________________ 402 પનવસા-૩૪-૫૮૮ કહ્યા છે. હે ભગવન્! તે પ્રશસ્ત છે કે અપ્રશસ્ત-છે? હે ગૌતમ ! પ્રશસ્ત પણ છે અને અપ્રશસ્ત પણ છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવનું ! નરયિકો સમ્યક્વાધિગામી હોય છે, મિથ્યાત્વની પ્રાપ્તિવાળા હોય છે કે સમ્યુગ્મિધ્યાત્વની પ્રાપ્તિવાળા હોય છે ? હે ગૌતમ ! ત્રણે હોય છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું. પરન્તુ એકેન્દ્રિયો અને વિક- લેન્દ્રિયો સમ્યની પ્રાપ્તિવાળા નથી. સમ્યમ્મિથ્યાત્વની પ્રાપ્તિ વાળા નથી. પણ મિથ્યાત્વની પ્રાપ્તિવાળા હોય છે. હે ભગવન! દેવો શું દેવી સહિત અને સપરિચાર- દેવીસહિત અને અપરિચાર-દેવીરહિત અને પરિચારસહિત અને દેવીરહિત અને પરિચારરહિત હોય ? હે ગૌતમ ! કેટલાએક દેવો દેવીસહિત અને પરિચારસહિત હોય છે, કેટલાએક દેવો દેવીરહિત અને પરિચારસહિતા હોય છે અને કેટલાએક દેવો દેવીસહિત અને પરિચાર સહિત હોય છે, પરંતુ દેવો દેવીસહિત અને પરિચારરસહિત હોતા નથી. ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક, સૌધર્મ અને ઇશાન કલ્પોમાં દેવો દેવી સહિત અને પરિવાર સહિત હોય છે. સનકુમાર, મહેન્દ્ર બ્રહ્મલોક, લાંતક, મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પમાં દેવો દેવી સહિત અને પરિચાર સહિત હોય છે. રૈવેયક અને અનુત્તરૌપપાતિક દેવો દેવીસહિત અને પરિચાર સહિત હોય છે. પરતુ દેવો દેવી સહિત અને પરિચારસહિત હોતા નથી. પ૮૯ હે ભગવન્! કેટલા પ્રકારે પરિચારણા-મેથુનસેવા કહી છે? હે ગૌતમ! પાંચ પ્રકારે. કાયપરિચારણા, સ્પર્શપરિચારણા, રૂપપરિચાર, શબ્દપરિચારણા અને મનપરિચારણા. ભવનપતિ, વ્યસ્ત, જ્યોતિષ્ક, સૌધર્મ અને ઇશાન કલ્પમાં દેવો કાયપરિચારક-શરીર વડે મૈથુન સેવન કરનાર, સનકુમાર અને મહેન્દ્ર કલ્પમાં દેવો રૂપરિચારક-બ્રહ્મલોક અને લાંતક કલ્પમાં દેવો રૂપપરિચારક-મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પમાં દેવો શબ્દપરિચારક-તથા આનત, પ્રાણત, આરણ અને અશ્રુત ફિલ્મમાં દેવો મનવડે મૈથુન સેવન કરનારા હોય છે. રૈવેયક અને અનુત્તરૌપપાતિક-દેવો અપરિચાર-મૈથુન સેવનરહિત હોય છે. તેમાં જે કાયપરિચારક-છે તેઓને ઈચ્છાપ્રધાન મન-સંકલ્પ થાય છે કે-“અમે અપ્સરા ઓની સાથે કાયપરિચાર-ઈચ્છીએ છીએ. તે દેવો એવો સંકલ્પ કરે છે એટલે જલદી તે અપ્સરાઓ ઉદાર શૃંગાર યુક્ત મનોજ્ઞ, મનોહર અને મનોરમ ઉત્તર વૈક્રિય રૂપે કરે છે, કરીને તે દેવોની પાસે આવે છે. ત્યાર બાદ તે દેવો તે અપ્સરાઓની સાથે શરીર દ્વારા મિથુન સેવન કરે છે. પિ૯૦ જેમકે શીત યુગલો શીત યોનિ વાળા પ્રાણીને પામી અતિશય શીતપણે પરિણત થઈને રહે છે, અને ઉષ્ણ પગલો ઉષ્ણયોનિવાળા પ્રાણીને પામી અતિશય ઉષ્ણપણે થઈને રહે છે. એ પ્રમાણે તે દેવો વડે તે અપ્સરાઓની સાથે કાયપરિચાર કરાય છે, ત્યારે તેનું ઈચ્છપ્રધાન મન જલદી શાંત થાય છે. [પ૯૧] હે ભગવન્! તે દેવોને શુકના વીર્યના પુદ્ગલો છે? હા છે. હે ભગવન્! તે પુદ્ગલો તે અપ્સરાઓને કેવા રૂપે વારંવાર પરિણમે છે? હે ગૌતમ ! શ્રોત્રેન્દ્રિયપણે, ચાઈન્દ્રિયપ, ધ્રાણેન્દ્રિયપણે, રસેન્દ્રિયપણે સ્પર્શેન્દ્રિયપણે. ઈષ્ટપણે, કાંતપણે, મનોજ્ઞપણે, મનાપ-મનને ગમે એવાપણે, સુભગ-પ્રિયપણે, સૌભાગ્યનો હેતુ રૂપે, યૌવન અને લાવણ્યગુણપણે તે પુગલો વારંવાર તેઓને પરિણમે છે. [પ૯૨] તેમાં જેઓ સ્પર્શપરિચારક-દેવો છે તેઓના મનમાં ઇચ્છા થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org