________________ - - - પદ-૨૮, ઉદેસા-૨ 393 જાણવા. સિદ્ધો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓ આહારક નથી પણ અનાહારક છે. હે ભગવન્! ભવસિદ્ધિક (ભવ્ય) જીવ શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ ! કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! ભવસિદ્ધિ જીવો શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ ! જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા. અભવસિદ્ધ (અભવ્ય જીવ પણ એમજ સમજવો. હે ભગવન્! નોભવસિદ્ધિક-નોઅભાવસિદ્ધિક જીવ શું આહારક હોય કે અનાહારક હોય ? હે ગૌતમ ! આહારક ન હોય પણ અનાહારક હોય. એમ સિદ્ધ સંબધે પણ જાણવું. નોભવસિદ્ધિનોઅભવસિદ્ધિ જીવો શું આહારક હોય કે અનાહારક હોય ? આહારક ન હોય પણ અનાહારક હોય. એમ સિદ્ધો પણ જાણવા. પ૬૧ હે ભગવન્! સંસી જીવ આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! કદાચ આહારક હોય અને કદાચ અનાહારક હોય. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. પરન્ત એકેન્દ્રિય સંબધે પ્રશ્ન ન કરવો. હે ભગવન્! સંજ્ઞી જીવો શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! જીવોદિ સંબધે ત્રણ ભાંગા વૈમાનિકો સુધી જાણવા. હે ભગવન્! અસંજ્ઞી જીવ શું આહારક હોય કે અનાહારક હોય ? હે ગૌતમ ! કદાચ આહારક હોય અને કદાચ અનાહારક હોય. એ પ્રમાણે નૈરયિકથી આરંભી વ્યન્તર સુધી જાણવું. જ્યોતિષ્ક અને વૈમાનિક સંબધે પ્રશ્ન ન કરવો. હે ભગવન્! અસંજ્ઞી જીવો શું આહારક હોય કે અનાહારક હોય ? હે ગૌતમ ! તેઓ આહારક પણ હોય અને અનાહારક પણ હોયએ એક ભંગ જાણવો. હે ભગવન્! અસંજ્ઞી નારકો આહારક હોય અનાહારક હોય ? બધા આહારક હોય, બધા અનાહારક હોય, અથવા એક આહારક હોય અને એક અનાહારક હોય, અથવા એક અનાહારક હોય અને ઘણા અનાહારક હોય, અથવા ઘણા આહારક હોય અને એક અનાહારક હોય, અથવા ઘણા આહારક હોય અને ઘણા અનાહારક હોય. એ પ્રમાણે છ ભાંગા જાણવા. એ પ્રમાણે સ્વનિત કુમાર સુધી જાણવું. એકેન્દ્રિયોમાં બીજા ભાંગાઓ થતા નથી. બેઈન્દ્રિય ધાવતું પંચેન્દ્રિય તિર્યંચોમાં ત્રણ ભાંગાઓ તથા મનુષ્ય અને વ્યસ્તરોમાં છ ભાંગા જાણવા. નોસંજ્ઞી-નો અસંજ્ઞી જીવ શું આહારક હોય કે અનાહારક હોય ? કદાચ અહારક હોય અને કદાચ અનાહારક હોય. એમ મનુષ્ય સંબધે પણ જાણવું. સિદ્ધ અનાહારક હોય. બહુવચન યુક્ત નોશી-નોઅસંજ્ઞી જીવો આહારક પણ હોય અને અનાહારક પણ હોય. મનુષ્યને વિશે ત્રણ ભાગ હોય છે. અને સિદ્ધો અનાહારક હોય છે. [62] હે ભગવન્! લેશ્વાસહિત જીવ આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! કદાચ આહારક હોય અને કદાચ અનાહારક હોય. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! લેક્ષાસહિત જીવો આહારક હોય કે અનાહારક હોય ? હે ગૌતમ ! જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા. એમ કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યા વાળા અને કાપોતલેશ્યાવાળાને પણ જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા સમજવા. તેજલેશ્યામાં પૃથિવી અપુ અને વનસ્પતિકાયિકોને છ ભાંગા અને બાકીના જેઓને તેજલેશ્યા છે તેઓને જીવાદિ સંબન્ધી ત્રણ ભાંગા જાણવા. પહ્મલેશ્યા અને શુક્લલેશ્યામાં જીવાદિ સંબન્ધી ત્રણ ભાંગા સમજવા. લેક્ષારહિત છે તેઓને જીવાદિ સંબન્ધી ત્રણ ભાગા જાણવા. પદ્મલેશ્યા અને શુક્લલેશ્યામાં જાવાદિ સંબન્ધી ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org