________________ 367 પદ-૨૨ ક્રિયાવાળા નથી. એ પ્રમાણે એક એક જીવપદમાં ચાર ચાર દંડકો કહેવા. એ પ્રમાણે એ બધા જીવાદિ દેડકો મળી સો દેડકો થાય છે. [પર૯] હે ભગવન્! કેટલી ક્રિયાઓ કહી છે? હે ગૌતમ! પાંચ ક્રિયાઓ કહી છે. તે આ પ્રમાણે- કાયિકી, યાવતુ પ્રણાતિપાત ક્રિયા. હે ભગવનું ! નરયિકોને કેટલી ક્રિયાઓ કહી છે? હે ગૌતમ ! પાંચ ક્રિયાઓ કહી છે. કાયિકી, યાવતુ પ્રાણાતિપાત ક્રિયા. એ પ્રમાણે યાવતુ વૈમાનિકોને કહેવું. હે ભગવન્! જે જીવને કાયિકી ક્રિયા હોય છે તેને આધિકર િકી ક્રિયા હોય ? અને જેને અધિકારણિકી ક્રિયા હોય છે તેને કાયિકી ક્રિયા હોય ? હે ગૌતમ! તે બંને હોય, હે ભગવન્! જીવને કાયિકી ક્રિયા હોય છે તેને પ્રાષિકી ક્રિયા હોય? જેને પ્રાપ્લેષિકી ક્રિયા હોય છે તેને કાયિકી ક્રિયા હોય? હે ગૌતમ! એમ જ સમજવું. હે ભગવન્! જે જીવને કાયિકી ક્રિયા હોય છે તેને પારિતાપનિકી ક્રિયા હોય? જેને પારિતાપનિકી ક્રિયા હોય છે તેને કાયિકી ક્રિયા હોય? હે ગૌતમ ! જે જીવને કાયિકી ક્રિયા હોય છે તેને પારિતાપનિકી ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. પણ જેને પારિતા પનિકી ક્રિયા હોય તેને કાયિકી ક્રિયા અવશ્ય હોય છે. એ પ્રમાણે પ્રાણાતિપાતક્રિયા પણ જાણવી. એમ. પ્રથમની ત્રણ ક્રિયાઓ પરસ્પર અવશ્ય હોય છે. જેને , આદિની ત્રણ ક્રિયાઓ હોય છે તેને ઉપરની બન્ને ક્રિયાઓ કદાચ હોય અને કદાચ ન હોય. જેને ઉપરની બે ક્રિયાઓ હોય છે તેને પ્રથમની ત્રણ ક્રિયાઓ અવશ્ય હોય છે. હે ભગવન ! જે જીવને પારિતાપનિકી ક્રિયા હોય છે તેને પ્રાણાતિપાત ક્રિયા હોય ? જેને પ્રાણાતિપાત ક્રિયા હોય છે તેને. પારિતાપનિકી ક્રિયા હોય ? હે ગૌતમ ! જે જીવને પારિતાપનિકી ક્રિયા હોય છે તેને પ્રાણાતિપાત ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. પણ જેને પ્રાણાતિપાત ક્રિયા હોય છે તેને પારિતાપનિકી ક્રિયા અવશ્ય હોય. હે ભગવન્! જે નિરયિકને કાયિકી ક્રિયા હોય છે તેને અધિકરણિકી ક્રિયા હોય? હે ગૌતમ જીવની જેમ જ નૈરયિકને પણ જાણવું. એ પ્રમાણે નિરંતર યાવતુ-વૈમાનિકને સમજવું. પિ૩૦] હે ભગવન્! જે સમયે જીવને કાયિકી ક્રિયા હોય છે તે સમયે અધિકરણિ કી ક્રિયા હોય? જે સમયે અધિકરણિકી ક્રિયા હોય છે તે સમયે કાયિકી ક્રિયા હોય? -એ પ્રમાણે જેમ પ્રથમનો દંડક કહ્યો તેમજ આ દેડક યાવતુ વૈમાનિકો સુધી કહેવો. હે ભગવન્! જીવને જે અંશે કાયિકી ક્રિયા હોય તે અંશે અધિકારણિકી ક્રિયા હોય ? -ઈત્યાદિ યાવતુ વૈમાનિકને તેમજ કહેવું. હે ભગવન્! જીવને જે પ્રદેશ કાયિકી ક્રિયા હોય તે પ્રદેશે આધિકાણિક ક્રિયા હોય ? -ઇત્યાદિ તેમજ વાવતુ વૈમાનિકો સુધી જાણવું. એ પ્રમાણે જે જીવને, જે સમયે, જે અંશે અને જે પ્રદેશે એ ચાર દેડકો થાય છે. હે ભગવન્! કેટલી આયોજિકા–સંસારની સાથે જોડનારી ક્રિયાઓ કહેલી છે? હે ગૌતમ! પાંચ. કાયિકી, યાવતું પ્રાણાતિપાત ક્રિયા. એ પ્રમાણે નૈરયિકો, યાવત્ માનિકોને જાણવું, હે ભગવન્! જે જીવને કાયિકી આયોજિકા ક્રિયા હોય છે તેને આધિકરણિકી આયોજિક ક્રિયા હોય ? જેને આધિક રણિકી આયોજિની ક્રિયા હોય છે તેને કાયિકી આયોજિકા ક્રિયા હોય ? એ પ્રમાણે આવા પ્રકારના પાઠ વડે તે જેને, જે સમયે, જે અંશે અને જે પ્રદેશે - એમ ચાર દંડકો યાવતુ વૈમાનિકો સુધી કહેવા. હે ભગવન્! જે સમયે (કાળે) કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી ક્રિયા વડે સ્પષ્ટયુક્ત હોય તે સમયે પરિતાપનિકી ક્રિયા વડે યુક્ત હોય અને પ્રાણાતિપાત ક્રિયા વડે યુક્ત હોય ? હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org