________________ 404 પનવણા - ૩પ-પલ્પ પ્રકારની વેદના જાણવી. પરન્તુ જે શીતવેદના વેદે છે તે ઘણા છે અને જે ઉષ્ણ વેદના વેદે તે થોડા છે. તેમાં અને તમતમામાં શીત વેદના વેઢે છે પણ ઉણવેદના અને શીતોષ્ણ વેદના વેદતા નથી. અસુરકુમારો સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેઓ ત્રણે વેદના વેદે છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. પિ૯] હે ભગવન્! કેટલા પ્રકારની વેદના કહી છે? હે ગૌતમ! ચાર પ્રકારની. દ્રવ્યથી, ક્ષેત્રથી કાળથી અને ભાવથી. હે ભગવન્! નૈરયિકો શું દ્રવ્યથી વેદના વેદે છે ? થાવતુ શું ભાવથી વેદના વેદે છે? હે ગૌતમ! ચારે વેદના વેદે છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! કેટલા પ્રકારની વેદના કહી છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારની. શારીરીક, માનસિક અને શારીરીક-માનસિક વેદના. હે ભગવનું ! નૈરયિકો શારીરીક વેદના વેદે છે, માનસિક વેદના વેદે છે કે શરીરીક અને માનસ બને વેદના વેદે છે ? હે ગૌતમ ! ત્રણે વેદના વેદે છે. એ પ્રમાણે નૈરયિકો સુધી જાણવું. પરન્તુ એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો શારીરીક વેદના વેદે છે, પણ માનસિક વેદના અને શારીરીક-માનસિક વેદના વેતા નથી. હે ભગવન્! કેટલા પ્રકારની વેદના કહી છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારની. સાતા, અસાતા અને સાતા અાતા. હે ભગવન્! નૈરયિકો શું સાતા વેદના વેદે છે, અસાતા વેદના વૈદે છે કે સાતા અને અસાતા બને પ્રકારની વેદના વેદે છે ? હે - ગૌતમ ! ત્રણે પ્રકારની વેદના વેદે છે. એમ સર્વ જીવો યાવતુ વૈમાનિકો સુધી જાણવા. હે ભગવન્! કેટલા પ્રકારની વેદના કહી છે? હે ગૌતમ! દુખા, સુખા અને અદુખસુખા. હે ભગવન્! નરયિકો શું દુઃખા વેદના વેદે છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! ત્રણે વેદના વેદે છે, એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. પ૯૭] હે ભગવન્! કેટલા પ્રકારની વેદના કહી છે? હે ગૌતમ ! બે પ્રકારની. આવ્યુ મિકી અને ઔપક્રમિકી. હે ભગવન્! નરયિકો આબ્યુગામિની વેદના વેદે છે કે ઔપક્રમિકી વેદના વેદે છે? હે ગૌતમ! તેઓ આભ્યપગમિકી વેદના વેદતા નથી, પણ ઔપક્રમિક વેદના વેદે છે. એ પ્રમાણે ચઉરિદ્રિય સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો બન્ને પ્રકારની વેદના વેદે છે. વ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકો નૈરયિકોની પેઠે સમજવા. [પ૯૮] હે ભગવન્! કેટલા પ્રકારની વેદના કહી છે? હે ગૌતમ ! બે પ્રકારની. નિદા અને અનિદા, હે ભગવન્! નરયિકો નિદા વેદના વેદ છે કે અનિદ વેદના વેદે છે? હે ગૌતમ ! બંને. નૈરયિકો બે પ્રકારના છે-સંજ્ઞીભૂત અને અસંજ્ઞીભૂત. તેમાં જેઓ સંજ્ઞીભૂત છે તેઓ નિદા વેદનાને વેદે છે અને જે અસંભૂત છે તે અનિદા વેદના વેદે છે. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓ નિદા વેદના વેદતા નથી, પણ અનિદા વેદના વેદે છે. હે ગૌતમ ! પૃથિવીકાયિકો બધાં અસંજ્ઞી છે અને તેઓ અસંજ્ઞીભૂત અનિદા વેદના વેદે છે. એમ ચઉરિન્દ્રિય સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો અને વ્યન્તરો નરયિકોની પેઠે જાણવા. જ્યોતિષ્ક દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ તેઓ નિદા વેદનાને પણ વેદે છે અને અનિદા વેદનાને પણ વેદે છે. જ્યોતિષ્ક દેવો બે પ્રકારના છે. જેમકે-માયી મિથ્યાદ્રષ્ટિ અને અમાયી સમ્યગ્દષ્ટિ. તેમાં જે માયી મિથ્યાવૃષ્ટિ ઉત્પન્ન થયેલા છે તેઓ અનિદા વેદના વેદે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org