________________ 342 પન્નવણા - 18-475 અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી કંઈક અધિક શતપૃથકત્વ સાગરોપમ સમજવા. પૃથિવીકાયિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતો કાળ, કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી, અને ક્ષેત્રથી અસંખ્યાતા લોક જાણવા. એ પ્રમાણે અષ્કાયિક, તેજસ્કાયિક અને વાયુકાયિક પણ સમજવા. વનસ્પતિકાયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અનંત કાળ, કાળથી અનન્ત ઉત્સર્પિણી-અવસર્પિણી અને ક્ષેત્રથી અનન્ત લોક, અસંખ્યાતા પુદ્ગલપ રાવર્ત અને તે આવલિકાના અસંખ્યાતમાં ભાગે સમજવા. પૃથિવી કાયિક પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સંખ્યાતા હજાર વરસો જાણવા. એ પ્રમાણે અપ્લાયિક પણ જાણવા. તેજસ્કાયિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સંખ્યાતા દિવસો હોય છે. વાયુકાયિક પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સંખ્યાતા હજાર વર્ષો હોય છે. વસ્પતિકાયિક પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સંખ્યાતા હજાર વર્ષો હોય છે. ત્રસકાયિક પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી કંઈક અધિક બસોથી નવસો સાગરોપમ સુધી. [476) હે ભગવન્! સૂક્ષ્મ કાયિક “સૂક્ષ્મ' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અસંખ્યાતો કાળ હોય. કાળને આશ્રયી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી સુધી અને ક્ષેત્રને આશ્રયી અસંખ્યાતા લોક હોય. સૂક્ષ્મ પૃથિવીકાયિક, સૂક્ષ્મ અપ્લાયિક, સૂક્ષ્મ તેજસ્કાયિક, સૂક્ષ્મ વાયુકાયિક, સૂક્ષ્મ વનસ્પતિકાયિક અને સૂક્ષ્મ નિગોદ પણ જઘન્યથી અન્તર્મુહૂર્વ અને ઉત્કર્ષથી અસંખ્યા તો કાળ હોય છે. કાળને આશ્રયી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી અને ક્ષેત્રથી અસહયાતા લોક પ્રમાણ હોય છે. હે ભગવન્! સૂક્ષ્મ અપર્યાપ્તા “સૂક્ષ્મ અપ યતા’ એ રૂપે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત પર્યન્ત હોય. પૃથિવીકાય, અપ્લાય, સ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય સંબંધે પણ એમજ સમજવું. પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકાદિને પણ એમ જ કહેવું. હે ભગવન્! બાદર જીવ બાદર’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અસંખ્યાતો કાળ, કાળને આશ્રયી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી સુધી અને ક્ષેત્રથી અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય. હે ભગવનું ! બાદર પૃથિવીકાયિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સિત્તેર કોટાકોટી સાગરોપમ પર્યન્ત હોય. એ પ્રમાણે બાદર અપ્નાયિક, બાદર તેજસ્કાયિક અને બાદર વાયુકાયિક સંબંધે જાણવું. બાદર વનસ્પતિકાયિક બાદર વનસ્પતિકાયિક રૂપે ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! જધન્યથી અત્તમહૂર્ત અને ઉત્કર્ષથી અસંખ્યાતો કાળ, યાવતું ક્ષેત્રથી અંગુલના અસક્રયાતમા ભાગ પ્રમાણ કાળ જાણવો. હે ભગવન્! પ્રત્યેક શરીરબાદર વનસ્પતિકાયિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી સિત્તેર કોટાકોટી સાગરોપમ સુધી હોય. હે ભગવન્! નિગોદ “નિગોદ એ રૂપે કેટલા કાળ સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અન્ત મુહૂર્ત અને ઉત્કર્ષથી અનન્ત કાલ-અનન્ત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, તથા ક્ષેત્રથી અઢી પુદ્ગલપરાવર્ત સુધી હોય. હે ભગવન્! બાદર નિગોદ બાદર નિગોદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org