________________ 374 પન્નવણા - 232540 સાતવેદનીય કર્મ કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! આઠ પ્રકારનું છે. મનોજ્ઞ શો, થાવત્ કાયસુખ-શારીરિક સુખ. હે ભગવન્! અસતાવેદનીય કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! આઠ પ્રકારનું છે. અમનોજ્ઞ શબ્દો, યાવત્ કાયદુઃખ-શારીરિક દુઃખ. હે ભગવન્! મોહનીય કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ ! બે પ્રકારનું. દર્શનમોહનીય અને ચારિત્ર મોહનીય. હે ભગવન્! દર્શનમોહનીય કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! ત્રણ પ્રકારનું. સમ્યક્તવ વેદનીય, મિથ્યાત્વવેદનીય અને સમ્યશ્મિથ્યાત્વ વેદનીય. હે ભગવન્! કષાયવેદનીય કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ ! બે પ્રકારનું. કપાયા વેદનીય અને નોકષાયવેદનીય. હે ભગવન! કયાયવદનીય કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ ! સોળ પ્રકારનું. અનન્તાનુબન્ધી ક્રોધ, અનન્તાનુબન્ધી માન, અનન્તાનુબન્ધી માયા, અનન્તાનુબન્ધી લોભ,અપ્રત્યાખ્યાન ક્રોધ, એમ માન, માયા, લોભ, પ્રત્યાખ્યાનાવરણ કોધ, એમ માન, માયા, લોભ, સંજ્વલન ક્રોધ, એમ માન, માયા અને લોભ. હે ભગવન્! નોકષાયવેદનીય કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ ! નવ પ્રકારનું. સ્ત્રીવેદનીય, પુરુષવેદ વેદનીય, નપુંસકવેદ વેદનીય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્યા. હે ભગવન્! આયુષ કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! ચાર પ્રકારનું. નૈરયિકાયુષ અને યાવતું દેવાયુષ. હે ભગવનું! નામકર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! બેંતાળીશ પ્રકારનું. ગતિનામ, જાતિનામ, શરીરનામ, શરીરાંગોપાંગનામ, શરીરબન્ધનનામ. શરીરસંઘયણનામ, સંઘાતનનામ, સંસ્થાનનામ, વર્ણ નામ, ગન્ધનામ, રસનામ, સ્પર્શનામ, અગુરુલઘુનામ, ઉપઘાત નામ, પરાઘાતનામ, આનુ- પૂર્વનામ, ઉચ્છુવાસનામ, આતમ નામ, ઉદ્યોતનામ, વિહાયોગતિનામ, ત્રસનામ, સ્થાવરનામ, બાદરનામ, સૂક્ષ્મનામ, પર્યામાનામ, અપર્યાપ્તાનામ, સાધારણ શરીરનામ પ્રત્યેકશરીરનામ, સ્થિરનામ, અસ્થિરનામ, શુભનામ, અશુભનામ, સુભગનામ, દુર્ભગનામ, સુખરનામ, દુઃખરનામ, આદેયનામ, અનાદેય, યશકીતિનામ, અયશકીર્તિનામ, નિમણિનામ અને તિર્થંકર નામ. હે ભગવન્! ગતિનામ કર્મ કેટલા પ્રકારનું છે. હે ગૌતમ ! ચાર પ્રકારનું. નૈરકિગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિમાન. હે ભગવન્! જાતિનામ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! પાંચ પ્રકારનું. એકેન્દ્રિય જાતિનામ, વાવતુ પંચેન્દ્રિય જાતિનામ. હે ભગવન્! શરીરનામ કર્મ કેટલા પ્રકારનું છે. હે ગૌતમ! પાંચ પ્રકારે. ઔદારિક શરીરનામ,યાવતું કાર્પણ શરીરનામ. હે ભગવનું ! શરીરાંગોપાંગ નામ અને કર્મ કેટલા પ્રકારનું કહ્યું છે. ત્રણ પ્રકારે. તે ઔદારિકશરીરાંગોપાંગ, વૈક્રિયશરીરનાંગોપાંગ નામ અને આહારકશરી રાંગોપાંગ નામ. હે ભગવન્!શરીરબન્ધન નામ કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! પાંચ પ્રકારનું. ઔદારિકશરીરબન્ધનનામ, યાવત્ કામણ શરીરબન્ધનનામ. હે ભગવન્! શરીરસંઘાતન નામ કર્મ કેટલા પ્રકારે છે? હે ગૌતમ! પાંચ પ્રકારનું છે. ઔદારિકશરીરસંઘાતનામ કર્મ, વાવતું કામણ શરીરસંઘાતનામ. હે ભગવનું ! સંઘયણ નામ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! છ પ્રકારનું વજઋષભનારાચ સંઘયણનામ, ૪ષભનારાચ સંધયણ નામ, નારાચ સંઘયણનામ, અર્ધનારાચ સંઘયણનામ, કીલિકા સંધયણનામ અને છેવટ્ટસંધયણનામ. હે ભગવન્! સંસ્થાનના કેટલા પ્રકારનું કહ્યું છે? હે ગૌતમ ! છ પ્રકારનું. સમચતુરસ્ત્ર સંસ્થાનનામ, જોધ્રપરિમંડલ, સાદિ, વામન, કુન્જ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org