________________ પદ-૨૩, ઉદેસા-૨ 375 અને હુડકસ્થાનનામ. હે ભગવન્! વર્ણનામ કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! પાંચ પ્રકારનું. કૃષ્ણવર્ણનામ, વાવ શક્લવર્ણનામ. હે ભગવન્! ગલ્પનામ કમ કેટલા પ્રકારે છે? હે ગૌતમ! બે પ્રકારે. સુરભિગધનામ દુરભિગંધ નામ. રસનામ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! પાંચ પ્રકારે. તિક્તરસનામ, યાવતુ મધુરરસનામ. સ્પર્શ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! આઠ પ્રકારે. કર્કશસ્પનિામ, યાવતુ લઘુસ્પર્શનામ. અગુરુલઘુનામ એક પ્રકારનું છે. ઉપધાતનામ એક પ્રકારનું છે. આનુપૂર્વીના ચાર પ્રકારે કહ્યું છે. નૈરયિકાનું પૂર્વનામ, યાવતું દેવાનુપૂર્વીનામ. ઉચ્છવાસના એક પ્રકારે છે, બાકીની સર્વ પ્રકૃતિઓ તીર્થકરના પર્યન્ત એક પ્રકારની છે. પરન્તુ વિહાયોગતિનામ બે પ્રકારે છે. પ્રશસ્ત વિહાયોગતિનામ અને અપ્રશસ્ત વિહાયોગતિનામ, હે ભગવન્! ગોત્રકર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ બે પ્રકારનું. ઉચ્ચ ગોત્ર અને નીચે ગોત્ર. હે ભગવન! ઉચ્ચ ગોત્ર કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! આઠ પ્રકારનું છે. જાતિવિશિષ્ટતા, યાવતુ એશ્વર્યાવિ શિષ્ટતા. એ પ્રમાણે નીચગોત્ર પણ જાણવું. પરન્તુ જાતિવિહીનતા, યાવતુ એશ્વર્ય વિહીનતા જાણવી. હે ભગવન્! અન્તરાય કર્મ કેટલા પ્રકારનું કહ્યું છે? હે ગૌતમ! પાંચ પ્રકારનું. દાનાન્તરાય, યાવત્ વયન્તરાય. હે ભગવનું! જ્ઞાના વરણીય કર્મની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્ય અન્ત મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રીશ કોડાકોડી સાગરોપમની છે. અબાધાકાળ ત્રણ હજાર વરસનો છે. અબાધાકાળ હીન કર્મની સ્થિતિ તે કર્મનો નિષેક છે. હે ભગવન્! પાંચ નિદ્રા કર્મની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન ત્રણ સપ્તશ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ત્રીશ કોડાકોડી સાગરોપમની સ્થિતિ કહી છે. ત્રણ હજાર વર્ષ અબાધાકાળ અને અબાધાકાળ હીન કર્મસ્થિતિ કર્મનો નિષેક છે. હે ભગવન્! ચાર દર્શનાવરણની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રીશ કોડાકોડી સાગરોપમ છે. ત્રણ હજાર વરસ અબાધાકાળ અને અબાધાકાળ ન્યૂન કર્મ સ્થિતિ એ કર્મનો નિષેક છે. સાતવેદનીય ઈયપથિક બન્ધને આશ્રયી જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય કે બે સમયની સ્થિતિ છે. સાંપરાયિક બન્ધને આશ્રયી જઘન્ય બાર મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પન્દર કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે. તથા પન્દરસો વરસનો અબાધકાળ છે. અસાતાવેદનીયની જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમના ત્રણ સપ્તમાંશની સ્થિતિ છે. અને ઉત્કૃષ્ટ ત્રીશ કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે. તેની ત્રણ હજાર વરસનો અબાધાકાળ અને અબાધાકાળવડે ન્યૂન કર્મનિષેક કાળ સમજવો. સમ્યત્વવેદનીય સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ કિંઇક અધિક છાસઠ સાગરોપમની સ્થિતિ છે. મિથ્યાત્વવેદનીય કર્મની સ્થિતિ જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ સિત્તેર કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે. સમ્યુશ્મિથ્યાત્વ વેદનીય કર્મની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તર્મુહૂર્ત છે. બાર કષાયોની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન એક સાગરોપમની ચાર સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ સ્થિતિ ચાળીશ કોડાકોડી સાગરોપમની છે. તેના ચાર હજાર વરસનો અબાધાકાળ, યાવતુ નિવેક કાળ જાણવો. સંજ્વલન ક્રોધ સંબધે પૃચ્છા. હે ગોતમ ! જઘન્ય બે માસની અને ઉત્કૃષ્ટ ચાળીશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org