SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ 394 પન્નવણા - ૨૮રપ૬ર ભાંગા સમજવા. લેશ્યારહિત જીવો, મનુષ્યો અને સિદ્ધો હોય છે અને તે એકવચન અને બહુવચનની અપેક્ષાએ પણ આહાર નથી, પણ અનાહારક છે. [પ૩] હે ભગવન્! સમ્યગ્દષ્ટિ જીવો આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! કદાચિત આહારક હોય અને કદાચિત અનાહારક હોય. બેઇન્દ્રિયો, તે ઇન્દ્રિયો અને ચઉરિન્દ્રિયોને છ ભાંગા હોય છે. સિદ્ધો અનાહારક હોય છે, બાકીના જીવોને ત્રણ ભાંગા હોય છે. મિથ્યાદષ્ટિ વિશે જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા સમજવા. હે ભગવન્! સમ્યુગ્મિધ્યાદષ્ટિ જીવ શું આહારક હોય કે અનાહારક હોય ? હે ગૌતમ ! આહારક હોય. પણ અનાહારક હોય. એ પ્રમાણે એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય સિવાય વૈમાનિક સુધી જાણવું. એમ અપેક્ષાએ પણ જાણવું. fપ૬૪] હે ભગવનું સંયત જીવ શું આહારક હોય કે અનાહારક હોય ? ગૌતમ! કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય, એ પ્રમાણે મનુષ્ય સબધે પણ કહેવું. બહુવચનની અપેક્ષાએ ત્રણ ભાંગા જાણવા. અસંયત સંબધે પૃચ્છા. હે ગૌતમ! કાચિત્ આહારક હોય અને કદાચિતુ અનાહારક હોય. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા, સંયતાસંયત જીવ પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્ય હોય છે અને તે એકવચન અને બહુવચન વડે પણ આહારક હોય છે પણ અનાહારક હોતા નથી. નોસંયત-નોઅસંત-નોસંયતાસંયત જીવ અને સિદ્ધ છે અને તે એકવચન અને બહુવચન વડે પણ આહારક નથી, પણ અનાહારક છે. પિપ હે ભગવન્! સકષાયી જીવ આહારક હોય કે અનાહારક હોય ? હે ગૌતમ ! કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા. ક્રોધ કષાયવાળા જીવાદિને વિશે એમ જ સમજવું, પરન્તુ જેવોમાં છ ભાંગા હોય છે. માન કષાયવાળા અને માયાકષાયવાળા દેવ અને નારકોને વિશે છ ભાંગા અને બાકીના સ્થાને જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા સમજવા. લોભકષાયવાળા નારકોને છે ભાંગા અને બાકીના સ્થાનોમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા. અકષાયી નોસંજ્ઞી-નો અસંજ્ઞી પેઠે કહેવા. Jપદ૬] જ્ઞાની સમ્યગ્દષ્ટિની જેમ જાણવો. આભિનિબોધિક જ્ઞાની અને શ્રુત જ્ઞાની બેઈન્દ્રિય, ઈન્દ્રિય અને ચઉન્દ્રિયને વિષે છ ભાંગા સમજવા. બાકીના જીવો વિશે જેઓને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન છે તેઓને જીવાદિ સંબધે ત્રણ ભાંગા જાણવા. અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચયોનિકો આહારકો હોય છે પણ અનાહારક હોતા નથી. બાકીના જીવોમાં જેઓને અવધિજ્ઞાન છે તેઓને જીવાદિ સંબન્ધએ ત્રણ ભાંગા જાણવા, મનકાર્યવજ્ઞાની જીવો અને મનુષ્યો એકવચન અને બહુવચન વડે પણ આહા. રક છે પણ અનાહારક નથી. કેવલજ્ઞાની નોસંજ્ઞી-નોઅસંજ્ઞી પેઠે જાણવા. પ૬] સયોગીને વિશે જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા. મનયોગી અને વચનયોગી સમ્યુગ્મિધ્યાદષ્ટિની જેમ કહેવા. પરન્તુ વચનયોગ વિકેલેન્દ્રિયોને પણ કહેવો. કાયયોગીને વિશે જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાગ હોય છે. અયોગી જીવ, મનુષ્ય અને સિદ્ધ અનાહારક જાણવા. [68] સાકાર અને અનાકાર ઉપયોગવાળામાં જીવ અને એકેન્દ્રિય સિવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005075
Book TitleAgam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy