________________ 376 પુનવાણા - 232540 કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે. તેના ચાર હજાર વરસનો અબાધાકળ, યાવતુ નિષેક સમજવો. સંજ્વલન માન સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય એક માસની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોધની જેમ સમજવી. સંજ્વલન માયા સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અર્ધમાસની અને ઉત્કૃષ્ટ ક્રોધની સ્થિતિ છે તે પ્રમાણે જાણવી. સંજ્વલન લોભસંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોધના જેટલી. જાણવી. સ્ત્રીવેદ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે જૂન સાગરોપમના અઢી સક્ષમાંશ અને ઉત્કૃષ્ટ પન્દર કોડાકોડી સાગરોપમ, તથા પન્દરસો વરસનો અબાધાકાળ હોય છે. પુરુષ વેદસંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી આઠ વરસ અને ઉત્કૃષ્ટ દસ કોડાકોડી સાગરોપમાં એક હજાર વરસ અબાઘાકાળ, યાવતુ તિર્લા કાળ ન્યૂન) નિષેકકાળ સમજવો, નપુંસક વેદ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! ધન્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન બે સપ્તમાંશ સાગરોપમની અને ઉત્કૃષ્ટ વીશ કોડાકોડી સાગરોપમની સ્થિતિ જાણવી.તેમજ બેહારવરસનોઅબાધાકાળ જાણવો. હાસ્ય અને રતિ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન સાગરોપમની એક સક્ષમાંશ અને ઉત્કૃષ્ટ દસ કોડાકોડી સાગરોપમની સ્થિતિ હોય છે. તેમજ એક હજાર વરસનો અબાધાકાળ જાણવો. અરતિ, ભય, શોક અને જુગુપ્સા સંબન્ધ પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે જૂન સાગરોપમના બે સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ વીશ કોડાકોડી સાગરોપની સ્થિતિ હોય છે. તથા બે હજાર વરસનો અબાધાકાળ જાણવો. નૈરયિકાયુષ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અધિક દસ હજાર વરસ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીના ત્રીજા ભાગ અધિક તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે. તિર્યંચાયુષ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીના ત્રીજા ભાગ અધિક ત્રણ પલ્યોપમની સ્થિતિ જાણવી. એમ મનુષ્યાયુષની પણ સ્થિતિ જાણવી દેવાયુષની સ્થિતિ નૈરયિકાયુષ પ્રમાણે જાણવી.નરકગતિનામસંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન એક હજાર સાગરોપમના બે સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ વીશ કોડાકોડી સાગરોપમની સ્થિતિ હોય છે. તથા અબાધાકાળ બે હજાર વરસનો જાણવો. તિર્યંચગતિ નામની નપુંસકવેદની પેઠે સ્થિતિ જાણવી, મનુષ્યગતિનામ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમનો દોઢ સાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પન્દર કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે. તથા અબાધાકાળ પન્દરસો વરસનો સમજવો. દેવગતિના. સંબન્ધ પૃચ્છા. હે ગૌતમ જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે જૂન એક હજાર સાગરોપમનો સાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પુરુષવેદના તુલ્ય જાણવી. એકેન્દ્રિય જાતિનામ સંબધે પૃચ્છ, હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમના બે સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ વીશ કોડાકોડી સાગરોપમની સ્થિતિ જાણવી. તથા બે હજાર વરસનો અબાધાકાળ સમજવો. બેઈન્દ્રિય જાતિનામ સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમના નવ પાંત્રીશાંશ,ઉત્કૃષ્ટ અઢાર કોડકોડી સાગરોપમની થતા અઢારસો વર્ષનો અબાધાકાળ જાણવો. તે ઇન્દ્રિય જાતિનામ સંબન્ધ પૃચ્છા. જઘન્ય સ્થિતિ એમજ-બેઇન્દ્રિય પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org