________________ 368 - - -- પન્નવસા - ૨૨-fપર૯ ગૌતમ! કોઈ જીવ કોઈ જીવને આશ્રયી જે સમયે કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી ક્રિયા વડે યુક્ત હોય તે સમયે પારિતાપનિકી ક્રિયા વડે યુક્ત હોય અને પ્રાણાતિપાત ક્રિયા વડે યુક્ત હોય, કોઈ જીવ કોઈ જીવને આશ્રયી જે સમયે કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી ક્રિયા વડે યુક્ત હોય તે સમયે પારિતાપનિકી ક્રિયા વડે યુક્ત હોય અને પ્રાણાતિપાત ક્રિયા વડે યુક્ત ન હોય. કોઈ જીવ કોઈ જીવને આશ્રયી જે સમયે કાયિક, અધિકારણિકી અને પ્રાÀષિકી ક્રિયા વડે યુક્ત હોય તે સમયે પારિતાપનિકી ક્રિયા વડે અયુક્ત હોય અને પ્રાણાતિપાત ક્રિયા વડે અયુક્ત હોય. પિ૩૦] હે ભગવન્! કેટલી ક્રિયાઓ કહી છે? હે ગૌતમ!પાંચ આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયિકી, અપ્રત્યાખ્યાત ક્રિયા અને મિથ્યાદર્શનપ્રયિકી. હે ભગવનું ! આરંભિકી ક્રિયા કોને હોય છે? હે ગૌતમ! કોઇ પણ પ્રમત્ત સંયતને હોય છે. હે ભગવન્! પારિગ્રહિક ક્રિયા કોને હોય છે? હે ગૌતમ ! કોઇ સંયતાસંયત-ને હોય છે. હે ભગવન! માયાપ્રત્યવિકી ક્રિયા કોને હોય છે ? હે ગૌતમ! કોઈ પણ અપ્રમત્ત સંયતને હોય છે. હે ભગવન્! અપ્રત્યાખ્યાન ક્રિયા કોને હોય છે? હે ગૌતમ! કોઈ પણ અપ્રત્યાખ્યાનીને હોય છે. હે ભગવન્! મિથ્યાદર્શનખત્યયિકી ક્રિયા કોને હોય છે? હે ગૌતમ! કોઈ પણ મિથ્યા દષ્ટિને હોય છે. હે ભગવન્! નૈરયિકોને કેટલી ક્રિયાઓ કહી છે? હે ગૌતમ ! પાંચ. આરંભિકી, યાવતું મિથ્યાદર્શન પ્રત્યાયિકી. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જે જીવને આરંભિક ક્રિયા હોય છે તેને પારિગ્રહિક ક્રિયા હોય? જેને પરિગ્રહિતી ક્રિયા હોય છે તેને આરંભિકી ક્રિયા હોય? હે ગૌતમ! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે તેને પારિગ્રવિકી ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય, જેને પારિગ્રહિતી ક્રિયા હોય તેને આરંભિકી ક્રિયા અવશ્ય હોય. હે ભગવન્! જે જીવને આરંભિકી ક્રિયા હોય તેને માયાપ્રત્યાયિકી ક્રિયા હોય- ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! જે જીવને આરંભિકી ક્રિયા હોય તેને માયાપ્રત્યયિકી ક્રિયા અવશ્ય હોય, જેને માયા પ્રયિકી હોય તેને આરંભિક ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. હે ભગવાજે જીવને આરંભિક ક્રિયા હોય તેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય-ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! જે જીવને આરંભિકી ક્રિયા હોય તેને અપ્રત્યાખ્યાન ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય, જેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય તેને આરંભિક ક્રિયા અવશ્ય હોય. એ પ્રમાણે મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયાની સાથે યોગ કરવો. એમ પારિગ્રહિક ક્રિયાનો પણ ઉપરની ત્રણ ક્રિયાઓની સાથે વિચાર કરવો. જેને માયાપ્રત્યયિકી ક્રિયા હોય છે તેને ઉપરની બે ક્રિયાઓ કદાચ હોય અને કદાચ ન હોય. જેને ઉપરની બે ક્રિયાઓ હોય છે તેને માયાપ્રયિકી અવશ્ય હોય. જેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય છે તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય, જેને મિથ્યાદર્શનપ્રત્યાયિકી ક્રિયા હોય છે તેને અપ્રત્યાખ્યાન ક્રિયા અવશ્ય હોય છે, નૈરયિકને પ્રથમની ચાર ક્રિયાઓ પરસ્પર અવશય હોય છે. જેને એ ચાર ક્રિયાઓ હોય છે તેને મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા ભજ નાએ હોય છે. જેને મિથ્યાદર્શનખત્યવિકી ક્રિયા હોય છે તેને એ ચાર ક્રિયાઓ અવશ્ય હોય છે. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું. પૃથિવીકાયિકથી આરંભી ચઉરિન્દ્રિય સુધીના જીવોને પાંચે ક્રિયાઓ પરસ્પર અવશ્ય હોય છે. પંચેન્દ્રિય તિર્યંચને પ્રથમની ત્રણ ક્રિયાઓ પરસ્પર અવરયા હોય છે. જેને એ ક્રિયાઓ હોય છે તેને ઉપરની બન્ને ક્રિયાઓ ભજનાએ હોય છે. જેને ઉપરની બન્ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org