________________ 992 પનવસા - ૨૮૧પપપ આહારની ઇચ્છા થાય છે. [55] હે ભગવન્! નૈરયિકો શું એકેન્દ્રિય શરીરોનો આહાર કરે કે યાવતુ પંચેન્દ્રિય શરીરોનો આહાર કરે ? હે ગૌતમ ! પૂર્વ ભાવની પ્રજ્ઞાપનાને અનુસરી અવશ્ય પંચેન્દ્રિય શરીરોનો આહાર કરે છે. એમ નિતકુમારો સુધી જાણવું. પૃથિવી કાયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! પૂર્વભાવની પ્રજ્ઞાપનાને આશ્રયી એમ જ સમજવું. પ્રત્યુત્પન્ન વર્તમાન ભાવની પ્રજ્ઞાપનાની અપેક્ષાએ અવશ્ય એકેન્દ્રિય શરીરોનો આહાર કરે છે. બેઇન્દ્રિયો પૂર્વભાવની પ્રજ્ઞાપનાને આશ્રયી એમજ જાણવા. અને પ્રત્યુત્પન્ન ભાવ પ્રજ્ઞાપનાને આશ્રયી અવશ્ય બેઇન્દ્રિય શરીરનો આહાર કરે છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધી પૂર્વભાવ પ્રજ્ઞાપાને આશ્રયી જાણવું. અને પ્રત્યુત્પન્ન ભાવ પ્રજ્ઞાપનાને આશ્રયી અવ શ્ય જેને જેટલી ઈન્દ્રિયો હોય તે તેટલી ઈરિયાવાળા શરીરોનો આહાર કરે છે. બાકી બધું નૈરયિકોની પેઠે યાવતુ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નૈરયિકો લોમાહાર- વાળા છે કે પ્રક્ષેપાહારવાળા છે? હે ગૌતમ ! લોમાહારવાળા છે પણ પ્રક્ષેપાહારવાળા નથી. એ પ્રમાણે એકેન્દ્રિયો અને સર્વ દેવો કહેવા. બેઈન્દ્રિયો યાવતું મનુષ્યો લોભાહાર વાળા પણ હોય છે અને પ્રક્ષેપાહારવાળા પણ હોય છે. પિપ૭] હે ભગવન્! નરયિકો ઓજઆહારવાળા અને મનોભક્ષી હોય છે ? હે ગૌતમ ઓજહારવાળા હોય છે પણ મનોભક્ષી હોતા નથી. એમ બધા ઔદારિક શરીરવાળા પણ જાણવા. વૈમાનિક સુધીના બધા દેવો ઓજઆહારવાળા અને મનોભક્ષી હોય છે. તેઓમાં જે મનોભક્ષી દેવો છે તેઓને અમે મન વડે ભક્ષણ કરવાને ઇચ્છીએ છીએ. એવું ઇચ્છાપ્રધાન મન થાય છે. તે દેવો જ્યારે એવો વિચાર કરે છે ત્યારે તુરત જ જે પુદ્ગલો ઈન્ટ, કાન્ત યાવતું મનને અનુકૂલ છે તે તેઓને મનોભક્ષણ રૂપે પરિણમે છે. જેમ શીત યુગલો શીતયોનિવાળા જીવને આશ્રયી શીત રૂપે પરિણમીને રહે છે, ઉષ્ણ યુગલો ઉષ્ણુયોનિવાળા જીવને આશ્રયી ઉષ્ણરૂપે થઈને રહે છે, એમ તે દેવો મનોભક્ષણ કરે છે ત્યારે તેઓનું આહારનું ઇચ્છાપ્રધાન મન નિવૃત્ત-શાંત થાય છે. | પદ-૨૮ ઉદેસી-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણા (ઉદ્દેશક-૨). [પપ૮] આહાર, ભવ્ય, સંજ્ઞી. વેશ્યા, દષ્ટિ, સંયત, કષાય, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર અને પયાપ્તિ. પપ૯-૫૦ હે ભગવનું ! જીવ શુંઆહારક હોય કે અનાહારક હોય ? કદાચઆહારક હોય અને કદાચ અનાહારક હોય. હે ભગવનું ! નરયિક શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! કદાચ આહારક હોય અને કદાચ અનાહારક હોય. એ પ્રમાણે અસુરકુમાર યાવતુ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! સિદ્ધ શું આહારક છે કે અનાહારક છે? હે ગૌતમ! આહારક નથી, પણ અનાહારક છે. હે ભગવન્! જીવો શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! આહારક પણ હોય છે અને અનાહારક પણ હોય છે. નરયિકો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! બધા ય આહારક હોય, 2 અથવા બધા આહારક હોય અને એક અનાહારક હોય, અથવા ઘણા આહારક હોય અને ઘણા અનાહારક હોય. એ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું. પરન્તુ એકેન્દ્રિયો જીવોની પેઠે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org