________________ - - - - - - - - - 408 પન્નવણા - 36-05 નૈરયિકપણામાં કેટલા આહારક સમુદ્યાતો અતીતકાળે થયેલા છે? હે ગૌતમ ! થયેલા નથી. એ પ્રમાણે વાવતુ વૈમાનિકપણામાં કહેવું. પરન્તુ મનુષ્યપણામાં અતીત કાળે કોઇને થયેલા છે અને કોઈને નથી જેને થયેલા છે તેને જઘન્યથી એક, બે અને ઉત્કૃષ્ટ ત્રણ હોય છે. કેટલા ભવિષ્ય કાળ થવાના છે? હે ગૌતમ! કોઇને થવાના હોય છે અને કોઈને હોતા નથી. જેને હોય છે તેને જધન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર હોય છે. એ પ્રમાણે સર્વ જીવો અને મનુષ્યોને કહેવું. મનુષ્યને મનુષ્યપણામાં અતીત કાળે થયેલા કોઈને હોય છે અને કોઈને હોતા નથી. જેને થયેલા હોય છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કર્ષથી ચાર હોય છે. એ પ્રમાણે ભવિષ્યકાળમાં થવાના પણ જાણવા. એ પ્રમાણે એ પ્રત્યેક દડકના ચોવીશ એવા ચોવીશ દેડકો યાવતું વૈમાનિકપણામાં કહેવા. હે ભગવન્! એક એક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા કેવલિસમુદ્રઘાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ ! થયેલા નથી. કેટલા ભવિષ્યકાળ થવાના છે? હે ગૌતમ ! થવાના નથી. એ પ્રમાણે વાવતું વૈમાનિકપણામાં કહેવું. પરન્તુ મનુષ્યપણામાં અતીત કાળે થયેલા નથી, ભવિષ્ય કાળે થવાના કોઇને હોય છે અને કોઇને હોતા નથી, જેને થવાના છે તેને એક થવાનો છે. મનુષ્યને મનુષ્યપણામાં અતીત કાળે કોઈને થયેલા છે અને કોઇને નથી. જેને થયેલા છે તેને એક થયેલો છે. એ પ્રમાણે ભવિષ્ય કાળે થવાનો પણ એકજ જાણવો. એ પ્રમાણે એ પ્રત્યેક દડકના ચોવીશ ચોવીશ દંડકો કહેવા. [05] હે ભગવન્! નરયિકોને નૈરયિકપણામાં કેટલા વેદના સમુદ્યાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યમાં થવાના છે? હે ગૌતમ! અનન્તા થવાના છે. એ પ્રમાણે યાવતુ વૈમાનિકપણામાં કહેવું. એ પ્રમાણે સર્વ જીવોને યાવતુ વૈમાનિકોને વૈમાનિકપણામાં કહેવું. એમ યાવત્ તૈજસ સમુદુઘાત સુધી કહેવું. પરન્તુ ઉપયોગ રાખીને જેને વૈક્રિય અને તેજસ સમુદ્ઘાંત હોય તેને તે કહેવા. હે ભગવન્! નૈરયિકોને નૈરયિકપણામાં કેટલા આહારક સમુદ્રઘાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! થયેલા નથી. કેટલા ભવિષ્યમાં થવાના છે? હે ગૌતમ ! થવાના નથી. એ પ્રમાણે યાવતું વૈમાનિકપણામાં કહેવું. પરન્તુ મનુષ્યપણામાં અતીત કાળે અસંખ્યાતા થયેલા છે અને ભવિષ્ય કાળે અસંખ્યાતા થવાના છે. એ પ્રમાણે યાવતુ વૈમાનિકોને કહેવું. પરન્તુ વનસ્પતિકાયિકોને મનુષ્યપણામાં અતીત કાળે અનન્તા થયેલા છે અને ભવિષ્ય કાળે અનન્તા થવાના છે. મનુષ્યોને મનુષ્યપણામાં અતીત કાળે કદાચ સંખ્યાતા હોય અને કદાચ અસંખ્યાતા હોય. એ પ્રમાણે ભવિષ્યકાળ થવાનું પણ જાણવા. બાકીના બધા દેડકો નૈરયિકોની પેઠે કહેવા. એમ ચોવીશ ચોવીશ દંડકો કહેવા. હે ભગવનું ! નરયિકોને નૈરયિકપણામાં કેટલા કેવલિસમુદ્યાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ ! થયેલા નથી. કેટલા ભવિષ્ય કાળ થવાના છે? હે ગૌતમ ! થવાના નથી. એ પ્રમાણે યાવતું વૈમાનિકપણામાં કહેવું. પરન્તુ મનુષ્યપણામાં અતીત કાળે થયેલા નથી, ભવિષ્યકાળે અસંખ્યાતા હોય છે. એ પ્રમાણે યાવતુ વૈમાનિકોને કહેવા, પરન્તુ વનસ્પતિકાયિકોને મનુષ્યપણામાં અતીતકાળે થયેલા નથી.ભવિષ્ય કાળે અનન્તા થવાના હોય છે. મનુષ્યો ને મનુષ્યપણામાં અતીત કાળે કદાચ હોય અને કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કર્ષથી શતપૃથકત્વ-હોય. કેટલા ભવિષ્ય કાળે થવાના છે? હે ગૌતમ ! કદાચ સંખ્યાતા અને કદાચ અસંખ્યાતા થવાના હોય છે. એ પ્રમાણે એ બધા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org