________________ 5636 413 અસંખ્યાતમો ભાગ અને ઉત્કર્ષથી સંખ્યાતા યોજનો એક દિશામાં હોય છે, એટલું ક્ષેત્ર કેટલા કાળે વ્યાપ્ત થાય-ઈત્યાદિ જેમ જીવપદમાં કહ્યું છે તેમજ કહેવું. એ પ્રમાણે જેમ નૈરયિકને કહ્યું, તેમ અસુરકુમારને કહેવું. પરંતુ એક દિશામાં કે વિદિશામાં જાણવું. એ રીતે યાવતુ અનિતકુમારને કહેવું. વાયુકાયિકને જેમ જીવપદમાં કહ્યું છે તેમ કહેવું. પરન્તુ ક્ષેત્ર એક દિશામાં કહેવું. પંચેન્દ્રિય તિર્યંચને નૈરયિકની જેમ બધું કહેવું. મનુષ્ય, વ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકને બધું અસુરકુમારની પેઠે જાણવું. હે ભગવન્! તેજસ સમુદ્દાત વડે સમુદ્દઘાત વાળો જીવ અને તેજસ મસુદ્દાત કરીને જે પુગલોને બહાર કાઢે, તે પુગલો વડે હે ભગવન્! કેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય, કેટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય ? ઇત્યાદિ જેમ વૈક્રિય સમુઘાત કહ્યો તેમજ કહેવો. પરંતુ લંબાઈમાં જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જાણવું. બાકીનું બધું તેમજ કહેવું. એ પ્રમાણે યાવતું વૈમાનિકને કહેવું. પરંતુ પંચેન્દ્રિય તિર્યંચને એક દિશામાં એટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય અને એટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય. હે ભગવનું ! આહારક સમુદ્યાતવાળો જીવ સમુદ્દાત કરીને જે પુદ્ગલોને બહાર કાઢે, હે ભગવન તે પુદ્ગલો વડે કેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય? કેટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય? હે ગૌતમ ! વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ માત્ર અને લંબાઇમાં જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું અને ઉત્કર્શથી સંખ્યાત યોજન એક દિશામાં, એટલું ક્ષેત્ર એક સમય. બે સમય કે ત્રણ સમયની વિગ્રહગતિ વડે એટલા કાળે વ્યાપ્ત હોય, એટલા કાળે સ્પર્શેલું હોય. હે ભગવન્! તે પુદ્ગલો કેટલા કાળે બહાર કાઢે ? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્તમાં અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્તમાં કાઢે. હે ભગવનું ! બહાર કાઢેલા તે પુગલો ત્યાં રહેલા જે પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વોને હણે છે યાવતુ તેના જીવિતનો નાશ કરે છે તેને આશ્રયી જીવ કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો હોય, કદાચ ચાર ક્રિયાવાળો હોય અને કદાચ પાંચ ક્રિયાવાળો હોય. હે ભગવન્! તે જીવો તે સમદુઘાતવાળા જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય?હે ગૌતમ ! એમજ જાણવું. હે ભગવન્! તે જીવ અને તે જીવો અન્ય જીવોના પરંપરાએ આઘાત વડે કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ ! ત્રણ ક્રિયાવાળા પણ હોય, ચાર કિયાવાળા પણ હોય અને પાંચ ક્રિયાવાળા પણ હોય. એ પ્રમાણે મનુષ્ય સંબધે પણ જાણવું. [14] હે ભગવન્! ભાવિત આત્માવાળા અને કેવલિસમુઘાતયુક્ત અને ગારને જે છેલ્લા સમયના નિર્જરા પુદ્ગલો છે તે સૂક્ષ્મ પુદ્ગલો કહ્યા છે ? હે આયુષ્યમાન શ્રમણ ! તે પુદ્ગલોને સર્વ લોકને પણ સ્પર્શીને રહે છે ? હા ગૌતમ ! ભાવિતાત્મા અને કેવલિ સમુદ્રદ્યાત વડે સમુદૂઘાતવાળા અનગારના છેલ્લા સમયના નિર્જરાપુગલો છે તે હે આયુષ્માનું શ્રમણ ! સૂક્ષ્મ પુદ્ગલો કહ્યા છે અને તે સર્વ લોકને પણ સ્પર્શીને રહે છે. હે ભગવન્! છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરા પુદ્ગલોને કિંચિત્ વર્ણ વડે-વર્ણને ગ્રહણ કરનાર ઈદ્રિ વડે વર્ણ રૂપે, ગન્ધનાસિકા વડે બંધ રૂપે, રસ-રસનેન્દ્રિય વડે રસ રૂપે અને સ્પર્શ-સ્પર્શનેન્દ્રિય વડે સ્પર્શ રૂપે જાણે છે અને દેખે છે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. આ જેબૂદીપ નામે દ્વીપ સર્વ દ્વીપ અને સમુદ્રમાં સૌની અંદર છે. તે સૌ કરતાં નાનો, વૃત્ત-ગોળાકૃતિવાળો, તેલમાં તળેલા પુલ્લાના આકાર જેવો ગોળ, રથના પડાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org