________________ પદ-૧૭, ઉદેસ-૪ 337 હોય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. શુક્લલેશ્યા એથી વધારે ઈષ્ય વધારે પ્રિય અને અધિક મનને ગમે તેવી આસ્વાદ વડે છે.. [46] હે ભગવન્! કેટલી વેશ્યાઓ દુરભિગંધવાળી છે? હે ગૌતમ ! ત્રણ. કૃષ્ણલેશ્યા, નીલેશ્યા અને કાપીત વેશ્યા. હે ભગવન્! કેટલી વેશ્યાઓ સુરભિગંધ વાળી છે? હે ગૌતમ ! ત્રણ. તેજોલેયા, પદ્મવેશ્યા અને શુક્લલેશ્યા. એ પ્રમાણે ત્રણ અવિશુદ્ધ વેશ્યાઓ છે અને ત્રણ વિશુદ્ધ લેશ્યાઓ છે. ત્રણ અપ્રશસ્ત લેશ્યાઓ છે અને ત્રણ પ્રશસ્ત લેશ્યાઓ છે. ત્રણ સંક્લેશવાળી વેશ્યાઓ છે અને ત્રણ અસંક્લેશવાળી લેશ્યાઓ છે. ત્રણ શીતરૂક્ષ વેશ્યાઓ છે અને ત્રણ નિગ્ધ-ઉષ્ણ લેશ્યાઓ છે. ત્રણ દુર્ગતિગામી લેશ્યાઓ છે આ ત્રણ સુગતિ ગામી વેશ્યાઓ છે. 467 હે ભગવન્! કૃષ્ણલેશ્યા કેટલા પ્રકારના પરિણામ વડે પરિણમે છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારના, નવ પ્રકારના સત્યાવીશ પ્રકારના, એકવીશ પ્રકારના, બસો. તેતાલીસ પ્રકારના, બહુ અને બહુ પ્રકારના પરિણામ વડે પરિણમે છે. એ પ્રમાણે, શુક્લલેશ્યા સુધી જાણવું. હે ભગવન્! કૃષ્ણલેશ્યા કેટલા પ્રદેશવાળી છે ? હે ગૌતમ ! અનન્ત પ્રદેશવાળી છે. એમ શુક્લલેશ્યા સુધી સમજવું. હે ભગવન્! કૃષ્ણલેશ્યા કેટલા પ્રદેશની અવગાહનાવાળી છે ? હે ગૌતમ ! અસંખ્યાત પ્રદેશોની અવગાહનાવાળી છે. એમ શુક્લલેશ્યા સુધી સમજવું. હે ભગવન્! કૃષ્ણલેશ્યાની કેટલી વર્ગણાઓ છે? હે ગૌતમ ! અનન્ત વર્ગણાઓ છે. એ પ્રમાણે શુક્લલેશ્યા સુધી જાણવું. f468] હે ભગવન્! કૃષ્ણલેશ્યાના કેટલાં સ્થાનો છે ? હે ગૌતમ! કૃષ્ણલેશ્યાના અસંખ્યાતા સ્થાનો છે. એ પ્રમાણે શુક્લલેશ્યા સુધી જાણવું. હે ભગવન્! જઘન્ય એવા કૃષ્ણલેશ્યાના સ્થાનો પાવતુ શુક્લલેશ્યાના સ્થાનોમાં દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને દ્રવ્યોથપ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા જઘન્ય કાપોતલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે છે, તેથી જઘન્ય નીલલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી જઘન્ય કૃષ્ણલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાત ગુણા છે, તેથી જઘન્ય તેજલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી જઘન્ય પદ્મવેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી જઘન્ય શુક્લલેશ્વાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે. પ્રદેશાર્થરૂપે-સૌથી થોડા જઘન્ય કાપોતલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે છે, તેથી જઘન્ય નીલલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી જઘન્ય કૃષ્ણલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી જઘન્ય તેજલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે. તેથી જઘન્ય પઘલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી જઘન્ય શુક્લલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે. દ્રવ્યાર્થ-પ્રદેશાર્થરૂપે-સૌથી થોડા જઘન્ય કાપોતલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે છે. તેથી જઘન્ય નીલલેશ્યાના સ્થાનો પ્રત્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે. એમ જઘન્ય કૃષ્ણલેશ્યા, તેજલેશ્યા, પધલેશ્વાના સ્થાનો છે. તેથી જઘન્ય શુક્લલશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે. દ્રવ્યાર્થરૂપે જઘન્ય શુક્લલેશ્યાના સ્થાનોથી જઘન્ય કાપોતલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી જઘન્ય નીલ લેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે. એ પ્રમાણે શુક્લલેશ્યાના સ્થાનો સુધી જાણવું. 2i] Jahr eucation International For Private & Personal Use Only www.jainelibrary.org