________________ 354 પનવાણા - 21-10 મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! બે પ્રકારે છે. સંમૂર્ણિમ મનુષ્ય પંચેન્દ્રિય ઔદ્યરિક શરીર અને ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર. હે ભગવન્! ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય દારિક શરીર કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! બે પ્રકારે છે. પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર અને અપયત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર. હે ભગવન્! ઔદારિક શરીર કેવા સંસ્થાન આકારવાળું છે? હે ગૌતમ! અનેક પ્રકારના સંસ્થાનવાળું છે. એકેન્દ્રિય ઓદારિક શરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! અનેક પ્રકારનાં સંસ્થાનવાળું છે. હે ભગવન્! પૃથિવીકાયિક એકન્દ્રિય ઔદારિક શરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! મસૂરના ચંદ્રકાર અર્ધ ભાગના સંસ્થાનવાનું છે. એ પ્રમાણે સૂક્ષ્મ પૃથિવીકાયિક અને બાદર પૃથિવીકાયિકનું સંસ્થાન જાણવું. એમ પયા અને અપર્યાપ્તાનું પણ સમજવું. હે ભગવન્! અકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ! સિબુકબિન્દુ-જેવા સંસ્થાનવાળું છે. એમાં સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્તા સંબંધે જાણવું. હે ભગવન્! તેજસ્કાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! સોયના સમૂહના જેવા સંસ્થાનવાળું છે. એ પ્રમાણે સૂક્ષ્મ, બાદર, પયસા અને અપર્યાપ્તા સંબંધે જાણવું. વાયુકાયિકોનું શરીર પતાકાના જેવા સંસ્થાનવાળું છે. એમ સૂક્ષ્મ બાદર, પતિ અને અપર્યાપ્તાનું શરીર જાણવું. વનસ્પતિકાયકોના શરીર અનેક પ્રકારના સંસ્થાનવાળાં છે. એમ સૂક્ષ્મ, બાદર, પતિ અને અપયતાનું શરીર જાણવું. હે ભગવન્! બેઇન્દ્રિય ઔદારિક શરીર કેવા સંસ્થાનવાળું છે.એમ સૂક્ષ્મ બાદર,પર્યાપ્તા અને અપર્યાપ્તાનું શરીર જાણવું હે ભગવનું ! બેઈન્દ્રિય ઔદારિક શરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ! તે હુંડ સંસ્થાન વાળું છે. એ પ્રમાણે પર્યાપ્તા અને અપર્યાપ્તાનું શરીર પણ સમજવું. એ પ્રમાણે તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયના શરીરો પણ જાણવાં. હે ભગવનું છે પંચેન્દ્રિય તિર્યંચ ઔદારિત શરીર કેવા સંસ્થાનવાળું છે ? હે ગૌતમ ! છ પ્રકારના સંસ્થાનવાળું છે. સમચતુરઅસંસ્થાનવાળું યાવતુ હુંડ સંસ્થાનવાળું. એ પ્રમાણે પતિ અને અપયક્તિાનું શરીર જાણવું. હે ભગવનું સંમૂર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! તે હંડક સંસ્થાનવાળું છે. એમ પર્યાપ્તિ અને અપર્યાપ્તાનું શરીર પણ જાણવું. હે ભગવન્! ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! તે છ પ્રકારના. સમચતુરસ, યાવતુ-હૂંડસંસ્થાનવાળું. એમ પયમાં અને અપર્યાપ્તા શરીર સંબંધે જાણવું. એ પ્રમાણે ઔધિક-સામાન્ય તિર્યંચોના નવ આલાપકો થાય છે. હે ભગવન! જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેવા પ્રકારના સંસ્થાનવાળું છે? હે ગૌતમ! છ પ્રકારના સંસ્થાનવાળું. સમચતુરસ્ત્ર સંસ્થાનવાળું વાવતું હુંડસંસ્થાનવાળું. એ પ્રમાણે પર્યાપ્તા અને અપર્યાપ્તાનું શરીર જાણવું 3. સંમૂર્ણિમ જલચરો હુંડસંસ્થાનવાળા છે. એના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમજ સમજવા. ગર્ભજ જલચરો છ પ્રકારના સંસ્થાનવાળા છે. એ પ્રમાણે પર્યાપ્તા અને અપર્યાપ્તા પણ જાણવું. એમ સ્થલચરોના પણ નવ સૂત્રો જાણવી. ચતુષ્પદ સ્થલચરોના, ઉરપરિસર્પ સ્થચરોના અને ભુજપરિસર્પ સ્થલ ચરોના પણ નવ સૂત્રો જાણવા. એ રીતે ખેચરોના પણ નવ સૂત્રો જાણવાં. પરન્તુ બધે સંમૂર્ણિમ હુંડસંસ્થાનવાળા કહેવા. અને બીજા ગર્ભજ છ એ સંસ્થાનોમાં હોય છે. એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org