________________ 192 પન્નવણા - 182 છે, અને તાડ, સરલ અને નાળીએરી પ્રમુખ વૃક્ષોના સ્કંધો- પણ એક જીવવાળા હોય છે. જેમ શ્લેષ- દ્રવ્ય વડે મિશ્રિત થયેલા સઘળા સરસવોની એક-વાટ કરી હોય તેવા પ્રત્યેકશરીરી જીવોના શરીરના સમુદાયો જાણવા. અથવા ઘણા તલના સમુદાયવાળી તલ પાપડી હોય તેમ પ્રત્યેકશરીર વનસ્પતિ જીવોના શરીરસમુદાયો હોય છે. એમ પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાયિકો કહ્યા. [83-148] સાધારણ શરીર બાદર વનસ્પતિકાયિકો કેટલા પ્રકારે કહ્યા છે ? અનેક પ્રકારે કહ્યા છે. ફુગ, સેવાલલોહિણી-રોહિણી,થી, થિભગા, અશ્વકર્ણ, સિંહકર્ણી, સિઉઢિ, મુસુંઢી, રુરુ, કુંડરિકા, જીરુ, ક્ષીરવિદારિકા,કિટિ, હલદર.-આદુ, બટાટા, મૂલગ-મૂળા, કંબૂયા, કન્નુક્કડ, મહુપોવલઇ, મધુશંગી, નીહા, સપ્રપ સુગંધા, છિન્નરુહા, બીજહા, પાઠા, મૃગવાલુંકી, મધુરરસા, રાવલ્લી, પદ્મા, માઢરી, દેતી, ચંડી, કિઢી, મોષપણું, મુદ્ગપણ, જીવક, ઋષભ, રેણુકા, કાકાલિ, ક્ષીરકાકાલિ, ભંગી, નહી, કૃમિરાશિ -મોથ, લાંગલી-વજ, પેલુગા, કૃષ્ણ, પાઉલ, હઢ, હરતનુકા, લોયાણી, કૃષ્ણકંદ, વજકંદ, સૂરણ કંજ, ખલૂરએ અનન્તકાયિક જીવો અને તે સિવાય બીજા તેવા પ્રકારના હોય તે પણ અનંતકાયિકા જીવો જાણવા. તૃણમૂલ, કંદમૂલ અને વાંસનું મૂળ સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્ત જીવાત્મક જાણવું. શીંગોડાનો ગુચ્છ અનેક જીવાત્મક જાણવા. પાંદડાં એક એક જીવવાળા હોય છે, અને તેના ફળમાં બે જીવો. છે. જે મૂળને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે મૂળ અને એ સિવાય બીજાં તેના જેવા મૂળા હોય તે પણ અનાજીવાત્મક જાણવાં. જે કન્દ ભાંગવાથી સરખો ભંગ દેખાય તે તથા તેના બીજા કન્દો હોય તે અનન્ત જીવાત્મક જાણવા. જે સ્કન્ધ ભાંગવાથી સરખો ભંગ દેખાય તે સ્કન્ધ અને બીજા તેવા પ્રકારના કન્ધો અનન્ત જીવવાળા જાણવા. જે ત્વચાને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે ત્વચા તથા તેના જેવી બીજી ત્વચા અનન્ત જીવવાળી જાણવી. જે શાખાને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે શાખા તથા બીજી તેના જેવી ત્વચા અનન્તજીવવાળી જાણવી. જે પ્રવાલને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે પ્રવાલ તથા બીજા પ્રવાલો અનન્ત જીવાત્મક જાણવા. જે પાંદડું ભાંગવાથી સરખો ભંગ દેખાય તે પાંદડું તથા તેના જેવા બીજાં પાંદડાં અનન્ત જીવવાળાં જાણવાં. જે પુષ્પને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે પુષ્પ અને બીજાં તેના જેવાં પુષ્પો અનન્ત જીવવાળા જાણવાં. જે ફળને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે ફળ અને બીજાં તેના ફળો અનન્ત જીવવાળાં જાણવાં. જે બીજાને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે બીજ અને બીજા તેના જેવા બીજો અનન્ત જીવાત્મક જાણવાં. જે મૂળ ભાંગવાથી હીર-વિષમ ભંગ દેખાય તે મૂળ અને તેવા પ્રકારના અન્ય મૂળો પ્રત્યેક જીવવાળાં જાણવાં. એ પ્રમાણે કન્દ, સ્કન્ધ, ત્વચા, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ અને બીજને ભાંગ. વાથી વિષમ ભંગ દેખાય તે અને તેવા પ્રકારના બીજા કન્દાદિ પ્રત્યેક જીવવાળા જાણવા. એમ મૂળનો પેઠે કન્દાદિ દરેકને આશ્રયી સરખો પાઠ કહેવાનો છે. જે મૂળના તેની છાલ વધારે જાડી હોય તે છાલ તથા પ્રકારની બીજી છાલ અનન્તકાયિકા જાણવી. જે કન્દના કાષ્ઠથી તેની છાલ વધારે જાડો હોય તે છાલ અને તેના જેવી બીજી છાલ અનન્ત જીવાત્મક જાણવી. જે સ્કન્ધના કાષ્ઠથી તેની છાલ વધારે જાડી હોય તે છાલ થતા તેના જેવી છાલ અનન્તજીવાત્મક જાણવી. જે શાખાના કાષ્ઠથી તેની છાલ વધારે જાડી હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org