________________ 414 પન્નવણા-૩૬-૬૧૪ સંસ્થાન જેવો વર્તુલાકાર, કમળની કણિકાની આકૃતિ જેવો ગોળાકાર અને પરિપૂર્ણ ચંદ્રની આકૃતિના સમાન છે. તે એક હજાર યોજન લાંબો અને પહોળો છે તથા તેની પરિધિ 31227 યોજન, ત્રણ કોશ, એકસો અઠ્યાવીશ ધનુષ અને કંઈક વિશેષાધિક સાડા તેર અંગુલ કહેલી છે. કોઈ એક મહાદ્ધિવાળો અને મહાસુખવાળો દેવ એક મોટા વિલેપનઢાંકણા સહિત સુગન્ધી દ્રવ્યના ડાબડાને ગ્રહણ કરી ઉપાડે અને એ પ્રમાણે કરી જેબૂદ્વીપને ત્રણ ચપટી વગાડે તેટલા સમયમાં એકવીશ વાર ફરી શીઘ આવે. હે ગૌતમ ! ખરેખર તે સંપૂર્ણ જેબૂદ્વીપ તે ગબ્ધના પુદ્ગલો વડે વ્યાપ્ત થાય ? હા વ્યાપ્ત થાય. હે ગૌતમ! છદ્મસ્થ મનુષ્ય તે ગન્ધના પુદ્ગલોને કિંચિત્ વર્ણ વડે રૂપે ગંધ વડે ગંધ રૂપે રસ વડે રસરૂપે અને સ્પર્શ વડે સ્પર્શ રૂપે જાણે દેખે? હે ભગવન્! વાત યુક્તિયુક્ત નથી. હે ગૌતમ ! એ કારણથી એમ કહું છું કે “છસ્થ મનુષ્ય તે નિર્જરા પુદ્ગલોને કિંચિત્ વર્ણ વડે રૂપે ગંધ વડે ગંધ રૂપે રસ વડે રસ રૂપે અને સ્પર્શ વડે સ્પર્શ રૂપે જાણતો નથી. હે આયુષ્માન શ્રમણ ! એટલા સૂક્ષ્મ તે પુદ્ગલો કહ્યા છે અને તે સર્વ લોકને પણ સ્પર્શીને રહેછે. ડિ૧૫] હે ભગવન્! કેવલજ્ઞાની શા હેતુથી સમુદ્યાતને પ્રાપ્ત થાય છે ? હે ગૌતમ ! કેવલજ્ઞાનીને ચાર કર્મના અંશો અફીણ, નહિ વેદેલા અને નહિ રિલા હોય છે. વેદનીય, આયુષ, નામ અને ગોત્ર. તેમાં તે કેવલીને સૌથી બહુ પ્રદેશવાળું વેદનીય કર્મ હોય છે અને સૌથી થોડા પ્રદેશવાળું આયુષ કર્મ હોય છે ત્યારે તેને બધુન-કર્મ પ્રદેશો વડે અને સ્થિતિ વડે વિષમ હોય તેને સમાન કરે છે. બન્ધન-કર્મ પ્રદેશો અને સ્થિતિ વડે વિષમને સમાન કરવા માટે કેવલી સમુદ્રઘાત કરે છે. એ પ્રમાણે ખરેખર કેવલી સમુદૂઘાતને પ્રાપ્ત થાય છે. હે ભગવન્! બધા ય કેવલી સમુદ્યાત કરે છે, બધા ય કેવલી સમુઠ્ઠાતને પ્રાપ્ત થાય છે? હે ગૌતમ! એ અર્થ યુક્ત નથી. 616-617 “જેને આયુષના તુલ્ય બલ્પન-પ્રદેશ અને સ્થિતિ વડે ભવોપગ્રહ કર્મ છે તે સમુદ્દાત કરતો નથી. સમુદ્યાતને પ્રાપ્ત થયા સિવાય અનન્તા કેવલી જિનો જરા અને મરણથી મુક્ત થયેલા શ્રેષ્ઠ ગતિ રૂપ સિદ્ધિને પ્રાપ્ત થયેલા હોય છે.” [18] હે ભગવન્! કેટલા સમયનું આયોજીકરણ કહ્યું છે ? હે ગૌતમ ! અસંખ્યાતા સમયના અન્તર્મુહર્ત પ્રમાણ આયોજીકરણ કહ્યું છે. [19] હે ભગવન્! કેવલી સમુદ્યાત કેટલા સમયનો છે ? હે ગૌતમ ! આઠ સમય પ્રમાણ કહ્યો છે. પ્રથમ સમયે દડ કરે છે, બીજ સમયે કપાટ કરે છે, ત્રીજા સમયે મન્થાન કરે છે, ચોથા સમયે લોકને પૂરે છે, પાંચમા સમયે લોકને સંહરે છે, છઠ્ઠા સમયે મંથાન સંહરે છે. સાતમા સમયે કપાટ સંહરે છે, આઠમા સમયે દડ સંહરે છે અને દડને સંહરી શરીરસ્થ થાય છે. હે ભગવન્! તે પ્રકારે સમુદ્રઘાતને પ્રાપ્ત થયેલો ક્યા યોગનો વ્યાપાર કરે છે ? હે ગૌતમ! દારિકરારીરકાયયોગનો પણ વ્યાપાર કરે છે, ઔદારિકમિશ્રશરીર કાયયોગનો પણ વ્યાપાર કરે છે અને કાર્મણશરીરકાયયોગનો પણ વ્યાપાર કરે છે. પણ વૈક્રિય શરીર કાયયોગનો વ્યાપાર કરતો નથી, વૈક્રિમિશ્રશરીરકાયયોગનો પણ વ્યાપાર કરતો નથી, આહારકશરીરકાયયોગનો વ્યાપાક કરતો નથી અને આહારકમિશ્ર શરીરકાયયોગનો વ્યાપાર કરતો નથી. પહેલા અને આઠમાં સમયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org