે છે. તે કાળો, અત્યંત કાળી વસ્તુના જેવો વાવતુ પ્રભાસમાનઃ શોભતો ત્યાંના ચોત્રીશ લાખ ભવના વાસોનું, ચોસઠ હજાર સામાનિક દેવોનું. તેત્રીસ ત્રાયત્રિશ દેવોનું, ચાર લોકપાલ દેવોનું, પરિવાર સહિત પાંચ અમહિષીઓનું, ત્રણ પર્ષદોનું, સાત પ્રકારના સૈન્યોનું, સાત સેનાધિપતિઓનું, ચારગણા ચોસઠ હજાર આત્મરક્ષક દેવોનું અને તે સિવાય બીજા ધણા દક્ષિણના દેવો અને દેવીઓનું અધિપતિપણું, અગ્રેસરપણું કરાવતો યાવતુ વિહરે છે. હે ભગવનું પિતા અને અપાતા ઉત્તરના અસુરકુમાર દેવોના ક્યાં સ્થાનો છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org