________________ 202 પન્નવણા - 1-190 પ્રકારના કહ્યા છે. છહ્મસ્થ યથાખ્યાત ચારિત્રાયો અને કેવલી યથાખ્યાત ચારિત્રા. એમ ચારિત્રા, અમૃદ્ધિપ્રાપ્ત-આય. કર્મભૂમિના મનુષ્યો, ગર્ભજ મનુષ્યો કહ્યા. 191 દેવો કેટલા પ્રકારના છે ? દેવો ચાર પ્રકારના છે.- ભવન વાસી, વાન મંતર, જ્યોતિષિક અને વૈમાનિક. ભવનવાસી દેવો કેટલા પ્રકારના છે? દશ પ્રકારના - અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણ કુમાર, વિઘુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિ કુમાર, દિશાકુમાર, વાયુકુમાર અને સ્તનતકુમાર. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે.પર્યાપ્તા અને અપમા.વાનમંતર દેવો કેટલા પ્રકારના છે ? આઠ પ્રકારના - કિન્નર, કિંપુરૂષ મહોર, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત, અને પિશાચ, તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. - પર્યાપ્તા અને અપર્યાપ્તા. જ્યોતિષિક દેવો કેટલા પ્રકારના કહ્યા છે ? પાંચ પ્રકારના - ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા. તે સંક્ષેપથી બે પ્રકારના છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા, એમ જ્યોતિષિક દેવો કહ્યા. વૈમાનિક દેવો કેટલા પ્રકારના છે ? વૈમાનિક દેવો બે પ્રકારના કહ્યા. અને કલ્પાતીત.કલ્પોપગ દેવો કેટલા પ્રકારના છે? બારપ્રકારના સૌધર્મ ઇશાન, સનકુમાર મહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અય્યત. તે સંક્ષેપથી બે પ્રકારના છે. પર્યાપ્ત અને અપર્યાપ્તા. એમ કલ્પોપગ દેવો કહ્યા. કલ્યાતીત દેવો કેટલા પ્રકારના છે ? બે પ્રકારના- રૈવેયક અને અનુત્તરૌપપાતિક. રૈવેયક દેવો કેટલા પ્રકારના છે? તે નવ પ્રકારના કહ્યા છે. - નીચેની ત્રિકના નીચેના રૈવેયકો, નીચેની ત્રિકના મધ્યમ ગ્રેવેયકો, નીચેની ત્રિકના ઉપરના ગ્રંવેયકો, મધ્યમ ત્રિકના નીચેના સૈવેયકો, મધ્યમ ત્રિકના મધ્યમ ગ્રેવેયકો, મધ્યમ કિના. ઉપરના રૈવેયકો. ઉપરની ત્રિકના નીચેના શૈવેયકો, ઉપરની ત્રિકના મધ્યમ ગ્રેવૈયકો, ઉપરની ત્રિકના ઉપરના રૈવૈયકો. તે સંક્ષેપથી બે પ્રકારના છે.- પર્યાપ્ત અને અપથતાં. અનુત્તરો પપાતિક દેવો કેટલા પ્રકારના કહ્યા છે ? પાંચ પ્રકારના- 1 વિજય, 2 વૈજયન્ત, 3 જયન્ત, 4 અપરાજિત અને પ સવર્થિદ્ધ. તે સંક્ષેપથી બે પ્રકારના છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા, એ પ્રમાણે વૈમાનિક દેવો, અને પંચેન્દ્રિયો કહ્યા. અને એમ સંસારી જીવપ્રજ્ઞાપના, જીવપ્રજ્ઞાપના અને પ્રજ્ઞાપના કહી. | પદ ૧નીમુનિદીપરત્નસાગરો કરેલગુર્જરછાયા પૂર્ણ (પદ-ર-સ્થાન) [૧૯૨-૧૯૩]હે ભગવન્ પયપ્તિ બાદરપૃથિવીકાયિકોના સ્થાનો ક્યાં કહ્યાં છે ? હે ગૌતમ ! સ્વસ્થાનને- આશ્રયી આઠે પૃથીવીઓમાં હોય છે. - રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા, તમ તમ પ્રભાતસિદ્ધશિલામાં છે, અધોલો કમાં પાતાલકલશો, ભવનો, ભવનપ્રસ્તટો, નરકો, નરકાવલિકાઓ અને નરકપ્રસ્ત ટોમાં હોય છે. ઉર્ધ્વલોકમાં કલ્પો, વિમાનો, વિમાના વલિકાઓ અને વિમાનપ્રસ્તોમાં હોય છે. તિર્યશ્લોકમાં ટુંકો, કૂટો, શેલો,- શિખરી- પર્વતો, પ્રાગભારો- વિજયો, વક્ષસ્કારો, વર્ષ ક્ષેત્રો, વર્ષધર પર્વતો, વેલાઓ, વેદિકાઓ દ્વારો, તોરણો, દ્વીપો અને સમુદ્રોમાં, અહીં પર્યાપ્ત બાદર પૃથિવીકાયિકોના સ્થાનો કહેલાં છે. તેઓ -ઉત્પત્તિને આશ્રીને લોકના અસંખ્યાતમાં ભાગમાં હોય છે, સમુદ્ધાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ભાગમાં અને સ્વસ્થાનને આશ્રીને લોકના અસંખ્યાતમાં ભાગમાં હોય છે. હે ભગવન્! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org