________________ પદ-૨૩, ઉદેસા-૧ 373 અને વિસસા પુદ્ગલપરિણામને વેદે છે, તેઓના ઉદય વડે મોહનીય કર્મને વેદે છે. હે ભગવન્! બાંધેલ આયુષ કર્મનો કેટલા પ્રકારનો વિપાક છે? ઈત્યાદિ તેમજ કરવી. હે ગૌતમ ! ચાર પ્રકારનો. નૈરયિકાયુષ, તિર્યંચાયુષ, મનુષ્પાયુષ અને દેવાયુષ. જે પુદ્ગલ, પુદ્ગલો, પુદ્ગલપરિણામ કે વિશ્વસા યુગલોના પરિણામને વેદે છે અને તેઓના ઉદય વડે આયુષ કર્મ વેદે છે. હે ગૌતમ! એ આયુષ કર્મ છે અને હે ગૌતમ! એ આયુષ કર્મનો ચાર પ્રકારનો વિપાક કહ્યો છે. હે ભગવન્! જીવે બાંધેલા શુભનામકર્મનો કેટલા પ્રકારનો વિપાક છે?હે ગૌતમ! ચૌદ પ્રકારનો. ઈષ્ટ શબ્દ, ઈષ્ટ રૂપે, ઇષ્ટ ગબ્ધ, ઇષ્ટ રસ, ઈષ્ટ સ્પ, ઈષ્ટ ગતિ, ઇષ્ટ સ્થિતિ, ઈષ્ટ લાવણ્ય, ઈષ્ટ યશકિર્તિ, ઈષ્ટ બલ, વિર્ય અને પુરૂષકાર-પરાક્રમ, ઈષ્ટ સ્વર, કાન્ત સ્વર, પ્રિય સ્વર અને મનોજ્ઞ સ્વર. જે પુદ્ગલ, પુદ્ગલો, પુદ્ગલપરિણામ અને વિસસા પુદ્ગલપરિણામને વેદે છે, અને તેઓના ઉદય વડે શુભનામ કર્મ વેદે છે. હે ગૌતમ ! એ શુભનામ કર્મ છે. હે ભગવન્! દુઃખ-અશુભ નામ કર્મનો કેટલા પ્રકારનો વિપાક છે? હે ગૌતમએમ જ સમજવો. પરન્તુ અનિષ્ટ શબ્દ, યાવત્ હીનસ્વર, દીનસ્વર અને અકાન્ત સ્વર જાણવો. જે વેદે છે-ઈત્યાદિ બધું તેમજ જાણવું. હે ભગવન્! જીવે બાંધેલા ઉચ્ચ ગોત્રના કર્મનો કેટલા પ્રકારનો વિપાક છે? હે ગૌતમ ! આઠ પ્રકારનો. જાતિવિશિષ્ટતા, કુલવિશિષ્ટતા, બલવિશિષ્ટતા, રૂપવિશિષ્ટતા, તપવિ શિષ્ટતા, શ્રતવિશિષ્ટતા, લાભવિશિષ્ટતા અને એશ્વર્યવિશખિતા. જે પુદ્ગલ પુદ્ગલો, પુદ્ગલપરિણામ કે વિઢસા પુદ્ગલોના પરિણામને વેદે છે. અને તેના ઉદય વડે. હે ભગવન્! નીચેગોત્ર કર્મનો કેટલા પ્રકારનો વિપાક છે? હે ગૌતમ! એમજ જાણવો. પરન્તુ જાતિ હીનપણું, યાવતુ એશ્વર્યહીનપણું. જે પુગલ, પુદ્ગલો, પુદ્ગલપરિણામ કે વિસસાપુગલોના પરિણામને વેદે છે અને તેઓના ઉદય વડે (નીચગોત્ર કર્મવેદે છે). હે ભગવન્! જીવે બાંધેલા અન્તરાય કર્મનો કેટલા વિપાક હ્યો છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો.દાનાન્તરાય,લાભાન્તરાય,ભોગાત્તરાય,ઉપભોગત્તરાયઅને વયન્તિ રાય. જે પુદ્ગલને યાવતુ વિસસા પુદ્ગલોના પરિણામને વેદે છે અને તેઓના ઉદય વડે અન્તરાય કર્મ વેદે છે. હે ગૌતમ! એ અન્તરાય કર્મ છે. પદ-૨૩ ઉદેશો-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ 1 (ઉદેશક-૨) [54] હે ભગવન્! કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે? હે ગૌતમ ! આઠ. જ્ઞાનાવરણીય, યાવતુ અન્તરાય. હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ કેટલા પ્રકારે કહ્યું છે ? હે ગૌતમ! પાંચ પ્રકારનું. આભિનિબોધિક જ્ઞાનાવરણીય, યાવતું કેવલજ્ઞાનાવરણીય. હે ભગવન્! દર્શનાવરણીય કર્મ કેટલા પ્રકારનું કહ્યું છે? હે ગૌતમ ! બે પ્રકારનું. નિદ્રાપંચક અને દર્શનચતુષ્ક. હે ભગવન્! નિદ્રાપંચક કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ! પાંચ પ્રકારે. નિદ્રા, વાવ, સ્થાનિદ્ધિ. હે ભગવન્! દર્શનચતુષ્ક કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! ચાર પ્રકારનું ચક્ષુદર્શનાવરણીય, યાવતું કેવલદર્શનાવરણીય. હે ભગવન્! વેદનીય કર્મ કેટલા પ્રકારનું છે. હે ગૌતમાં બે પ્રકારે. સાતવેદનીય અને અસતાવેદનીય. હે ભગવન્! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org