________________ પદ-૧૮ 343 રૂપે ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સિત્તેર કોટાકોટી સાગરોપમ સુધી હોય. હે ભગવન્! બાદર ત્રસકાયિક બાદર ત્રસકાયિક રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સજયાતા વર્ષ અધિક બે હજાર સાગરોપમ સુધી હોય. એઓના જ અપતા બધા જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત સુધી હોય. હે ભગવન્! બાદર પર્યાપ્ત બાદર પર્યાપ્ત’ એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી કંઈક અધિક બસોથી નવસો સાગરોપમ સુધી હોય. હે ભગવન્! બાદર પૃથિવીકાયિક પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સયાતા હજાર વરસ સુધી હોય. એ પ્રમાણે અષ્કાયિક સંબંધે પણ જાણવું. હે ભગવન્! તેજસ્કાયિક પર્યાપ્ત તેજસ્કાયિક પર્યાપ્તા” એ રૂપે ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સાયાતા રાત્રિદિવસ સુધી હોય. વાયુકાયિક, વનસ્પતિ અને પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સહાયાતા હજાર વરસો સુધી હોય. નિગોદ પયત અને બાદર નિગોદ પર્યાપ્ત સંબધે પૃચ્છા. હે ગૌતમ ! બન્નેને જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત સુધી હોય. હે ભગવન્! બાદર ત્રસકાયિક પર્યાપ્ત બાદર ત્રસકાયિક પર્યાપ્તા” એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી કંઈક અધિક બસોથી નવસો સાગરોપમ સુધી હોય. 477 હે ભગવન! સયોગી-સયોગી’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! સયોગી બે પ્રકારના છે. અનાદિ અપર્યવસિત અને અનાદિ સપર્યવસિત. હે ભગવન્! મનયોગી- “મનયોગી” એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. એ પ્રમાણે વચનયોગવાળો પણ જાણવો. હે ભગવન્! કાયયોગી કાયયોગી' રૂપેકાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી વનસ્પતિકાળ પર્યન્ત હોય. હે ભગવન્! અયોગી “અયોગી' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! સાદિ અનન્ત કાળ સુધી હોય. ભગવન્! સવેદી “સવેદી” એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ! સવેદક ત્રણ પ્રકારના છે- અનાદિ અનન્ત, અનાદિ સાન્ત, અને સાદિ સાન્ત. તેમાં જે સાદિ સાન્ત છે તે જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અનન્ત કાળ-અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણી સુધી કાળથી હોય છે. ક્ષેત્રથી કંઈક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત પર્યન્ત હોય છે. હે ભગવન્! સ્ત્રીવેદી “સ્ત્રીવેદી’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! એક પ્રકારથી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂર્વ કોટી પૃથકત્વ અધિક એકસો દસ પલ્યોપમ. બીજા એક આદેશથી જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી પૂર્વકોટી પૃથકત્વ વર્ષ અધિક અઢાર પલ્યોપમ. ત્રીજા. એક આદેશથી જઘન્ય એક સમય અને ઉત્કર્ષથી પૂર્વ કોટી પૃથકત્વ અધિક ચૌદ પલ્યોપમ. ચોથા એક આદેશથી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથકત્વ અધિક સો પલ્યોપમ અને પાંચમાં એક આદેશથી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથકત્વ અધિક પલ્યોપમથકત્વ હોય. હે ભગવનું ! પુરુષવેદી પુરુષવેદી એ રૂપે કેટલા કાળ સુધી હોય? હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી કંઇક અધિક શતપૃથકત્વ સાગરોપમ સુધી હોય. હે ભગવન્! નપુંસકવેદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org