________________ હ૫૮ પન્નવણા - 21-516 ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય, યાવતુ વૈમાનિકો દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય ? હે ગૌતમ ! ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર પણ હોય, યાવતુ વૈમાનિકો દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર પણ હોય. જે ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈકિય શરીર હોય કે યાવતુ સ્વનિકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય? હે ગૌતમ ! અસુરકુમાર, યાવતુ નિકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય. જો અસુકુમાર દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું પર્યાપ્તા અસુરકુમાર દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય કે અપર્યાપ્તા અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિયશરીર હોય?હે ગૌતમ! પર્યાપ્તા અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર પણ હોય અને અપયક્તિા અસુર કુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર પણ હોય. એ પ્રમાણે યાવત્ સ્વનિકુમાર સુધી બે ભેદ જાણવા. એમ આઠ પ્રકારના વ્યસ્તરો અને પાંચ પ્રકારના જ્યોતિષિ કોને જાણવું વૈમાનિકોબે પ્રકારના છે કલ્પપપ અને કલ્પાતીત, તેમાં કલ્પોપપત્ર બાર પ્રકાર ના છે, અને તેઓના પણ પર્યાપ્ત અને અપર્યાપ્તા એમ બે પ્રકારના જાણવા. કલ્પાતીત બે પ્રકારના છે-રૈવેયકો અને અનુત્તરીયપાતિક. રૈવેયકો નવ પ્રકારના છે. અનુત્તરીપપા તિક પાંચ પ્રકારના છે, એઓના પતિ અને અપર્યાપ્તા, અભિલાપથી બે ભેદ જાણવા. પ૧૭] હે ભગવન્! વૈક્રિય શરીર કેવા પ્રકારના સંસ્થાનવાળું છે ? હે ગૌતમ અનેક પ્રકારના સંસ્થાનવાળું છે. હે ભગવન્! વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! પતાકાના આકાર જવા સંસ્થાનવાળું છે. હે ભગવન ! નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર કેવા સંસ્થાનવાળું છે ? હે ગૌતમ ! નરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર બે પ્રકારનું છે. ભવધારણીય અને ઉત્તર વૈક્રિય. બંને હૂંડ સંસ્થાનવાળા છે. રત્નપ્રભાકૃથિવી નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! બે પ્રકારનું ભવધારણીય અને ઉત્તર વૈક્રિય. હંડસંસ્થાનવાળા છે. એ પ્રમાણે વાવતુ નીચેની સાતમી નરક પૃથિવીના નૈરયિકનું વૈક્રિય શરીર જાણવું. હે ભગવન્! તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! અનેક પ્રકારના સંસ્થાનવાળું છે. એ પ્રમાણે યાવતુ જલચરો, સ્થલચરો અને ખેચરોનું પણ જાણવું. સ્થલચરોમાં ચતુષ્પદ અને પરિસર્પોનું, પરિસપમાં ઉરપરિસપો અને ભુજપરિસર્પોનું પણ એમજ જાણવું. એમ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર સંબધે પણ જાણવું. હે ભગવન્! અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર કેવા આકાર વાળું છે? હે ગૌતમ! અસુરકુમાર દેવોનું શરીર બે પ્રકારનું છે. ભવધારણીય અને ઉત્તર વૈક્રિય. તેમાં જે ભવધારણીય શરીર છે તે સમચતુરસ્ત્ર સંસ્થાનવાળું કહ્યું છે. અને જે ઉત્તર વૈક્રિય શરીર છે તે અનેક પ્રકારના આકારવાળું છે. એ પ્રમાણે યાવતુ ખનિત કુમાર દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર જાણવું. એમ બન્તર સંબધે પણ સમજવું. પરન્તુ સામાન્ય વ્યન્તર સંબધે પ્રશ્ન કરવો. એમ સામાન્ય જ્યોતિર્ષિક સંબધે પણ જાણવું. એ પ્રમાણે સૌધર્મ યાવતુ અય્યત દેવ વૈક્રિય શરીર સંબધે જાણવું.હે ભગવન્! રૈવેયક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! રૈવેયક દેવોને એક ભવધારણીય શરીર છે, અને તે સમચતુરસ્ત્ર સંસ્થાનવાળું છે. એ પ્રમાણે અનુત્તરૌપપાતિકને પણ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org