________________ પદ-૨૧ 355 તેઓને છ સંસ્થાનો હોય છે. મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કેવા પ્રકારના સંસ્થાન વાળું હોય છે ? હે ગૌતમ ! છ પ્રકારના સંસ્થાનવાળું હોય છે. તે આ પ્રમાણે- સમચતુર સંસ્થાનવાળું. યાવતુ હું સંસ્થાન વાળું. પર્યાપ્તા અને આપણા શરીર પણ એમજ જાણવાં. ગર્ભજના તથા ગર્ભજ પર્યાપ્તા અને અપર્યાપ્તાના એમજ સમજવાં. સંમૂર્ણિમ મનુષ્યો સંબંધે પૃચ્છા, હે ગૌતમ! તેઓ હંડસંસ્થાનવાળા હોય છે. 1 [12] હે ભગવનદારિકની શરીરની કેટલી મોટી શરીરાવગાહનાકહીછે ? હે ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ કાંઇક અધિક હજાર યોજન પ્રમાણે કહી છે. એકેન્દ્રિય ઔદારિક શરીરની અગાહના પણ જેમ ઔધિકસામાન્ય ઔદારિક શરીરની અવગાહના કહી છે તેમ જાણવી. હે ભગવન્! પૃથિવી કાયિક એકેન્દ્રિય ઔદ્યારિક શરીરની કેટલી મોટી શરીરાવગાહના છે ? હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. એમ પયા અને અપયાની પણ જણવી. એ પ્રમાણે સૂક્ષ્મ, પર્યાપ્તા અને અપર્યાપ્તા તથા બાદર પયક્તિા અને અપ યતાની પણ અવગાહના જાણવી. એ પ્રમાણે એ નવ ભેદ પૃથિવીકાયિકાયિકોના કહ્યા તેમ અપ્લાયિકો, તેજસ્કાયિકો અને વાયુકાયિકોના પણ કહેવા. હે ભગવન્! વનસ્પતિ કાયિક ઔદારિક શરીરની કેટલી મોટી શરીરવગાહના છે ? હે ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કર્ષથી કાંઇક અધિક હજાર યોજન પ્રમાણ હોય છે. અપયા જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ, પર્યાપ્તાની જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક હજાર યોજન પ્રમાણ, બાદરની. જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ કાંઇક અધિક હજાર યોજન હોય છે. પર્યાપ્તાની પણ એમજ જાણવી. અપર્યાપ્તાની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાત મો ભાગ સમજવી. સૂક્ષ્મ, પર્યાપ્તા અને અપઢિા ત્રણેની શરીરાવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ જાણવી. હે ભગવન્! બેઈન્દ્રિય ઔદારિક શરીર ની કેટલી મોટી શરીરાવગાહના હોય છે ? હે ગૌતમ ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ બાર યોજન પ્રમાણે હોય છે. એમ બધા સ્થળે અપયાની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે. પર્યાપ્તાની અવગાહના જેમ સામાન્ય બેઇન્દ્રિય ઔદારિક શરીરની કહી છે તેમ જાણવી, એ પ્રમાણે તે ઇન્દ્રિયની ત્રણ ગાઉ અને ચઉરિન્દ્રિયની ચાર ગાઉ શરીરવગાહના હોય છે. પંચેન્દ્રિય તિર્યંચોની ઉત્કછ હજાર યોજન પ્રમાણ હોય છે. એમ સંમૂર્ણિમાની અને ગર્ભજની પણ જાણવી. એમ નવ ભેદ કહેવા. એ પ્રમાણે જલચરની પણ અવગાહના હજાર યોજન પ્રમાણ જાણવી અને તેના નવ ભેદ કહેવા. સ્થલચરના પણ નવ ભેદ કહેવા. તેની ઉત્કૃષ્ટ અવગાહના છ ગાઉ પ્રમાણ છે. પર્યાપ્તાની પણ ઉત્કૃષ્ટ એ પ્રમાણે છ ગાઉની હોય છે. એમ સંમૂર્ણિમ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ ગાઉપૃદ્ધવ જાણવી. ગર્ભજ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ છ ગાઉ, ઔધિકસામાન્ય ચતુષ્પદ, પ્રયતા અને ગર્ભજ પર્યતાની પણ ઉત્કૃષ્ટ છ ગાઉ, સંમૂર્ણિમ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ ગાઉપૃથક્તવ, એ પ્રમાણે ઉરપરિસર્પની પણ ઔધિક, ગર્ભજ અને પર્યાપ્તાની હજાર યોજન જાણવી. સંમૂઈિમની યોજના પૃથક્વ, ભુજપરિસર્પ ઔધિક અને ગર્ભજની પણ ઉત્કૃષ્ટ ગાઉઍક્તવ, સંમૂઈિમની ધનુષ પૃથક્વ, ખેચર ઔધિક, ગર્ભજ અને સંમૂર્ણિમ ત્રણેની ઉત્કૃષ્ટ ધનુષપૃથક્વ જાણવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org