________________ પદ-૩૬ 415 ઔદારિકશરીર કાયયોગનો વ્યાપાર કરે છે, બીજા, છઠ્ઠા અને સાતમા સમયમાં ઓદારિક મિશ્ર શરીર કાયયોગનો વ્યાપાર કરે છે. ત્રીજ, ચોથા અને પાંચમા સમયમાં કામણ શરીરકાય યોગનો વ્યાપાર કરે છે. [20] હે ભગવન્! તે પ્રમાણે સમુઘાતને પ્રાપ્ત થયેલો સિદ્ધ થાય, બુદ્ધ થાય, મુક્ત થાય, નિવણ પામે અને સર્વ દુઃખોનો અન્ત કરે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ-નથી. તે સમુઘાતથી નિવૃત્ત થાય છે, નિવૃત્ત થઈને ત્યાર બાદ મનોયોગનો પણ વ્યાપાર કરે છે, વચનયોગનો પણ વ્યાપાર કરે છે અને કાયયોગનો પણ વ્યાપાર કરે છે. મનોયોગનો વ્યાપાર કરતો ક્યા મનોયોગનો વ્યાપાર કરે છે ? સત્યમનોયોગનો વ્યાપાર કરે, મૃષા મનોયોગનો વ્યાપાર ન કરે, સત્યમૃષા મનોયોગનો વ્યાપાર ન કરે, અસત્યામૃષા. મનોયોગનો વ્યાપાર કરે. વચનયોગનો વ્યાપાર કરતો ક્યા વચન યોગનો વ્યાપાર કરે ? હે ગૌતમ ! સત્યવચનયોગનો વ્યાપાર કરે, મૃષા વચનયોગનો વ્યાપાર ન કરે, અસત્ય મૃષા વચનયોગનો વ્યાપાર ન કરે, પણ અસત્યામૃષા વચનયોગનો વ્યાપાર કરે. કાય યોગનો વ્યાપાર કરતો આવે, જાય, ઉભા રહે, બેસે. આળોટે, ઉલ્લંઘન કરે કે પ્રલંભન કરે, પ્રાતિહારિક-પાસે રહેલા પીઠ આસન, ફલક- શય્યા અને સંથારો પાછા આપે. [1] હે ભગવન્! તે પ્રકારે (સમુદ્ધાતને પ્રાપ્ત થયેલો) સયોગી કેવલી સિદ્ધ થાય, યાવતું સર્વ દુઃખોનો અન્ન કરે? હે ગૌતમ! એ અર્થ સમર્થનયુક્ત નથી. તે પ્રથમ જઘન્યયોગવાળા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાના મનોયોગની નીચે અસંખ્યાતગુણ હીનજૂન મનોયોગને રોકે છે. ત્યારપછી તુરત જઘન્યયોગવાળા બેઈન્દ્રિય પર્યાપ્તાના વચનયોગની નીચે અસંખ્યાતગુણ હીન બીજા વચનયોગનો રોધ કરે છે. ત્યાર પછી તરત જઘન્યયોગવાળા અપર્યાપ્તા સૂક્ષ્મ પનક જીવના કાયયોગની નીચે અસંખ્યાત ગુણ હીન કાયયોગનો રોધ કરે છે. તે એ ઉપાય વડે-એ પ્રકારે પ્રથમ મનોયોગનો રોધ કરે છે, મનોયોગનો રોધ કરી વચનયોગનો રોધ કરે છે, વચનયોગનો રોધ કરી કાયયોગનો રોધ કરે છે, કાયયોગનો રોલ કરી યોગનો વિરોધ કરે છે. યોગ નિરોધ કરીને અયોગીપણું-પામે છે. પછી થોડા કાળમાં હસ્વ પાંચ અક્ષરના ઉચ્ચારણ કાળ જેટલી અસંખ્યાતા સમયમના અન્તર્મુહૂર્ત પ્રમાણ શૈલેશીને પ્રાપ્ત થાય છે અને પૂર્વે રચેલી ગુણશ્રેણી જેની છે એવા કર્મને અનુભવવા પ્રાપ્ત થાય છે. તે શૈલેશના કાળમાં અસંખ્યાતી ગુણશ્રેણી વડે અસંખ્યાતા. કર્મ સ્કંધોનો ક્ષય કરે છે, ક્ષય કરીને વેદનીય, આયુષ, નામ અને ગોત્ર એ ચાર કર્મભેદોને એક સાથે ખપાવે છે. એક સાથે ખપાવી દારિક, તૈજસ અને કાર્પણ શરીરનો સર્વ પ્રકારે ત્યાગ કરે છે. ત્યાગ કરીને ઋજુશ્રેણીને પ્રાપ્ત થયેલો અસ્પૃશદગતિ વડે એક સમયમાં અવિગ્રહગતિ વડે ઉચે જઈને સાકારઉપયોગ સહિત સિદ્ધિપદને પામે છે, બોધ પામે છે, અને ત્યાં જઈ સિદ્ધ થાય છે. ત્યાં રહેલા સિદ્ધો શરીર રહિત, જીવપ્રદેશના ધનવાળા, દર્શન અને જ્ઞાનના ઉપયોગ વાળા, નિષ્ક્રિતાર્થકતાર્થ, રજરહિત, કંપરિહિત, કર્મ આવરણરહિત, અને વિશુદ્ધ એવા શાશ્વત અનાગત કાળ સુધી રહે છે. જેમ અગ્નિથી બળેલા બીજને ફરીથી અંકુરની ઉત્પત્તિ થતી નથી એ પ્રમાણે સિદ્ધોને પણ કમરૂપી બીજ બળી જવાથી ફરીથી જન્મની ઉત્પત્તિ થતી નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org