________________ 193 તે છાલ તથા તેના જેવી બીજી છાલ અનંત જીવવાળી જાણવી. જે મૂળના કાષ્ઠથી તેની છાલ વધારે પાતળી હોય તે છાલ તથા તેના જેવી બીજી છાલ પ્રત્યેક જીવવાળી જાણવી. એ પ્રમાણે કન્દ કન્ધ અને શાખા સંબંધે સરખો પાઠ કહેવો. જેને ભાંગતા ભંગસ્થાન ચક્રના આકારવાળું હોય અને ગ્રન્થી- ચૂર્ણ-થી વ્યાપ્ત હોય, તેમજ ભંગસ્થાન પૃથિવીના સરખું હોય તે અનન્ત જીવવાળી વનસ્પતિ જાણવી. ગુપ્ત શિરા, ક્ષીરવાળું, કે ક્ષીર વિનાનું હોય અને જેની વચ્ચેનો સાંધો દેખાતો ન હોય તે પાંદડું અનન્તજીવાત્મક જાણવું. જળમાં થયેલાં, સ્થળમાં થયેલાં, ડીંટીયાવાળા અને નાળવાળાં પુષ્પો સંખ્યાત જીવવાળાં. અસંખ્યાતજીવવાળાં અને અનન્તજીવવાળાં જાણવાં. જે કોઈ નાલબદ્ધ પુષ્પો છે તે સંખ્યાત જીવવાળાં હોય છે અને જે થોરના પુષ્પો અને તેના જેવા બીજા પુષ્પો છે તે અનન્તજીવવાળા હોય છે. પતિની કન્દ, ઉત્પ લિની કન્દ, અંતર કન્દ અને ઝિલ્લી એ અનન્ત જીવાત્મક છે અને બિસ-નાલ અને મૃણાલ-પહ્મની ડાંડલી એક જીવાત્મક છે. પલાંડૂક, સલુનકંદ, કંદલીકન્દ અને એ કુસુંબક પ્રત્યેક જીવવાળા છે અને તે સિવાય બીજા તેવા પ્રકારના હોય તે પણ પ્રત્યેક શરીરવાળા જાણવા. પા, ઉત્પલ, નલિન, સુભગ સોગંધિત, અરવિન્દ, કોકનદ, શત પત્ર અને સહસ્ત્રપત્ર-એઓના વૃત્ત ડીંટીયા, બહારના પાંદડાં અને કર્ણિકા એ ત્રણે એક જીવના. છે. અને અંદરના પાંદડાં, કેસર અને મીંજ એ પ્રત્યેક એક જીવવાળા છે. વેણુ- નળ- ઈવાટિકા,સમાસઈ!,ઇકકડ,રંડ, કરકર, સુંઠ, વિહંગુ, તૃણ અને પર્વવાળી વનસ્પતિ આંખ, પર્વગાંઠ અને પરિમોટક- એ બધા એક જીવના છે. પત્રો પ્રત્યેક એક એક જીવાત્મક અને પુષ્પો અનેક જીવાત્મક છે. પૂસફળ પુષ્યફળ, કાલિંગડા, તંબુ, કાકડી, અલવાલક, વાલુક, ઘોષાતક,-પડોલ, હિંદુક અને હિંદૂસ-એઓના વૃત્ત ડીંટીયા, માંસ-ગર્ભ અને કટાઈ-ઉપરની છાલ એક જીવના છે. પાંદડાં એક એક જીવવાળાં છે. કેસર સહિત અને કેસરરહિત દરેક બીજ એક એક જીવાશ્રિત છે. સપ્લાય, સઝાયા, ઉલ્વેહલિયા, કુહણા અને કુંદુકક એ અનન્ત જીવા ત્મક છે. તેમાં કુંદુકકને વિષે ભજના વિકલ્પ જાણવો. યોનિરુપ બીજમાં તે બીજનો જીવ ઉત્પન્ન થાય કે અન્ય જીવ ઉત્પન્ન થાય છે, પરન્તુ જે મૂળનો જીવ છે તેજ પ્રથમના પાંદડાં રુપે પરિણમે છે. સર્વ પ્રકારના કિસલય ઉગતાં અનાકાવિકા કહેલાં છે અને તે વધતાં પ્રત્યેક હોય છે કે અનન્તકાયિકા હોય છે. -એક સાથે ઉત્પન્ન થયેલા તે જીવોની એક કાળે શરીરની નિષ્પત્તિ થાય છે, સાથે જ શ્વાસોચ્છુવાસનું ગ્રહણ અને સાથે જ ઉડ્ડવાસ-નિઃશ્વાસ હોય છે. એકને જ જે આહારાદિ પુદ્ગલોનું ગ્રહણ હોય છે તેજ ઘણા સાધારણ જીવોને હોય છે અને જે બહુ જીવોને હોય છે તે પણ સંક્ષેપથી એકને હોય છે સાધારણ જીવોને સાધારણ આહાર અને સાધારણ શ્વાસોચ્છવાસનું ગ્રહણ-એ સાધારણ જીવોનું લક્ષણ છે. જેમ તપાવેલા લોઢાનો ગોળા જેવા તપેલા સુવર્ણના જેવો બધો-અગ્નિથી વ્યાપા થાય છે તેવી રીતે નિગોદના જીવો સંબંધે જાણ. એટલે લોઢાના ગોળા જેવા નિગોદરુપ એક શરીરમાં અનન્ત જીવો અગ્નિની પેઠે વ્યાપ થઈને રહે છે. એક, બે, ત્રણ, યાવતું સંખ્યાતા બાદર નિગોદજીવોના શરીરો જોવા શક્ય નથી, પણ અનન્ત જીવોના શરીરો દેખાય છે, લોકાકાશના પ્રદેશ ઉપર એક એક નિગોદનો જીવ સ્થાપન કરવા. એ પ્રમાણે માન કરતા અનન્ત લોકો થાય છે. લોકાકાશના પ્રદેશ ઉપર એક એક પ્રત્યેક વનસ્પતિ કાયિકા Jan Education International For Private & Personal Use Only www.jainelibrary.org