________________ પદ-૩૪ 403 છે-ઈત્યાદિ કાયપરિચારક દેવો સંબન્ધ કહ્યું તેમ બધું કહેવું. તેમાં જે રૂપ પરિચારક-દેવો છે તેઓના મનમાં ઈચ્છા થાય છે કે “અમે અપ્સરાઓની સાથે રૂપે વડે મૈથુન સેવવાને ઇચ્છીએ છીએ એટલે તે પ્રમાણે જ તે દેવીઓ ઉત્તર વૈક્રિય રૂપો કરે છે, કરીને જ્યાં તે દેવો છે ત્યાં આવે છે, ત્યાં આવીને તે દેવોની થોડે દૂર રહીને તે ઉદાર શૃંગારવાળું વાવતુ મનોહર પોતાનું ઉત્તર વૈક્રિય રૂપે બતાવતી ઉભી રહે છે. તે પછી તે અપ્સરાઓની સાથે રૂપપરિચારણ-કરે છે. બાકી બધું તેમજ જાણવું, તેમાં જે શબ્દપરિચારક-દેવો છે તેઓના મનમાં ઇચ્છા થાય છે કે “અમે અપ્સરાઓની સાથે શબ્દપરિચાર-કરવાને ઇચ્છીએ છીએ.” એટલે પૂર્વવતુ યાવતું વૈક્રિય રૂપે વિદુર્વે છે, વિક્ર્વીને જ્યાં દેવો છે ત્યાં આવે છે, આવીને તે દેવોની પાસે થોડે દૂર રહીને અનુત્તર-અનુપમ એવા અનેક પ્રકારનો શબ્દો બોલતી ઉભી રહે છે. ત્યાર બાદ તે દેવો તે અપ્સરાઓની સાથે શબ્દપરિચાર-કરે છે. બાકી બધું તેમજ જાણવું, તેમાં જે મનપરિચારક-દેવો છે તેઓના મનમાં વિચાર કરે છે એટલે જલદી તે અપ્સરાઓ ત્યાં આવી અનુત્તર-કામપ્રધાન અનેક પ્રકારના સંકલ્પો કરતી કરતી ઉભી રહે છે. ત્યાર પછી તે દેવો તે અપ્સરાઓની સાથે મન વડે વિષયસેવન કરે છે, બાકી બધું તેમજ જાણવું. [593 હે ભગવન્! કાયપરિચારક-શરીર વડે મૈથુનસેવી, યાવતું મન વડે વિષય સેવનારા અને અપરિચારક-વિષય સેવનરહિત તે દેવોમાં કયા દેવો અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડા દેવો વિષયસેવન રહિત છે, તેથી મને વડે વિષય સેવી દેવો સંખ્યાતગુણા છે, તેથી શબ્દ વડે વિષયસેવી અસંખ્યાતગુણા છે, તેથી રૂપ વડે વિષયસેવી અસંખ્યાતગુણા છે, તેથી સ્પર્શ વડે વિષય સેવનારા અસંખ્યાતગુણા છે, અને તેથી કાયા વડે વિષય સેવનારા અસંખ્યાતગુણા છે. પદ-૩૪-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (પદ-૩પ-વેદનાપદ) પિ૯૪-૫૯૫ શીત આદિ વેદના, દ્રવ્ય આદિને આશ્રયી વેદના, શારીરિક વેદના, સાતા અને દુઃખા વેદના, તથા આભુપગમિકી અને ઔપક્રમિકી વેદના, અને નિદા-અને અનિદા વેદના જાણવી. બધા જીવો સાતા અને અસાતા, સુખ, દુઃખા અને અદુઃખસુખા રૂપ વેદના વેદે છે. વિકલેન્દ્રિયો-મનરહિત વેદના વેદે છે અને બાકીના જીવો અને બન્ને પ્રકારની શારીરિક અને માનસિક વેદના વેદે છે. પ૯] હે ભગવન્! કેટલા પ્રકારની વેદના કહી છે? હે ગૌતમ! ત્રણ પ્રકારની. શીત, ઉષ્ણ અને શીતોષ્ણા વેદના. હે ભગવન્! નરયિકો શું શીતવેદના વેદે છે. ઉષ્ણવેદના વેદે છે કે શીતોષ્ણવેદના વેદે છે? હે ગૌતમ ! શીતવેદના વેદે છે, ઉષ્ણવેદના. વેદે છે. પરંતુ શીતોષ્ણા વેદના વેદતા નથી. હે ભગવન્! રત્નપ્રભાપૃથિવીના નૈરયિકનો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓ શીતવેદના વેદતા નથી, ઉષ્ણવેદના વેદે છે અને શીતોષ્ણા વેદના વેદતા નથી. એ પ્રમાણે તાલુકા પૃથિવીના નૈરયિકો સુધી જાણવું. પંકપ્રભા પૃથિવીના નૈરયિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓ શીતવેદના વેદે છે અને ઉષ્ણ વેદના પણ વેદે છે, પણ શીતોષ્ણા વેદના વેદતા નથી. જેઓ ઉષ્ણવેદના વેદે છે તે ઘણા છે અને જેઓ શીતવેદના વેદે છે તેઓ થોડા છે. ધૂમપ્રભાને વિશે એમ બને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org