________________ 194 પુનવણા - 1-148 જીવને સ્થાપના કરવો. એ પ્રમાણે માન કરતાં અસંખ્યાતા લોક થાય છે. પાયખા પ્રત્યેક જીવો લોકકાશના પ્રતરના અસંખ્યાતમાં ભાગે છે, અપષ્ઠિા પ્રત્યેક જીવો અસંખ્યાતા લોકકાશ પ્રમાણ છે, અને સાધારણ જીવો અનન્ત લોકાકાશ પ્રમાણ છે. એમ પ્રાણા કરેલા તે-બાદર જીવો આ શરીરો વડે પ્રત્યક્ષ છે. અને સૂક્ષ્મ જીવો આજ્ઞા ગ્રાહ્ય છે, કારણ કે તે ચક્ષનો વિષય થતા નથી. તે સિવાયના બીજા તેવા પ્રકારના પ્રત્યેક કે સાધા રણ હોય તે વનસ્પતિકાયિપણે જાણવા. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે-પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્ત છે તે વિશિષ્ટ વણદિને પ્રાપ્ત થયેલા નથી. તેમાં જે પર્યાપ્ત છે તેઓના વણદિશ, ગન્ધાદેશ રસાદેશ અને રૂદિશથી હજારો ભેદો થાય છે. તેઓના સંખ્યાતા લાખો યોનિપ્રવાહો છે. પર્યાપ્તાને આશ્રયી અપયપ્તિા ઉત્પન્ન થાય છે. જ્યાં એક પર્યાપ્ત છે ત્યાં કદાચિત સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્ત અપર્યાપ્તા હોય છે. કન્દ, કન્દમૂલ, વૃક્ષમૂલ, ગુચ્છ, ગુલ્મ, વલ્લી, વેણુ-વાંસ, તૃણ, પબ, ઉત્પલ, સંઘાટ, હઢ, સેવાળ, કૃષ્ણક, પનક, અવક, કચ્છ, ભાણી અને કંદુક-એઓમાં કોઈ કોઈ વનસ્પતિની ત્વચા, છાલ, પ્રવાલ, પાંદડાં, પુષ્પ, ફલ, મૂળ, અગ્ર, મધ્ય અને બીજાને વિષે યોનિ હોય છે, એ પ્રમાણે સાધારણ વનસ્પતિકાયિકો, બાદર વનસ્પતિકાયિકો, વનસ્પતિકાયિકો અને એકેન્દ્રિય જીવો કહ્યા. [14] બેઈન્દ્રિય જીવો કેટલા પ્રકારના કહ્યા છે ? અનેક પ્રકારના કહ્યા છે તે પુલકિમિયા, કુક્ષિકૃમિ, -ગંડોલ- ગોલોમ, નીર, સોમંગલગ, વસીમુખ, સૂચિમુખ, ગોજલૌકા, જલૌકા, જાલાય, શંખ, શંખનક શંખલા, ધુલ્લા, ખુલ્લા, ગુલયા, બંધ, -કોડા, શૌક્તિક, મૌક્તિક, કલુયાવાસ, એકત આવી, દ્વિધાડડવર્ત, નંદિકાડડ વર્ત સંબક, માતૃવાહ, શુક્તિસંપુટ, ચંદનક, સમુદ્રલિયા, અને તે સિવાય બીજા તેવા પ્રકારના હોય તે તે બધા સંમૂર્ણિમ અને નપુંસક છે. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. પર્યાપ્તા અને અપયા. એ બેઈન્દ્રિયોના સાત લાખ કોડ કુલો યોનિપ્રમુખ- હોય છે. એમ પ્રમાણે બેઈન્દ્રિય સંસારી જીવો કહ્યા. - ૧પ૦ તેઈન્દ્રિય-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? અનેક પ્રકારે છે. તે પ્રમાણે-ઐપયિક, રોહિણિય,કુંથ પિપીલિકા ડાંસ, ઉદ્ધઈ, ઉકકલિયા. ઉપાદ, ઉપ્પાડ, ઉત્પાટક, તણાહાર, તણાહાર કાષ્ઠાહાર, માલુકા, પન્નાહાર, તણ બેંટિય, પત્તબેટિય. પુષ્પબેંટિય, ફલબેટિય. બીજબેટિય, તેબુરર્મિજિયા, તઓસિમિજિય, કપ્પાસઢિમિજિય, હિલ્લિય, ઝિલ્લિય, ઝિંગિર, કિગિરિડ, બાહુય, લહુય, સુભગ, સૌવસ્તિક, સુયમેંટ,-ઈન્દ્રકાયિક, ઇન્દ્રગોપ, તુરુત્બગ, કુચ્છલબાહગ, જૂ, હાલાહાલ, પિસુય, સમવાય -શતપાદિકા, કાનખજુરા, હત્યિસોંડ- અને તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય છે. તે બધા સંમૂઠ્ઠિમ અને નપુંસક હોય છે. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે.-પર્યાપ્તા અને અપર્યાપ્તા. પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા પ્રકારના એ તેઈન્દ્રિય જીવોના યોનિથી ઉત્પન્ન થયેલાં આઠ લાખ ક્રોડ જતિકુલો હોય છે. એ પ્રમાણે તેઈન્દ્રિય સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કહી. [૧પ૧-૧૫૩] ચઉરિદ્રિય-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે ? અનેક પ્રકારે છે. -અંધિય, પત્તિય, મક્ષિકા, મચ્છર, કીટ, પતંગ, બગાઈ, કુક્કડ, નંદાવર્ત, સિંગિ રડ, કૃષણપત્ર, નીલપત્ર, લોહિતપત્ર, શુક્લપત્ર, ચિત્રપક્ષ, વિચિત્રપક્ષ, ઓહં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org